Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

''પંચાયતની મહિલા સદસ્યો અશિક્ષિત છે એટલે પુરુષ સભ્યો આવે છે અને બેઠકનું સંચાલન કરે છે'' :મનસુખ ખાચરિયાનો બફાટ

આજે રાજકોટમાં ઉલટી ગંગા જોવાં મળી હતી. ભાજપ શાસિત રાજકોટ જિલ્લા પંચાયત માં કુલ 13 ભાજપના મહિલા સદસ્યો છે જેમાંથી 3 મહિલા સદસ્યો હાજર હતી, જ્યારે અન્ય મહિલા સદસ્યોના 'પંચપતિ' બેઠકમાં હાજર રહ્યાં હતા. સાથ જ મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા એ આ બેઠકમમાં બફાટ પણ કર્યો પ્રમુખે સ્વીકાર્યું સદસ્ય મહિલાઓ અશિક્ષિત છે. તેમણે કહ્યું કે રાજકોટ જિલ્લા પંચાયતની મહિલા સદ
  પંચાયતની મહિલા સદસ્યો અશિક્ષિત છે એટલે પુરુષ સભ્યો આવે છે અને બેઠકનું સંચાલન કરે છે    મનસુખ ખાચરિયાનો બફાટ
આજે રાજકોટમાં ઉલટી ગંગા જોવાં મળી હતી. ભાજપ શાસિત રાજકોટ જિલ્લા પંચાયત માં કુલ 13 ભાજપના મહિલા સદસ્યો છે જેમાંથી 3 મહિલા સદસ્યો હાજર હતી, જ્યારે અન્ય મહિલા સદસ્યોના 'પંચપતિ' બેઠકમાં હાજર રહ્યાં હતા. સાથ જ મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા એ આ બેઠકમમાં બફાટ પણ કર્યો પ્રમુખે સ્વીકાર્યું સદસ્ય મહિલાઓ અશિક્ષિત છે. તેમણે કહ્યું કે રાજકોટ જિલ્લા પંચાયતની મહિલા સદસ્યો અશિક્ષિત છે એટલે પુરુસ સભ્યો બેઠકમાં આવે છે અને બેઠકનું સંચાલન કરે છે. ભાજપ શાસિત જિલ્લા પંચાયતમાં કુલ 13 ભાજપના મહિલા સદસ્યો છે જેમાંથી આજે માત્ર 3 મહિલા સદસ્યો હાજર રહી હતી. 
 
વડાપ્રધાને મહિલા પ્રધાન મોદીએ 'પંચ પતિ'  શબ્દ પ્રયોગ કર્યો હતો
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યાં હતાં. જ્યાં તેમણે  અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે  ગુજરાત પંચાયત મહાસંમેલન યોજાયું હતું જેમાં  વડાપ્રઘાને આ બાબતે ખૂશી વ્યક્ત કરી હતી કે ગુજરાતમાં  દેશના લોકોને ખબર નહીં હો કે ગુજરાતની પંચાયતોમાં પુરુષો કરતા વધારે પ્રતિનિધિત્વ મહિલાઓ કરી રહી છે. તે  ગુજરાતનું સદભાગ્ય છે આપણે ત્યાં સમરસ ગ્રામ પંચાયતનો એક વિચાર બધા ગામડાઓએ સ્વીકાર્યો છે. તેણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે હરિણાયા જેવા રાજ્યમાં મહિલા સરપંચ હોય છે પણ બધો વહીવટ તેમના 'પંચ પતિ' કરતાં હોય છે. આ માટે તેમણે પંચપતિ એવો શબ્દ પણ વાપર્યો હતો. 

સભ્યોની નારાજગી દૂર કરવા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા મધ્યસ્થી 
આજે રાજકોટમાં જિલ્લા પંચાયતની સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપર સભ્યોની તડાફડી સર્જાઇ હતી. સાથે જ આ બેઠકમાં મીડિયાને સંકલન સમિતિ બેઠક થી દુર રાખવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર સામે  પંચાયતના સભ્યોમાં નારાજ છે. તેથી સભ્યોની નારાજગી દૂર કરવા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા મધ્યસ્થી બન્યાં છે.  જેથી ઘીના ઠામમાં ઘી પડે  તે માટે મનસુખ ખાચરિયાનો પ્રયાસ છે. સાથે જ  ભાજપનો આંતરિક ખટરાગ બહાર ન આવે તેવા પ્રયાસો પણ હાથ ધરાયાં છે. 
Advertisement
Tags :
Advertisement

.