Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તિરુપતિમાં સગાઈનો પ્રસંગ શોકમાં બદલાયો, બસ ખીણમાં પડતા 8નાં મોત, 45 ઘાયલ

આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં શનિવારે રાત્રે બસ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને 45 લોકો ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના તિરુપતિથી 25 કિલોમીટર દૂર બકરાપેટામાં થઈ હતી.આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં શનિવારે રાત્રે બસ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને 45 લોકો ઘાયલ થયા છે.  દુર્ઘટના તિરુપતિથી 25 કિલોમીટર દૂર બકરાપેટામાં થઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ  ડ્રાઇવરની બેદરકારીને કારણà«
તિરુપતિમાં સગાઈનો પ્રસંગ શોકમાં બદલાયો  બસ ખીણમાં પડતા 8નાં મોત  45 ઘાયલ
આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં શનિવારે રાત્રે બસ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને 45 લોકો ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના તિરુપતિથી 25 કિલોમીટર દૂર બકરાપેટામાં થઈ હતી.
આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં શનિવારે રાત્રે બસ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને 45 લોકો ઘાયલ થયા છે.  દુર્ઘટના તિરુપતિથી 25 કિલોમીટર દૂર બકરાપેટામાં થઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ  ડ્રાઇવરની બેદરકારીને કારણે બસ ભેખડ પરથી ખાડીમાં પડી હતી. એસપી એ જણાવ્યું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ સગાઈ સમારોહમાં જઈ રહી હતી. આ દુર્ઘટનાને પગલે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.
આ ઘટના તિરુપતિથી લગભગ 25 કિલોમીટર દૂર ચંદ્રગિરી મંડલના બકરાપેટા વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે બની હતી. આ દુર્ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં જ તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને રાહત કાર્યમાં લાગી ગયા હતા. પોલીસ અને વહીવટીતંત્રની ટીમ સાથે રેસ્ક્યુ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. જો કે રાત્રે અંધારું હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. 
આ દુર્ઘટનામાં 7 મૃતકો અને 46 ઘાયલ લોકોને બચાવ ટીમે બહાર કાઢ્યા હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં વધુ એક વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે ગંભીર રીતે ઘાયલોને ઉચ્ચ કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. 5ની હાલત નાજુક છે. તિરુપતિ પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લાના ધર્માવરમના રહેવાસી, લગ્ન પહેલાની સગાઈના કાર્યક્રમ માટે આ બસમાં લગભગ 52 લોકો તિરુપતિ જઈ રહ્યા હતા. રસ્તામાં ડ્રાઈવરની બેદરકારીને કારણે બસ પહેલા ખડક સાથે અથડાઈ અને પછી 100 ફૂટ ઉંડી ખીણમાં પડી હતી. 
Advertisement
Tags :
Advertisement

.