બીગ બીનો શાનદાર અભિનય જોવા એક વાર તો જોવી પડે 'ઝૂંડ'
આપણી આસપાસની સાફ અને સુંગર દેખાતી દુનિયાની પેલે પાર પણ એક દુનિયા છે. જેને કદાચ આપણે ઘણી નફરત કરીએ છીએ. આ દુનિયાથી આપણે હંમેશા એક સેફ અંતર બનાવીને જીવીએ છીએ....આ આપણી જ આસપાસની ગંદી દેખાતી વસ્તીની જ વાર્તા છે. ..ઝૂંપડપટ્ટીમાં દેખાતા આ લોકો પણ સંવેદના સભર 'માણસો' છે. આ વાર્તને ડાયરેક્ટર નાગરાજ મંજૂલે બીગ બી અભિતાભ સાથે બખૂબી ફિલ્માવી છે. આ ફિલ્ની વાર્તા વિજય બરસેના જીવન પર આધારિત છે. વિàª
આપણી આસપાસની સાફ અને સુંગર દેખાતી દુનિયાની પેલે પાર પણ એક દુનિયા છે. જેને કદાચ આપણે ઘણી નફરત કરીએ છીએ. આ દુનિયાથી આપણે હંમેશા એક સેફ અંતર બનાવીને જીવીએ છીએ....આ આપણી જ આસપાસની ગંદી દેખાતી વસ્તીની જ વાર્તા છે. ..ઝૂંપડપટ્ટીમાં દેખાતા આ લોકો પણ સંવેદના સભર 'માણસો' છે. આ વાર્તને ડાયરેક્ટર નાગરાજ મંજૂલે બીગ બી અભિતાભ સાથે બખૂબી ફિલ્માવી છે.
આ ફિલ્ની વાર્તા વિજય બરસેના જીવન પર આધારિત છે. વિજય એક રિટાયર સ્પોર્ટસ પ્રોફેસર છે, તેમણે ઝૂંપડ પટ્ટીમાં રહેનારા અનેક બાળકોને ફૂટબોલની ટ્રેનીંગ આપી છે. આ માટે વિજયે 'સ્લમ સોકર' નામની એન.જી.ઓ પણ બનાવી છે. અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં વિજયનું પાત્ર ભજવી રહ્યાં છે. વિજય આમીર ખાનની સત્યમેવ જયતે સિઝનનો પણ ભાગ રહી ચૂક્યાં છે.
બીગ બીનું શાનદાર જાનદાર પ્રર્ફોન્મન્સ
રિટાયર પ્રોફેસરના રોલમાં કમાલ કરી છે. વિજયના પાત્રને બીગ બીએ બખૂબી નિભાવ્યું. સૌથી સારી બીબત એ છે તેમણે અન્ય કોઇપણ કલાકારને ઓવર શેડો કર્યા નથી, સ્ક્રીન પર અન્ય નવોદિત કલાકારોના પર્ફોમન્સને વધુ ઉત્કૃષ્ટ બનાવવામાં મદદ કરતાં જોવાં મળ્યાં છે. આ ફિલ્મમાં અંકુશ મસરામ ઉર્ફે ડોન અને બાબુના પાત્રોએ પણ કમાલ કરી છે. આ ફિલ્મમાં નાગરાજની ફિલ્મ સેરાટના રીન્કુ રાજગુરુ અને આકાશ થોસાર પણ ફિલ્માં જોવાં મળ્યાં છે.બંન્નેએ અહીં પણ સારું કામ કર્યુ છે.
ડાયરેક્શનની જો વાત કરવામાં આવે તો મંજૂલે રિયલ લાઇફ અને રીલ લાઇફનું સારુ બેલેન્સ જાળવ્યું છે. આ ફિલ્મમાં તેઓ તમને એક્ટીંગ કરતાં પણ નજરે પડશે.આ ફિલ્મની વાર્તા પણ નાગરાજે પોતે લખી છે. સાથે જ આ પ્લોટને બખૂબી ફિલ્માવી છે. આ ફિલ્મ તેમને ચોક્ક્સ શરુઆતથી એમત સુધી પકડી રાખશે. કલરફુલ કિરદારોથી ભરેલી આ ફિલ્મનો ફર્સ્ટ હાફ ઘણો એનર્જીથી ભરેલો છે, સાથે જ ઇન્ટરવલ પછી ફિલ્મ ડ્રામાથી ભરપુર છે. સાથે જ ફિલ્મમાં ઘણાં સામાજિક મુદ્દો પણ ઉઠાવ્યાં છે. જેમાં જાતિવાદ, મહિલાઓના અધિકાર,સમાજની જજમેન્ટલ માનસિકતા સંદર્ભે ઘણાં પ્રશ્નો ઉભા થયાં છે. ફિલ્મનું મ્યુઝિક અજય અતુલે આપ્યું છે. ફિલ્મ જોતાં તે તમને ક્યાંક ખૂબ લાંબી લાગશે. ફિલ્મનું મ્યુઝિક નબળું છે. પરંતુ એક વાર ચોક્કસ જોઇ શકાશે.
Advertisement