હોળી તહેવારમાં અમુક રાજ્યોમાં 18 માર્ચે જાહેર રજા તો અમુક રાજ્યોમાં 19 માર્ચે, જાણો તમારા રાજ્યમાં ક્યારે બેંકો રહેશે બંધ
લગભગ આખો દેશ હોળીના રંગમાં રંગાઈ ગયો
છે. હોળીના પગલે ભારતના તમામ રાજ્યોમાં સરકારી રજા પણ છે. પણ હા, એનો અર્થ એ નથી કે
દરેક રાજ્યમાં રજા હોય. આ વર્ષે હોળીનો તહેવાર 18 માર્ચે ઉજવવામાં આવશે. જો ઘણા
રાજ્યોમાં આ દિવસે બેંકો બંધ રહે છે. પરંતુ કેટલાક રાજ્યોમાં આ વખતે 18 માર્ચના
દિવસે જાહેર રજા નથી. તમને જણાવી દઈએ કે હોળીના દિવસે ગુજરાત, મિઝોરમ, મધ્યપ્રદેશ, ચંદીગઢ, ઉત્તરાખંડ, સિક્કિમ, આસામ, તેલંગાણા, રાજસ્થાન, જમ્મુ, ઉત્તર પ્રદેશ, બંગાળ, મહારાષ્ટ્ર, નવી દિલ્હી, ગોવા, બિહાર, છત્તીસગઢ, મેઘાલય, હિમાચલ પ્રદેશ અને
જમ્મુ બેંકો 18 માર્ચે બંધ રહેશે.
કયા રાજ્યોમાં બેંકો બંધ નહીં રહે?
કર્ણાટક, ઓરિસ્સા, તમિલનાડુ, મણિપુર, કેરળ અને બંગાળમાં બેંકો બંધ રહેશે
નહીં. આ રાજ્યોમાં બેંકોનું કામ નિયમિત રીતે ચાલુ રહેશે. કારણ કે આ રાજ્યોમાં 19
માર્ચે હોળીનો તહેવાર ઉજવવામાં આવશે. એટલા માટે આ રાજ્યોમાં 19 માર્ચે રજા રહેશે. અત્રે
નોંધનીય બાબત એ છે કે 19 માર્ચે ઓરિસ્સા, મણિપુર, બિહારમાં બેંકો બંધ રહેશે. નોંધનીય છે કે બેંકની રજાઓ દરેક રાજ્યમાં
અલગ-અલગ હોય છે. ભારતીય રિઝર્વ બેંક દર વર્ષની શરૂઆતમાં બેંક રજાઓની યાદી રાજ્ય
પ્રમાણે આપે છે.