Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ. બંગાળના રાજ્યપાલે કહ્યું રાજ્યમાં જંગલરાજ, BJP સાંસદો આ મુદ્દે અમિત શાહને મળ્યા

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં સોમવારે થયેલી હિંસામાં આઠ લોકોના મોત થયા છે. ટીએમસીના નેતાની હત્યા બાદ થયેલી હિંસામાં આગજની કરવામાં આવી હતી અને તેમાં આઠ લોકોને જીવતા સળગાવવામાં આવ્યા હતા. આ ઘટનાના દેશભરમાં પડઘા પડી રહ્યા છે. સાથે જ પશ્ચિમ બંગાળની ટીએમસી સરકાર અને પશ્ચિમ બંગાળ પોલીસ પર ફરી વખત સવાલ ઉઠી રહ્યા છે. આ બધા વચ્ચે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકરએ આ ઘટનàª
પ  બંગાળના રાજ્યપાલે કહ્યું રાજ્યમાં જંગલરાજ  bjp સાંસદો આ મુદ્દે અમિત શાહને મળ્યા
પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં સોમવારે થયેલી હિંસામાં આઠ લોકોના મોત થયા છે. ટીએમસીના નેતાની હત્યા બાદ થયેલી હિંસામાં આગજની કરવામાં આવી હતી અને તેમાં આઠ લોકોને જીવતા સળગાવવામાં આવ્યા હતા. આ ઘટનાના દેશભરમાં પડઘા પડી રહ્યા છે. સાથે જ પશ્ચિમ બંગાળની ટીએમસી સરકાર અને પશ્ચિમ બંગાળ પોલીસ પર ફરી વખત સવાલ ઉઠી રહ્યા છે. આ બધા વચ્ચે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકરએ આ ઘટના વિશે પ્રતિક્રિયા આપી છે. સાથે પ. બંગાળના ભાજપના સાસંદોએ આ મુદ્દે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત પણ કરી છે.
Advertisement

રાાજ્યમાં જંગલરાજ
રાજ્યપાલ જગદીપ ધનકરએ હિંસામાં 8 લોકોને જીવતા સળગાવવા પર દુઃખ વ્યક્ત કર્યુ છે. સાથે જ તેમણે બંગાળ સરકાર પર પણ નિશાન સાધ્યું છે. પોતાનો એક વીડિયો ટ્વીટ કરતા જગદીપ ધનકરએ લખ્યું કે ‘રામપુરહાટમાં થયેલી હિંસા જોઈને હું ખૂબ દુઃખી અને ચિંતિત છું. મેં ઘણી વખત કહ્યું છે કે હિંસા અને અરાજકતાની સંસ્કૃતિને સમર્થન આપી શકાય નહીં. રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી ઓફ બંગાળ) પાસેથી મને મળેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં આઠ લોકોના જીવ ગયા છે. મેં રાજ્યના મુખ્ય સચિવ પાસેથી ઘટના અંગે માહિતી માંગી છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના.’
સાંસદોની અમિત શાહ સાથે મુલાકાત
તો આ તરફ પશ્ચિમ બંગાળ  ભાજપના સાંસદો પ્રદેશ અધ્યક્ષ સુકાન્ત મજૂમદારની આગેવાની હેઠળ આજે ​​ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા અંગે જ આ મુલાકાત હતી. બેઠક બાદ સાંસદોએ દાવો કર્યો છે કે અમિત શાહે અધિકારીઓને સમગ્ર ઘટના અંગે 72 કલાકમાં રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ મંગાવવાનો નિર્દેશ આપ્યો છે.
ભાજપના મમતા પર પ્રહાર
હિંસાને લઈને ભારતીય જનતા પાર્ટી મમતા બેનર્જી સરકાર પર આક્રમક બની છે. પશ્ચિમ બંગાળના બીજેપી નેતા સુવેન્દુ અધિકારીએ કોલકાતામાં જણાવ્યું કે સમગ્ર રાજ્યની સ્થિતિ અત્યંત ગંભીર છે. છેલ્લા એક સપ્તાહમાં રાજ્યના વિવિધ ભાગોમાં 26 લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઇએ. પશ્ચિમ બંગાળમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ બગડી છે.
Tags :
Advertisement

.