Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ડૉક્ટર સ્મિતા શરદ ઠાકરની ડાયરી

દાયકાઓના દામ્પત્યજીવનમાં એકપણ વાર ‘હું તમને ચાહું છું’ એવું કહ્યા વગર પળેપળ મને અનરાધાર પ્રેમ કરનાર મારી પત્ની ડૉ. સ્મિતાને અર્પણ... ડૉ. શરદ ઠાકરના પુસ્તક ‘રણમાં ખીલ્યું ગુલાબ’ની અર્પણનોંધના શબ્દો ઘણુંબધું કહી જાય છે. આજની આપણી સર્જકના સાથીદારની સફર છે ડૉક્ટર સ્મિતા શરદ ઠાકર સાથે. અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા  સ્મિતા નર્સિંગ હોમના ઉપલા માળે ઠાકર પરિવારનું રહેઠાણ છે.
07:03 AM Jan 25, 2022 IST | Vipul Pandya

દાયકાઓના
દામ્પત્યજીવનમાં એકપણ વારહું તમને ચાહું છુંએવું કહ્યા વગર પળેપળ મને અનરાધાર પ્રેમ કરનાર મારી પત્ની ડૉ. સ્મિતાને અર્પણ... ડૉ. શરદ ઠાકરના પુસ્તકરણમાં ખીલ્યું ગુલાબની અર્પણનોંધના શબ્દો ઘણુંબધું કહી જાય છે. આજની આપણી સર્જકના સાથીદારની સફર છે ડૉક્ટર સ્મિતા શરદ ઠાકર સાથે.

અમદાવાદના
કાંકરિયા વિસ્તારમાં આવેલા  સ્મિતા
નર્સિંગ હોમના ઉપલા માળે ઠાકર પરિવારનું રહેઠાણ છે. બપોરની પ્રેક્ટિસમાંથી પરવારીને શરદ ઠાકર મારી રાહ જોઈને જરા ઝપકી મારી રહ્યાં છે. મને આવતાં જોઈ નર્સિંગ હોમમાંથી સ્મિતા ઠાકર મારી સાથે ઘર તરફનાં
દાદરા ચડ્યાં. સહેજ અટકેલો દરવાજો ખોલીને અમે અંદર આવ્યાં. શરદભાઈની ઊંઘમાં ખલેલ પહોંચાડ્યા વગર અમે ધીમા અવાજે હાયહેલ્લો કર્યું. થોડી ક્ષણોમાં એમની આંખો
ખૂલી અને એક હિન્દી શેર સાથે મને આવકારી.


એકદમ
સૌમ્ય વ્યક્તિત્વના માલિક એવા સ્મિતાબહેન શબ્દોથી વ્યક્ત થવામાં થોડો સમય લે છે. 60 પ્લસ અને લગભગ સરખી ઉંમરનું યુગલ પોતાના
પ્રોફેશનની સાથોસાથ શબ્દોની આરાધના બખૂબી કરી જાણે છે.

ડૉ.
શરદ ઠાકર શબ્દોની દુનિયામાં જેટલાં સહજ છે એટલાં સહજ વાણીમાં
છે. સ્પષ્ટ ઉચ્ચારણો સાથેનું ગુજરાતી એમનાં બહોળા વાચનની સાક્ષી પૂરે છે. જે જે શહેરમાં રહ્યાં, મોટા થયાં કે ભણ્યાં શહેરની લાયબ્રેરીના
પુસ્તકો એમણે પોતાના વસવાટ દરમિયાન વાંચી નાખ્યા છે. તમામ વિષયો પરના વાચન બાદ એક ટેસ્ટ ડેવલપ થયો જેનું રિફ્લેક્શન આપણે દિવ્ય ભાસ્કરની કૉલમ ડૉક્ટરની ડાયરી અને રણમાં ખીલ્યું ગુલાબ બંનેમાં આપણે માણી શકીએ છીએ. પોતાના વાચન વિશે શરદભાઈ કહે છે, ‘હું પુસ્તકોને ઉધઈની જેમ ગળી ગયો છું એટલાં વાંચ્યા છે.’


પહેલો લેખ તો એમનો ચિત્રલેખા
સાપ્તાહિકમાં છપાયો હતો. એક અખબારમાં આઠ કૉલમમાં મથાળું હતું કે, ગુજરાતમાં એઈડ્ઝનો એકપણ દર્દી નથી. 1993ની સાલની વાત છે.
ચિત્રલેખાના તંત્રી હરકિસન મહેતા અમદાવાદ કોઈ લગ્ન પ્રસંગે આવેલાં. ત્યાં ડૉ.શરદ ઠાકર સાથે તેમનો કોઈએ પરિચય કરાવ્યો. હરકિસન મહેતા જેમનું નામ, એમને તો ચિત્રલેખાની સ્ટોરીઝનો પહેલો વિચાર
આવે. . ભાઈ સાથે કામથી જોડાયેલાં લોકો એમનાં લહેકાથી પરિચિત છે. એમણે ડૉ. શરદ ઠાકરને કહ્યું, શું ડૉક્ટર? અહીંનું અખબાર તો લખે છે કે, એઈડ્ઝનો એકપણ દર્દી નથી. તમારું શું માનવું છે?


શરદભાઈએ
કહ્યું, શક્ય નથી.

સારું
હું તમને હોમવર્ક આપું છું. તમે શોધી શકશો, એચઆઈવી પોઝીટીવ દર્દી?

શરદભાઈએ
આત્મવિશ્વાસ સાથે હા ભણી.

હરકિસનભાઈએ
કહ્યું, જો જો, હોં અમારે ડેડલાઈન હોય છે. તમે મહિને મોકલાવશો
તો હું નહીં છાપું.


શરદભાઈએ
એક અઠવાડિયામાં ભારે
મહેનત કરીને એચઆઈવી પોઝીટીવ દર્દીને શોધી તેનો ઈન્ટરવ્યુ- તસવીરો સાથે હરકિસનભાઈને મોકલી આપ્યો. જે ચિત્રલેખામાં ડૉક્ટર શરદ ઠાકરની પેશન્ટ સાથેની
તસવીર અને બાયલાઈન સાથે છપાયો. છપાયાંના ગણતરીના
દિવસોમાં તેમને ગુજરાત સમાચાર
અખબારમાંથી મેસેજ આવ્યો કે, તમને નિર્મમભાઈ શાહ મળવા માંગે છે.


પહેલી
મુલાકાતમાં સ્ટેથોસ્કોપ નામની કૉલમ લખવાનું નક્કી થયું. સાહિત્યના રસિક એવા ડૉક્ટર શરદ ઠાકરને જેવો ચાન્સ મળ્યો કે એમણે દિલની વાત કહી દીધી કે, મારે તો કંઈક ક્રિએટીવ લખવું છે. મારા પ્રોફેશનની મારીઓની વાત મારે નથી લખવી. પણ સામેથી સ્ટેથોસ્કોપ કૉલમની વાત થઈ
એટલે એમણે નિરાશ થઈને કહ્યું કે, એક લેખ રેડી છે મોકલી આપીશ.


ક્રિએટીવ
રાઈટીંગની વાત કરતાં કરતાં એમણે એક જબરદસ્ત સંવેદનશીલ કિસ્સો નિર્મમ શાહના કાને નાખ્યો. સાંભળીને એમણે
ડૉક્ટરને લખવા કહ્યું. જો કે, ડૉક્ટરની ડાયરીને પચીસથી વધુ વર્ષ થયાં હજુ સુધી કિસ્સો જે
કહેલો ક્યાંય છપાયો
નથી.


ગુજરાત સમાચારની રવિ પૂર્તિમાં નવ વર્ષ સુધી બાદ સંદેશ
દૈનિકની સંસ્કાર પૂર્તિમાં સાત વર્ષ અને છેલ્લાં તેર વર્ષથી ડૉક્ટરની ડાયરી અને રણમાં ખીલ્યું ગુલાબ બંને કૉલમ
અવિરત ચાલી છે. હાલ તેમની બંને કૉલમ દિવ્ય ભાસ્કર દૈનિકની પૂર્તિઓમાં
વર્ષોથી નિયમિત આવી રહી છે.


વ્યવસાયે
તબીબ અને લેખનની દુનિયામાં પ્રવેશ.... સફળતા અંગે કોઈ સવાલો હતાં?

તમને
કદાચ વધુ પડતું લાગશે પણ મને પૂરો ભરોસો હતો કે, મારી કૉલમ સફળ જશે. લોકોને વાંચવી ગમશે . એક વાત ઉમેરીને ડૉક્ટર શરદ ઠાકર કહે છે, ‘કૉલમ છપાવા લાગી પછી બધાં મારી બહુ મજાક કરતાં કે, કોઈ ડૉક્ટરે કદીય ધાડ મારી છે સાહિત્યમાં? ચલા મુરારી હીરો બનને.... ’ આવી ટીકાને અવગણીને એમણે પોતાની કલમને આગળ ધપાવે રાખી.

સર્જકના
સાથીદાર એમના પત્ની સ્મિતાબહેન ખરાં. પણ એમની પહેલી વાચક તો એમની દીકરી ગ્રીષ્મા હતી. 2000ની સાલ સુધી સૌથી
પહેલો લેખ વાંચે. એના હાવભાવ અને પ્રતિભાવ પરથી વાચકોને લેખ કેટલો
અને કેવો ગમશે એનો અંદાજ શરદભાઈને આવી જતો. ગ્રીષ્મા વિદેશ ભણવા ગઈ પછી પહેલા
વાચક સ્મિતાબહેન.


જો
કે, સ્મિતાબહેન કહે છે, ‘શરુઆતના ગાળામાં હું એમની હાથની લખેલી કોપી વાંચતી. પછી
એકાદ વખત મેં કહ્યું કે, મને આમ નથી વાંચવું. મને તો છપાય ત્યારે વાંચવાની વધુ મજા આવે છે. છપાયા પહેલાંની કૉલમ વાંચી લઉં તો મારો રોમાંચ જતો રહે છે. ઘણીવખત વ્યવસાયની વ્યસ્તતાને કારણે વાંચી શકું તો
પૂર્તિઓ એકઠી કરી રાખું. પણ વાંચ્યા વગરનો એકપણ પીસ રહે એની
તકેદારી રાખું.’


ત્યાં
ઘરમાં થઈ
રહેલાં રીનોવેશન કરનાર કારીગરનો અવાજ આવ્યો અને સ્મિતાબહેને થોડાં દિવસો પહેલાં બનેલો એક
બનાવ કહ્યો. કારીગરને દિવાલ ઉપર લાગેલાં એસી યુનિટને કવર કરીને આજુબાજુમાં કંઈ કામ કરવું હતું. મારી ગેરહાજરીમાં મારાં સાચવેલાં અખબારોના થપ્પાંમાંથી એક પૂર્તિ લઈને એસી ઉપર
બિન્ધાસ્ત ચોંટાડી દીધી. દવાખાનેથી આવીને હું મારું અખબાર શોધું. આમ તેમ નજર મારી ત્યાં ચશ્મા પહેરીને જોયું તો ડૉક્ટરની ડાયરી એસીના યુનિટ ઉપર ચોંટાડેલી હતી. બાદમાં મારી બહેનને કહ્યું કે, નવેમ્બર મહિનાની તમામ પૂર્તિઓ તું સાચવીને રાખી દે. મારે એમની કૉલમ વાંચવાની બાકી છે.’



વાત ચાલુ હતી ત્યાં એક પેશન્ટનો
ફોન આવ્યો. ફોન ઉપર એકદમ સરળ રીતે વાત કરીને એમણે ફોન કાપ્યો. પેશન્ટની વાતને પ્રાયોરિટી આપીને એમણે ડૉક્ટર પતિ સાથે પેશન્ટ વિશે
ચર્ચા કરી.


ચર્ચા પૂરી થઈ કે તરત મેં સવાલ
કર્યો કે, ડૉક્ટરના પેશન્ટ નહીં પણ ડૉક્ટરની ડાયરી વિશે ક્યારેય ચર્ચા કરો ખરાં?

શરદભાઈ
કહે છે, ‘કેટલીયવાર અમે ચર્ચા કરીએ. કોઈ વખત એવું થાય કે, સ્મિતા એના પેશન્ટ્સ વિશે સહજભાવે વાત કરતી હોય. એમાંથી મને લખવાનો વિષય મળી જાય. કોઈકવાર એવું બને કે, સતત એકધારું લખવાને કારણે એક તબક્કે લખતી સમયે કંઈક સૂઝે નહીં. ત્યારે સ્મિતાને કહું, કંઈક વાત કરને.... બસ પછી વાંધો
આવે.’


ડૉ
સ્મિતા હંમેશાં ઓપરેશન થિયેટર પતિને આસિસ્ટ કરે છે. જેટલી કડકાઈ ઓપરેશન દરમિયાન જતાવે તેનાં કરતાં બિલકુલ જુદી રીતે એક સંવેદનાસભર અવાજ સાથે શરદ ઠાકર પત્નીને કહે કે, કંઈક વાત કરને. વખતે કોઈ
કિસ્સો જામતો નથી.... સ્મિતાબહેન જરા સરખા વ્યક્ત થાય અને આપણને સૌને સરસ મજાની ડાયરી કે રણમાં ખીલેલું ગુલાબ મળી આવે છે.


કિસ્સાઓ
ડિસ્કસ કરે પછી છપાઈને
આવી જાય ત્યારે ઘણીવખત સ્મિતાબહેનને ખબર પડે કે, એમણે જે સહજભાવે વાત કરી હતી તો સરસ
મજાના શબ્દ આકારે છપાઈ છે. સ્મિતાબહેન કહે છે, ‘કેટલીકવાર એમની કૉલમ વાંચીને એવું કહું કે, તો મેં
ક્યાંક વાંચેલું છે.’ એટલે શરદભાઈ તરત કહે કે,
તેં થોડા દિવસો પહેલાં જે કિસ્સો કહેલોને છે.
આપણે ચર્ચા થયેલીને એટલે તને એવું લાગે છે.’


લેખક
શરદ ઠાકર કે ડૉક્ટર શરદ ઠાકર

કોને
હેન્ડલ કરવા સરળ છે?

ડૉક્ટર
તરીકે તો બહુ કડક
મિજાજના છે. લેખક શરદ ઠાકર બહુ સરળ છે. એમનું લખેલું વાંચીને મને ગર્વ મહેસૂસ થાય છે. શરુઆતના ગાળામાં મારા મિત્રવર્તુળમાં લોકો એવું પૂછતાં કે, હેં સ્મિતા તું લખી આપે છે? વાતવાતમાં સહજતાથી બોલી
ગયાં કે, એમનું લખેલું વાંચવાની મજા આવે છે.

તો
તમે પતિની કલમના ફેન છો એમને?


સહેજ
લાલી સ્મિતાબહેનના ચહેરા ઉપર ધસી આવી અને પ્રેમથી બોલ્યાં, હા.

શરદભાઈ
તરત બોલી ઉઠ્યાં
કે, તો મારા
માટે એક મોટું સરપ્રાઈઝ છે.

શરદભાઈ
કહે છે, સ્મિતા લખી આપે છે એવી વાતો શરુઆતમાં થતી. મારી ટીકા પણ થતી. મૂળ જૂનાગઢનો પછી જામનગર ભણીને હું પોસ્ટ ગ્રેજ્યુએશન માટે હું અમદાવાદ આવેલો. સ્મિતા સાથે એરેન્જડ મેરેજ થયું અને શરુઆતના ગાળામાં અમદાવાદમાં મારી ઓળખ સ્મિતાના પતિ તરીકે બની હતી.
એટલે સ્વભાવિક છે કે, લોકો એવું માને કે, સ્મિતા લખતી હશે. આજે આટલાં વર્ષો પછી લોકો એવું કહે છે કે, અચ્છા સ્મિતાબહેન તમે ડૉક્ટરની ડાયરી લખે છે શરદ ઠાકરના
પત્ની છો...


સાયકિયાટ્રિસ્ટ દીકરો
સ્પંદન અને પેથોલોજીસ્ટ દીકરી ગ્રીષ્માના ઉછેર વિશે વાતો કરતાં દંપતી ભાવુક
બની જાય છે. લેખનમાં ખૂંપેલા હોવાને કારણે અને વ્યવસાયને કારણે અમે સતત બિઝી રહીએ. સ્કૂલમાં બંને બાળકોના ગાર્ડિયન એટલે એમના દાદા. એક વખત તો શાળાના ટીચરે બોલાવીને કહેલું કે, તમારો દીકરો ભણવામાં આગળ નથી. કંઈ નહીં
બની શકે. ત્યારે શરદભાઈએ એને ચેલેન્જ કરી કે, હું અને મારી પત્ની બંને ડૉક્ટર છીએ અને તમે જો જો મારો દીકરો પણ ડૉક્ટર થશે. ભણવામાં
નથી.



બાજુ પ્રાથમિક શાળામાં ભણતો દીકરો એક દિવસ આવીને પિતાને કહે છે, જુઓ પપ્પા પંચાવનમાંથી હું બાવનમાં નંબરે આવ્યો. હવે ત્રણ બાકી રહ્યાં
પછી હું ટોપ. સાંભળીને હસી
પડેલાં ડૉકટર શરદ ઠાકરે દીકરાને ખોળામાં બેસાડીને કહ્યું કે, ક્રિકેટમાં વધુ રન થાય એટલે ટોચ ઉપર એવી રીતે કલાસમાં વધુ આંકડા તારી સાથે જોડાય એટલે તું આગળ એવું હોય. પંચાવનથી એક
તરફ જાયને તેમ તારી સફળતા ગણાય. પછીની પરીક્ષામાં
સ્પંદનનું સ્થાન પ્રથમ પાંચમાં હતું.


સ્પંદન
સાથેની વાત યાદ કરતાં ડૉક્ટર શરદ ઠાકર કહે છે, એક મોડી રાત્રે મારી લખવાની રુમનો દરવાજો ખોલીને સ્પંદન મારી પાસે આવ્યો. ટચૂકડાં હાથે મને જરા હલાવ્યો અને પછી ખુરશીનો આધાર લઈને ટેબલ ઉપર ચડી ગયો. હું તો મારી કૉલમ લખવામાં વ્યસ્ત અને મસ્ત. સમયે હું
ગુજરાત સમાચારમાં કૉલમ લખતો હતો. કાગળ ઉપર અક્ષરો પાડતો હતો અને એણે મને કહ્યું, પપ્પા ગુજરાત સમાચારવાળા
તમને બહુ લેસન આપે છે. એમને કહો, બહુ લેસન આપે...

ડૉક્ટર
શરદ ઠાકર પોતાની લેખન પ્રક્રિયા વિશે કહે છે, મોટાભાગે મને રાત્રે લખવાનું ફાવે.
શરુઆતના ગાળામાં શાંતિનો આગ્રહ રહેતો પણ છેલ્લાં દસ-બાર વર્ષથી ગમે ત્યારે ગમે ત્યાં લખી શકું છું. હવે તો મને માણેકચોકમાં ખુરશી રાખીને લખવાનું કહો તો પણ લેખ તૈયાર થઈ જાય. લેખનની બાબતમાં હંમેશાં એવું ધ્યાન રાખું છું કે, લોકોને વાંચીને કંઈક મળવું જોઈએ. લેખનું મથાળું ગદ્યાત્મક રાખવા માંડ્યો ત્યારથી લોકોને વધુ ગમવા લાગ્યું. લેખનની શરુઆતના દિવસોના બત્રીસ લેખો જુઓ તો તમને એવું લાગે કે, તમામ લેખ
અલગ અલગ વ્યક્તિએ લખ્યાં છે. પણ પછી લોકોની
નાડ હું પારખી ગયો. ડેલ કાર્નેગીની વાતને વળગી રહ્યો છું કે, પંગતમાં જમવા બેઠેલાં માણસોને જે જોઈએ તે પીરસો. ડૉક્ટરની ડાયરી
થોડો ડ્રાય સબજેક્ટ રહે છે. જ્યારે રણમાં ખીલ્યું ગુલાબ લખવુ થોડું સરળ લાગે છે

લાઈનવાળા ફૂલસ્કેપ પાના અથવા તો ઝેરોક્સમાં વપરાય છે તે પાનાં ચાલે. લગભગ 11 વર્ષ અગાઉ જાણીતા વાર્તાકાર- નવલકથા લેખક મહેશ યાજ્ઞિકે એક ઈન્ડીપેન આપી હતી તેનાથી લખું છું.
હજુ સુધી કદીય ડેડલાઈન ચૂક્યો નથી. જો કે, ડેડલાઈનનું પ્રેશર વધે ત્યારે પણ કોઈકવાર લખવા બેસું. દોઢેક કલાકમાં લેખ તૈયાર થઈ જાય. લેખનમાં શિસ્તબદ્ધ રહી શક્યો છું. જો કે, લેખમાં બ્રેક પડે તો બ્રેક બાદ ફરી જ્યારે પણ લખવા બેસું તો લેખમાં રસક્ષતિ
કદીય થાય.’

અમારી
વાતચીત ચાલતી હતી ત્યાં સ્મિતાબહેનને નીચે
ક્લિનિકમાં જવાનું થયું. ગયા પછી
ડૉક્ટર શરદ ઠાકર કહે છે, મારા મૂડ અને સેન્ટીમેન્ટને સ્મિતા સાચવી શકે.
મારી સાથે સ્મિતા સિવાય કોઈ રહી શકે.
પરિવારજનોના પ્રસંગોમાં હાજરી આપી શકું
કે મારા લેખનના સમયે કોઈપણ આવ્યું હોય હું મારા લખવાના રુમમાં ઘૂસી જાઉં  તમામ
વાતોને અને મને મારા પરિવારજનોએ બહુ સહજતાથી સ્વીકારી છે. જો સ્વીકાર અને
સહજતા હોય તો
65
પુસ્તકો અને આઠ નવલકથા પ્રકાશિત થવી શક્ય બનત.’


ઓપરેશન
થિયેટરમાં સાથસાથ હોય અને શબ્દોની દુનિયામાં સર્જન અને સર્જક એવા શરદ ઠાકરના સાથીદાર સ્મિતાબહેન વ્યક્ત થવામાં કદાચ શરદભાઈ જેટલાં સહજ નથી પણ એમનાં શબ્દોના સર્જનના અને ઓપરેશન થિયેટરની સર્જરીના સહજ સાથીદાર
છે એવું લખવું વધુ યોગ્ય રહેશે

Tags :
GujaratiJournalismJournalism
Next Article