Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ બાહોશ કચ્છી ગુજરાતણ બની યુક્રેનના વિદ્યાર્થીઓ માટે તારણહાર

'રોજ કરતાં એ દિવસે જાણે બધું થંભી ગયુ હતું., કંઇક અમંગળના એંધાણ આકાશથી ધરા સુધી ફીલ કરી શકાતા કાળા વાદળો હતાં. કાળા સમુદ્રની કાળાશમાં લોહિયાળ જંગના ભણકાર વાગી રહ્યાં હતાં. પરિસ્થિતિ ખૂબ જ તંગદીલી ભરેલી લાગતી હતી.'  આ શબ્દો છે એર ઇન્ડિયાની પાયલોટ દિશા ગડાના. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ગત મંગળવારે પોતાના સિનિયરોની ટીમ સાથે યુક્રેન રવાના થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટે યુદ્ધ શરૂ
06:53 AM Mar 05, 2022 IST | Vipul Pandya
'રોજ કરતાં એ દિવસે જાણે બધું થંભી ગયુ હતું., કંઇક અમંગળના એંધાણ આકાશથી ધરા સુધી ફીલ કરી શકાતા કાળા વાદળો હતાં. કાળા સમુદ્રની કાળાશમાં લોહિયાળ જંગના ભણકાર વાગી રહ્યાં હતાં. પરિસ્થિતિ ખૂબ જ તંગદીલી ભરેલી લાગતી હતી.'  આ શબ્દો છે એર ઇન્ડિયાની પાયલોટ દિશા ગડાના. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ગત મંગળવારે પોતાના સિનિયરોની ટીમ સાથે યુક્રેન રવાના થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટે યુદ્ધ શરૂ થતાં આપાતકાલીન પરિસ્થિતીમાં તેમણે તુરંત પરત ફરવું પડ્યું હતું. તે 242 ભારતીયોને પરત લઈને આવી હતી.' આ શબ્દો છે યુક્રેન રશિયા વોરની પ્રથમ દર્શી કચ્છી મહિલા પાયલોટ દિશા ગડાના. કે જે વિશ્વમાં ચર્ચાસ્પદ થયેલા વોરની સાક્ષી બની હતી. એર ઇન્ડિયાની ફ્લાઈટમાં અન્ય ચાર વરિષ્ઠ ક્રુ મેમ્બરો સાથે વાયા કાળા સમુદ્રને પરથી દિશા ગડા નામની આ યુવા પાયલોટ યુક્રેનની રાજધાની કિવ સ્થિત બોરિસ્પિલ ઇન્ટરનેશનલ એરપોર્ટ થી 80 નોટિકલ માઈલ દૂર હતી. આ એવો સમય હતો જ્યારે યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધનું રણશિંગુ ફૂકાંઇ ગયું હતું. જેથી અન્ય સિનિયરોના માર્ગદર્શન હેઠળ હવાઇ અડ્ડા પર નિયત કરતા ઓછા સ્પેસમાં પ્લેન લેન્ડ કર્યું હતું. ત્યાર બાદ એર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓએ ત્યાંની એરપોર્ટ ઓથોરિટી સાથે વાટાઘાટ કરી એક કલાકના ટૂંકા સમયગાળામાં યુક્રેનથી ભારત આવવા માંગતા મેડિકલના 242 છાત્રોની ફર્સ્ટ બેચને પરત મુંબઈ લાવી તેમના માટે તારણહાર સાબિત થયી હતી. ત્યાર બાદ સર્જાયેલી ભયાનક પરિસ્થતિથી આપણે સહુ વાકેફ છીએ.  
સમગ્ર વિશ્વ સ્તરે હાલમાં રશિયા યુક્રન યુદ્ધના કારણે તંગદીલી ભરી પરિસ્થિતિ સર્જાઇ છે. અત્યાર સુધીમાં 10 હજાર થી વધુ  ભારતીય વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફરી ચૂક્યા છે. આ ભયાનક માહોલ વચ્ચે પણ આ ગુજરાતણે ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં પોતાની જવાબદારીને બખૂભી નિભાવી છે. અને આ લખાય છે. ત્યારે પણ દિશા ભારતીયોને યુદ્ધ ભરી પરિસ્થિતિ માંથી  હેમખેમ પરત લાવવાના 'મિશન ગંગા' માં જોડાયેલી છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે છાત્રોને પરત લાવવામાં મદદરૂપ થનાર ટીમમાં પાયલોટ દિશા ગડા કચ્છ જિલ્લાના મોટી તુંબડી ગામના વતની કચ્છના લીનાબેન જયેશ ગડાની દીકરી છે. તેમણે મુંબઇથી પોતાનું સ્ટડી પૂરું કર્યું હતું. છેલ્લાં 5 વર્ષથી એર ઇન્ડિયામાં પોયલોટ તરીકે જોડાયેલી છે. દિશા હાલમાં દિલ્હી ખાતે રહે છે. આ પહેલાં પણ કોરોના કપરાં કાળમાં પણ દિશા એ વિદ્શમાં વસતાં ભારતીયોને સ્વદેશ લાવવામાં મદદ કરી છે.
દીકરી હવાઈ સફરે હોવાથી વધુ માહિતી આપતાં માતા લીનાબેન ગડાએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતાં કહ્યું હતું કે , પુત્રી એર ઇન્ડિયામાં પાયલોટ તરીકે ફરજ બજાવે છે. અમારા ફેમિલીમાંં 3 પાયલોટ છે. બાળપણથી જ દીકરીને મિલિટ્રીમાં જોડાવવાની ઇચ્છા હતી. મુંબઇખાતે થીકોમર્શિયલ પાયલોટ દિશા આદિત્ય મન્નુરને પરણી મુંબઈ ખાતે સ્થાયી છે. દિશા ગડાની હિમ્મત માટે  કચ્છી જૈન સમાજમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.
 પૂરક માહિતી - અંકુર છાયા (કચ્છ)
Tags :
GujaratFirstgujaratiladypilotkuctch
Next Article