Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'સારે બોલો બેવફા, જોર સે બોલો બેવફા' ગીત રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી

અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડેનું નવું ગીત રિલીઝ થઈ ગયું છે. જે છે 'સારે બોલો બેવફા'. આ ગીતમાં અક્ષય કુમાર બચ્ચન પાંડે તેની ગેંગ સાથે એક લગ્નમાં હંગામો કરતો જોવા મળે છે. સાથે જ જબરદસ્ત ફાયરિંગ કરી રહ્યો છે. ગીત જોઈને લાગે છે કે કદાચ તેનો મિત્ર પ્રેમમાં છેતરાઈ ગયો છે અને બચ્ચન પાંડે ત્યાં તેની ગેંગ સાથે 'સારે બોલો બેવફા' ગાઈને દુલ્હનને જેલેસ ફીલ કરાવે છે.  હાર્ટબ્રેક પ્રેમીઓ માટે  અકà
 સારે બોલો બેવફા  જોર સે બોલો બેવફા  ગીત રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી
અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડેનું નવું ગીત રિલીઝ થઈ ગયું છે. જે છે 'સારે બોલો બેવફા'. આ ગીતમાં અક્ષય કુમાર બચ્ચન પાંડે તેની ગેંગ સાથે એક લગ્નમાં હંગામો કરતો જોવા મળે છે. સાથે જ જબરદસ્ત ફાયરિંગ કરી રહ્યો છે. ગીત જોઈને લાગે છે કે કદાચ તેનો મિત્ર પ્રેમમાં છેતરાઈ ગયો છે અને બચ્ચન પાંડે ત્યાં તેની ગેંગ સાથે 'સારે બોલો બેવફા' ગાઈને દુલ્હનને જેલેસ ફીલ કરાવે છે. 
 
હાર્ટબ્રેક પ્રેમીઓ માટે  અક્ષયની હોલી ગિફ્ટ
રિલિઝ થયાંના થોડા જ સમયમાં આ ગીતને યુટ્યુબ પર 6 મિલિયન વખત જોવામાં આવ્યું છે. આ ગીત બી પ્રાકે ગાયું છે. સાથે જ ગીતમાં અક્ષય કુમારની એનર્જી પણ જોવા જેવી છે. હાર્ટબ્રેક પ્રેમીઓને આ ગાત ખાસ ગમશે. ગીતમાં, બચ્ચન પાંડે તેની ગેંગ સાથે એક છોકરીના લગ્નમાં એન્ટર થઇ રહ્યો છે અને 'બેવફા' ગાઈને દુલ્હનને અપમાનિત કરી રહ્યો છે. આ ગીત બી પ્રાક દ્વારા ગાયું છે અને ગીત જાની દ્વારા લખવામાં આવ્યું છે. વીડિયોની શરૂઆતમાં અક્ષય કુમાર કૃતિ સેનન સાથે વાત કરતા જોવા મળે છે. તે કહે છે કે  છે, 'ઓંર ડાયરેક્ટર તોહરી સ્ક્રિપ્ટ મેં હમરા દહેશત હૈ, હમારા કીલીંગ હૈ લેકિન એક ચાઝ મિંસિંગ હે જો સિનેમાવાલોકો બહપત પસદં હે , એન્ટરટેઇન્મેન્ટ..' તે પછી ગીત શરૂ થાય છે.

લગ્નમાં પ્રસંગમાં કર્યો  હંગામો 
અક્ષય કુમારની આગામી ફિલ્મ 'સારે બોલો બેવફા, જોર સે બોલો બેવફા' ગીત રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી ગયું છે. હાર્ટબ્રેક પ્રેમીઓને ખાસ કરીને આ ગમશે. બચ્ચન પાંડે તેની એક પાર્ટનરની ગર્લફ્રેન્ડના લગ્નમાં હંગામો મચાવતો જોવા મળે છે. તે 'જોરસે બોલો જયમાતા દીના લહેકામાં  'સારે બોલો બેવફા, આવાઝ ના આયી બેવફા' ધુન પર ગાય છે. બચ્ચન પાંડે ફિલ્મમાં અક્ષયનો લૂક પણ ખૂબ ચર્ચામાં રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે અરશદ વારસી, જેકલીન ફર્નાન્ડીઝ, પંકજ ત્રિપાઠી, પ્રતીક બબ્બર અને સંજય મિશ્રા છે. આ ફિલ્મ ક્રિસમસ 2020માં રિલીઝ થવાની હતી. તે કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મ 18 માર્ચ 2022ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.
Advertisement
Tags :
Advertisement

.