Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

12મા ધોરણમાં નાપાસ થઈને દિલ્હી આવી, આજે છે બોલિવુડ ક્વીન

કંગના બોલિવુડમાં હવે આ નામ કોઇ ઓળખનું મોહતાજ નથી. હંમેશા પોતાની અભિપ્રાયો તે ખૂલીને વ્યક્ત કરવાનું પસંદ કરે છે. પ્રોફેશનલથી લઈને અંગત જીવન સુધી, કંગના રનૌત સતત હેડલાઈન્સમાં ચમકતી રહે છે. અભિનેત્રીનું નામ હંમેશા કોઈને કોઈ વિવાદ સાથે જોડાયેલું રહ્યું છે. ઘણાં લોકો તેના વિરોધ પણ કરે છે. તેમ છતાં, પોતાના બેબાક અંદાજ માટે તે જાણીતી છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આજે તેનો 35મો જન્મદિàª
12મા ધોરણમાં નાપાસ થઈને દિલ્હી આવી  આજે છે બોલિવુડ ક્વીન
કંગના બોલિવુડમાં હવે આ નામ કોઇ ઓળખનું મોહતાજ નથી. હંમેશા પોતાની અભિપ્રાયો તે ખૂલીને વ્યક્ત કરવાનું પસંદ કરે છે. પ્રોફેશનલથી લઈને અંગત જીવન સુધી, કંગના રનૌત સતત હેડલાઈન્સમાં ચમકતી રહે છે. અભિનેત્રીનું નામ હંમેશા કોઈને કોઈ વિવાદ સાથે જોડાયેલું રહ્યું છે. ઘણાં લોકો તેના વિરોધ પણ કરે છે. તેમ છતાં, પોતાના બેબાક અંદાજ માટે તે જાણીતી છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આજે તેનો 35મો જન્મદિવસ પરિવાર અને મિત્રો સાથે સેલિબ્રેટ કરી રહી છે. કંગનાના બર્થ ડે પર તેના અંગત જીવન અને તેની ફિલ્મી દુનિયાની સફર પર એક નજર

કંગના રનૌતનું અંગત જીવન ખૂબ સ્ટ્રગલથી ભરેલું છે
આ અભિનેત્રીનો જન્મ 23 માર્ચ, 1987ના રોજ હિમાચલ પ્રદેશના મનાલીમાં થયો હતો અને આજે પણ તેનો આખો પરિવાર ત્યાં રહે છે. બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ બનાવનાર અભેત્રી કંગના એક નાનકડા ગામડામાંથી આવે છે આજે તે જ્યાં છે તે લોકો માટે બોલિવુડ એક સ્વપ્ન સમાન છે. કંગનાનો જન્મ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લા નજીક સૂરજપુર (ભાબલા)માં થયો હતો, કંગનાના પિતા અમરદીપ રનૌત એક બિઝનેસમેન છે, જ્યારે માતા એક સ્કૂલ ટીચર છે. જ્યારે તેના દાદા ભારતીય વહીવટી સેવાના અધિકારી હતા, ત્યારે તે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. કંગનાની મોટી બહેન રંગોલીને પણ એસિડ એટેક થયો હતો, પરંતુ આજે તે પોતાની બહેન અને પરિવાર સાથે સારી જિંદગી જીવી રહી છે. કંગનાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તેનો જન્મ થયો ત્યારે તેના માતા-પિતા નાખુશ હતા. વાસ્તવમાં જ્યારે તેની મોટી બહેનનો જન્મ થયો ત્યારે પરિવારના સભ્યો ખૂબ જ ખુશ હતા. પરંતુ ઘરમાં બીજા સંતાન તરીકે છોકરીનો જન્મ થતાં પરિવારના સભ્યો દુઃખી થઈ ગયા હતા.
12મા ધોરણમાં નાપાસ થઈને દિલ્હી આવી
કંગનાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેના પેરેન્ટ્સ ઈચ્છતા હતા કે તે ડોક્ટર બને, પરંતુ તે 12મા ધોરણમાં જ ફેઈલ થઈ ગઈ હતી અને એક્ટર બનવાનું સપનું લઈને દિલ્હી આવી હતી. દિલ્હીમાં રહીને, તેણે થિયેટર દિગ્દર્શક અરવિંદ ગૌર પાસેથી અભિનયની તાલીમ લીધી અને ઈન્ડિયા હેબિટેટ સેન્ટરનો ભાગ બની અને ઘણા નાટકોમાં  તેણે અભિનય કર્યો, તેનું પ્રથમ નાટક ગિરીશ કર્નાડનું 'રક્ત કલ્યાણ' હતું, સ્ટ્રગલના સમયગાળા દરમિયાન ઘણી વખત તેણે માત્ર રોટલી અને અથાણું ખાઈને દિવસો પસાર કર્યા છે કારણ કે તેને તેના પિતા તરફથી આર્થિક મદદ મળી નથી. તેના પિતા કંગનાને ફિલ્મોમાં કામ કરવાના વિરોધી હતા. આ પછી બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી, જોકે કંગનાની ત્રીજી ફિલ્મ 'લાઈફ ઇન અ મેટ્રો' વર્ષ 2007માં આવી હતી. આ ફિલ્મ પછી કંગનાના પરિવારના સભ્યોએ તેની સાથે ફરી વાત કરવાનું શરૂ કર્યું હતું. 

કોફી પીતી વખતે પહેલી ફિલ્મ મળી
2005માં દિગ્દર્શક અનુરાગ બાસુએ કંગનાને એક કેફેમાં કોફી પીતી જોઈ અને ફિલ્મની ઓફર કરી. કંગનાએ 2006માં આવેલી થ્રિલર ફિલ્મ 'ગેંગસ્ટર'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેને ફિલ્મ 'ગેંગસ્ટર' માટે બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, ફિલ્મની સફળતા બાદ તેને મીના કુમારીની જેમ બોલિવૂડમાં ટ્રેજેડી ક્વીન કહેવામાં આવી હતી 
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા
કંગના રનૌત બોલિવૂડની એવી કેટલીક અભિનેત્રીઓ માંથી એક છે જેમને એક નહીં પરંતુ ત્રણથી વધુ વખત નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. કંગનાની ફેશન, ક્વીન અને તનુ વેડ્સ મનુ રિટર્ન્સ, ફિલ્મ મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી અને પંગા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો. કંગના રનૌત બોલિવૂડની એવી કેટલીક અભિનેત્રીઓમાંની એક છે જેમને એક નહીં પરંતુ ત્રણથી વધુ વખત નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. કંગના રનૌત એક ભારતીય અભિનેત્રી સાથે એક સફળ ફિલ્મ નિર્માતા પણ છે. સાથે જ તેને પદ્મશ્રી, ચાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, પાંચ ફિલ્મફેર પુરસ્કારો, ત્રણ ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ પણ એનાયત કરાયા છે.
કંગનાએ પોતાના દિલની વાત કહી
એક મીડિયા અહેવાલ અનુસાર, જ્યારે કંગના રનૌત 2017માં તેની ફિલ્મ 'રંગૂન'ના પ્રમોશન માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)હેડક્વાર્ટર પહોંચી હતી, ત્યારે તેણે જમ્મુમાં BSF જવાન સાથે વાતચીતમાં પોતાનું દિલ ખોલી નાખ્યું હતું. બન્યું એવું કે આ જવાને કંગના રનૌતને કહ્યું કે મહિલાઓ ભારતીય સેનાના જવાનો સાથે લગ્ન કરવા નથી માંગતી. આ સાંભળીને કંગના રનૌત હસી પડી. કંગના રનૌતે આ યુવકને કહ્યું કે, 'એક મૂર્ખ છોકરી જ હશે જે સૈનિકને રિજેક્ટ કરશે. મારા મતે યુનિફોર્મમાં પુરુષો ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે. કંગના રનૌતે અહીં એમ પણ કહ્યું હતું કે તે કદાચ પોતાનો જીવન સાથી ફક્ત સેનાના સૈનિકમાં જ શોધી શકશે. જ્યારે કંગના રનૌતને પૂછવામાં આવ્યું કે તે તેના લાઈફ પાર્ટનરમાં કયા ગુણો ઈચ્છે છે તો કંગનાએ કહ્યું કે તે મારું મન જીતી શકે તેવો હોવો જોઇએ.


શાહિદ સાથે ઈન્ટીમેટ સીન્સ કર્યા
ફિલ્મ 'રંગૂન' વિશે વાત કરીએ તો, આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ હતી જેમાં સૈફ અલી ખાન અને શાહિદ કપૂરે મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. વિશાલ ભારદ્વાજ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં પણ ખૂબ જ બોલ્ડ સીન્સ હતા. કંગના રનૌત શાહિદ કપૂર સાથે સેન્ડ પર ઇન્ટિમેટ સીન આપતી જોવા મળી હતી. ફિલ્મમાં કંગના રનૌતના પાત્રનું નામ યુલિયા હતું, જે આર્મી કેમ્પમાં પરફોર્મ કરતી હતી.
કંગનાના અંગત જીવનની વાત કરીએ તો તેના પ્રેમ સંબંધોની વાતો ફિલ્મની વાર્તા જેવું જ છે. ફિલ્મી કરિયર દરમિયાન કંગના રનૌતનું નામ ઘણા મોટા કલાકારો સાથે પણ જોડાયું હતું.
આદિત્ય પંચોલી
બોલિવૂડ એક્ટર આદિત્ય પંચોલી અને કંગના રનૌતના અફેરના સમાચારે બધાની ઊંઘ ઉડાડી દીધી હતી. પરિણીત આદિત્ય પંચોલીનું નામ જોડાયા બાદ કંગના રનૌતને લોકોના ઘણા જુઠ્ઠાણા સાંભળવા પડ્યા હતા. વેલ, આ સંબંધ પણ ટૂંક સમયમાં સમાપ્ત થઈ ગયો. કંગના રનૌતે આદિત્ય પંચોલી પર મારપીટનો આરોપ લગાવીને દૂર રહી હતી.
અધ્યયન સુમન
કંગના રનૌત અને અધ્યાન સુમન ફિલ્મ રાઝ 2 ના શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા. કંગના અને અધ્યાન વચ્ચેનો સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં. વાસ્તવમાં અભ્યાસ સુમનના પિતા શેખર સુમનનું મન હતું કે તેમના પુત્રએ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવું જોઈએ. આ કારણથી અધ્યાને કંગનાથી પોતાને દૂર રાખવાનું શ્રેષ્ઠ માન્યું.
નિકોલસ લેફર્ટી
સાત સમંદર પાર રહેતા આ ડોક્ટર પર કંગના રનૌતનું દિલ પણ આવી ગયું. અહેવાલો અનુસાર, કંગના નિકોલસ સાથે લાંબા અંતરના સંબંધમાં હતી. નિકોલસ સાથે કંગનાનો સંબંધ થોડો સમય જ ચાલ્યો હતો.

અજય દેવગન
તમને જાણીને નવાઈ લાગશે કે કંગના રનૌતનું નામ બોલિવૂડ એક્ટર અજય દેવગન સાથે પણ જોડાઈ ચૂક્યું છે. કંગના રનૌત અને અજય દેવગનના અફેરના સમાચાર વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈના શૂટિંગ દરમિયાન સામે આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે કંગના અજય દેવગનને લઈને ઘણી ગંભીર હતી. અજય દેવગન કંગનાના કારણે પોતાનું લગ્નજીવન બગાડવા માગતો ન હતો.
હૃતિક રોશન
તમે કંગના રનૌત અને રિતિક રોશનના અફેરની વાતોથી વાકેફ હશો. કંગનાએ આખી દુનિયાની સામે હૃતિક રોશન સાથેના અફેરની વાત તો સ્વીકારી જ નહીં, પરંતુ એ પણ કહ્યું કે હૃતિક પરિણીત હોવા છતાં તેની સાથે રિલેશનશિપમાં હતો અને તેણે તેની અનુકૂળતા મુજબ અંતર બનાવવાનું પણ શરૂ કર્યું. હમણાં માટે, કંગના રનૌતે થોડા મહિના પહેલા જ સ્પષ્ટતા કરી હતી કે તેના જીવનમાં એક વ્યક્તિનો પ્રવેશ થયો છે, જેના કારણે તેનું જીવન સુંદર બની ગયું છે.

આ બ્લોકબસ્ટર ફિલ્મોને કંગના રનૌતે રિજેક્ટ કરી હતી, લિસ્ટ જોઈને તમને નવાઈ લાગશે
કંગના દ્વારા નકારી કાઢવામાં આવેલી ફિલ્મો જોઇએ તો તે ઘણું લાંબુ લિસ્ટ છે. કંગના રનૌતે પોતાના કરિયરમાં અત્યાર સુધી 35થી વધુ ફિલ્મો કરી છે. એટલું જ નહીં, અભિનેત્રીએ 'ક્વીન', 'તનુ વેડ્સ મનુ' અને 'મણિકર્ણિકા' ફેશન જેવી ઘણી ફિલ્મોમાં પોતાની અભિનયથી દર્શકોને હંમેશા પ્રભાવિત કર્યા છે. બોલિવૂડની ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો રહી જેને કંગનાએ નકારી કાઢી હતી. ચાલો જોઈએ આ યાદીમાં કઈ કઈ ફિલ્મો હતી. 
ધ ડર્ટી પિક્ચર- એક ઇન્ટરવ્યુ દરમિયાન, કંગના રનૌતે ખુલાસો કર્યો કે તેને 'ધ ડર્ટી પિક્ચર'માં વિદ્યા બાલનનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો. જોકે, અભિનેત્રીએ આ ફિલ્મને માત્ર એટલા માટે નકારી કાઢી હતી કારણ કે તે વિદ્યા કરતાં વધુ સારી ભૂમિકા ભજવી શકતી ન હતી.
બજરંગી ભાઈજાન- માત્ર 'સુલતાન' જ નહીં પરંતુ કંગના રનૌતે પણ સલમાન ખાનની 'બજરંગી ભાઈજાન' કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. કંગના રનૌતના ઇનકાર બાદ મેકર્સે ફિલ્મમાં લીડ રોલ માટે કરીના કપૂર ખાન સાથે વાત કરી હતી.
રૂસ્તમ-અક્ષય કુમારની ફિલ્મ 'રુસ્તમ'ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમારની પત્નીનો રોલ કંગના રનૌતને ઑફર કરવામાં આવ્યો હતો. અભિનેત્રીએ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી અને આ ભૂમિકા ઇલિયાના ડીક્રુઝે ભજવી હતી.
સંજુ-રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'સંજુ' પણ કંગના રનૌતને ઓફર કરવામાં આવી હતી. જોકે, અભિનેત્રીએ કોઈ કારણ આપ્યા વગર ફિલ્મ માટે ના કહી દીધી. આ ફિલ્મ સંજય દત્તના જીવન પર આધારિત હતી.
કંગનાની અપકમીંગ ફિલ્મ આવનાર સમયમાં  કંગના આ ફિલ્મોમાં જોવા મળશે

ધાકડ- કંગના રનૌત ટૂંક સમયમાં ફિલ્મ 'ધાકડ'માં એક્શન અવતારમાં જોવા મળશે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં ફિલ્મનું વીએફએક્સનું કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મ આ વર્ષે 27મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આર બાલ્કીની આગામી ફિલ્મ- અહેવાલો અનુસાર કંગના રનૌત ટૂંક સમયમાં આર બાલ્કીની આગામી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં કંગનાની સાથે અમિતાભ બચ્ચન લીડ રોલમાં જોવા મળશે. બંનેની ઓનસ્ક્રીન જોડી

'સીતા: ધ અવતાર'-'સીતાઃ ધ ઇન્કારનેશન' વિશે ઘણી ચર્ચા થઈ છે. આખરે કંગના રનૌતને આ ફિલ્મમાં લીડ રોલ માટે કાસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન આલોકિક દેસાઈ કરી રહ્યા છે અને તેનું બજેટ 100 કરોડથી વધુ જણાવવામાં આવી રહ્યું છે.
તેજસ-આ ફિલ્મમાં કંગના રનૌત ભારતીય વાયુસેના અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. જો કે ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ દર્શકો આ ફિલ્મમાં કંગના રનૌતને જોવા માટે બેતાબ છે.
ટીકુ વેડ્સ શેરુ-કંગના રનૌત તેના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા હેઠળ તેની ડેબ્યૂ ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ' બનાવી રહી છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી લીડ રોલમાં જોવા મળશે. થોડા સમય પહેલા ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કરવામાં આવ્યું હતુ

ડિવાઇન લવર્સ- ડિવાઇન લવર્સ એક પ્રેમકથા છે. આ ફિલ્મમાં લોઅર મિડલ ક્લાસનો પરિવાર બતાવવામાં આવશે. આ પહેલી ઈન્ડો-ફ્રેન્ચ પ્રોડક્શન ફિલ્મ છે. ફિલ્મમાં કંગના રનૌત મહત્વના રોલમાં જોવા મળી શકે છે. 
કંગના રનૌતે તેના જન્મદિવસ પર વૈષ્ણો દેવી મંદિરમાં જઈને માતાના આશીર્વાદ લીધા છે. મુલાકાત બાદ તરત જ કંગના રનૌતે વૈષ્ણો દેવીની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં તેની સાથે બહેન રંગોલી ચંદેલ જોવા મળી રહી છે. આ તસવીરોમાં કંગનાનો પરંપરાગત લૂકમાં જોવાં મળી હતી. ફેન્સ કંગનાના આ લુકના વખાણ કરવાની સાથે  તેને જન્મદિવસની શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યાં છે. 
Advertisement
Tags :
Advertisement

.