Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહાઠગ સુકેશના લિસ્ટમાં સારા અલી ખાન અને જાહ્નનવી કપૂર પણ ટાર્ગેટ હતાં

 32 વર્ષીય મહાઠગ સુકેસ ચેદ્રશેખર  કે જેણે બોલિવુડની સુંદર અભિનેત્રીઓને મોંધીદાટ ગિફ્ટો મોકલીને તેમને ઝાંસામાં ફસાવી તેમના પર કરોડો રુપિયા લૂંટાવી તેમને પ્રેમમાં ફસાવવા માંગતો હતો.આ સુકેશ વિશે હવે આજે એક ચોંકાવનારો ખુલાસો થયો છે.ઇ.ડીની તપાસમાં હવે સામે આવ્યું છે કે, જેલમાં બંધ સુકેશના સંપર્કમાં જેકલિન ફનાન્ડિઝ જ નહીં પણ નોરા ફતેહી અને અન્ય ત્રણ હિરોઇનો પણ હતી. મિડીયા રિપોર્ટ મà«
મહાઠગ સુકેશના લિસ્ટમાં સારા અલી ખાન અને જાહ્નનવી કપૂર પણ ટાર્ગેટ હતાં
 
32 વર્ષીય મહાઠગ સુકેસ ચેદ્રશેખર  કે જેણે બોલિવુડની સુંદર અભિનેત્રીઓને મોંધીદાટ ગિફ્ટો મોકલીને તેમને ઝાંસામાં ફસાવી તેમના પર કરોડો રુપિયા લૂંટાવી તેમને પ્રેમમાં ફસાવવા માંગતો હતો.આ સુકેશ વિશે હવે આજે એક ચોંકાવનારો ખુલાસો થયો છે.ઇ.ડીની તપાસમાં હવે સામે આવ્યું છે કે, જેલમાં બંધ સુકેશના સંપર્કમાં જેકલિન ફનાન્ડિઝ જ નહીં પણ નોરા ફતેહી અને અન્ય ત્રણ હિરોઇનો પણ હતી. મિડીયા રિપોર્ટ મુજબ સુકેશના સંપર્કમાં સારા અલી ખાન, જાહ્નવી કપૂર અને ભૂમિ પેડનેકર પણ હતાં. સુકેશ ચેદ્રશેખરે તેમને પણ મોંધી દાટ ગિફ્ટો આપવા માટે ઠગાઇના પૈસાનો ઉપયોગ પણ કર્યો હતો.

અદિતિસિંહ પાસેથી તેમના પતિને જેલ માંથી છોડાવવા 215 કરોડ રુપિયા પડાવ્યાં
32 વર્ષીય મહાઠગ ચંદ્રશેખર રૈનબેક્સી કંપનીના માલિકની પત્ની અદિતિ સિગ પાસેથી 215 કરોડ રુપિયાની ઠગાઇ કરવાના આરોપસર દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. જેલમાં બંધ હોવા છતાં તેણે ક્યારેક ગૃહ સચિવ તો ક્યારેક ગૃહમંત્રી અમિતશાહના પ્રતિનિધિ અને પ્રધાન મંત્રી કાર્યાલયના પ્રતિનિધિ તરીકે અદિતિસિંહ પાસેથી તેમના પતિને જેલ માંથી છોડાવવા માટે 215 કરોડ રુપિયા પડાવ્યાં હતાં. સુકેશે આ પૈસાનો ઉપયોગ  બોલિવુડની ખ્યાતનામ અભિનેત્રી સાથે કર્યો હતો.  જેમાં જેકલીન ફનાન્ડિઝ અને નૌરા ફતેહી જોડે ઠગાઇ કરી હતી. હવે  ઘચસ્ફોટ થયો છે કે  સુકેશના નિશાન પર સારા અલી ખાન, જાહ્નવી કપૂર અને ભૂમિ પેડનેકર પણ હતાં. 

સુકેશે સારાને ઘણી વખત કાર ગિફ્ટ કરવાની ઓફર કરી
સુકેશે મે 2021માં સારા અલી ખાનને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું. 21 મે 2021ના દિવસે સુકેશે સૂરજ રેડ્ડી તરીકે સારાને  વોટ્સ એપ મેસેજ દ્વારા સંપર્ક વધારવાનો પ્રયાસ કર્યો. વોટ્સએપ ચેટમાં સુકેશે સારાને ઘણી વખત કાર ગિફ્ટ કરવાની ઓફર કરી છે. રિપોર્ટ અનુસાર સારાએ ઘણી વખત ગિફ્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. પરંતુ તેના ઘણાં પ્રયાસો બાદ સારાએ ચોકલેટ બોક્સ લેવા કન્વિન્સ થઇ હતી. સુકેશે સારા અલી ખાનને ચોકલેટની સાથે મોંઘી ઘડિયાળ પણ ગિફ્ટ કરી  હતી.

સારાને ચોકલેટ સાથે ફ્રેન્ક મુલર ઘડિયાળ મોકલી
ઇડીના અધિકારીઓએ આ ગિફ્ટના સંબંધમાં સારાની પૂછપરછ કરી હતી. 14 જાન્યુઆરી, 2022 ના રોજ તપાસ એજન્સીને લખેલા પત્રમાં, સારાએ તપાસકર્તાઓને જણાવ્યું હતું કે ,મે સતત સુકેશની ઓફર ઠુકરાવી હતી. સારાએ EDને એ પણ જણાવ્યું કે સુકેશ ઉર્ફે સૂરજને અનેક પ્રસંગોએ ના પાડ્યા બાદ તે તેની પાસેથી ચોકલેટનું બોક્સ લેવા રાજી થઈ હતી. બાદમાં સુકેશે તેની સાથે મિત્રતા કરવા તેને ચોકલેટ સાથે ફ્રેન્ક મુલર ઘડિયાળ મોકલી હતી. ફ્રેન્ક મુલર એક લક્ઝરી બ્રાન્ડ છે જેની કિંમત ભારતમાં લાખો રૂપિયા છે.
જ્હાન્વી કપૂરને લાખોની ભેટ આપી
અભિનેત્રી જ્હાન્વી કપૂરને સુકેશે તેની પત્ની લીના મારિયા પોલ દ્વારા નિશાન બનાવાઇ હતી. જ્હાન્વીને અંદાજીત 18 લાખ રૂપિયાથી વધુ રુપિયાના ગિફ્ટ અપાઇ હતી. આ એ જ પૈસા છે જે સુકેશે અદિતિ સિંહ પાસેથી વસૂલ કર્યા હતા. લીના મારિયા પૉલે નેઇલ આર્ટિસ્ટરી નામના સલૂનના માલિક તરીકે જાહ્નવીનો સંપર્ક કર્યો અને 19 જુલાઈ 2021ના રોજ બેંગલુરુમાં તેના સલૂનના ઉદ્ઘાટન માટે તેને આમંત્રણ આપ્યું.
ભૂમિ પેડનેકરને પોતાની 'શેખર' તરીકે  ઓળખઆણ આપી
સુકેશ ચંદ્રશેખરની નજર બીજી બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકર પર ટકેલી હતી. સુકેશની આસિટન્ટ પિંકી ઈરાની દ્વારા નિશાન કરાઇ હતી., જેણે જાન્યુઆરી 2021માં ન્યૂઝ એક્સપ્રેસ પોસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ HR હોવાનો ઢોંગ કરીને ભૂમિનો સંપર્ક કર્યો હતો. પિંકીએ ભૂમિને કહ્યું હતું કે, તેના ગ્રૂપના ચેરમેન સૂરજ (સુકેશ ચંદ્રશેખર) તેના ફેન છે અને તેની સાથે એક મોટા પ્રોજેક્ટ વિશે વાત કરવા માંગે છે. તે તેને એક કાર પણ ગિફ્ટ કરવા માંગે છે. બીજા દિવસે સુકેશ ચંદ્રશેખરે ભૂમિનો સંપર્ક કર્યો અને પોતાની 'શેખર' તરીકે  ઓળખઆણ આપી હતી.અને તેણે ભૂમિને ઝાંસામાં લેતાં કહ્યું કે "મારા મિત્ર ઈરાનીએ કેટલાક પ્રોજેક્ટ્સ અને કાર વિશે તમારો સંપર્ક કર્યો હશે જે હું તમને ભેટ આપવા માંગુ છું." 

કાર ગિફ્ટ કરવાની ઓફર કરી 
ત્યારબાદ  મે 2021માં, પિંકી ઈરાનીએ ભૂમિને એક મેસેજ મોકલ્યો કે સૂરજ (સુકેશ ચંદ્રશેખર) અબજોપતિ છે અને તેઓ તેમના મિત્રોને ભેટ આપવાનું તેમને ગમે છે,  તેથી તે તેને કાર ગિફ્ટ કરવા માંગે છે .તે જ દિવસે, સુકેશે ફરીથી ભૂમિનો સંપર્ક કર્યો  હતો અને પોતાને NEગ્રુપના સૂરજ તરીકે ઓળખાવ્યો. ભૂમિએ EDઅધિકારીઓને ખુલાસો આપતા કહ્યું કે તેને સુકેશ ચંદ્રશેખર અથવા સૂરજ અથવા શેખર અથવા તેમના કોઈપણ સહયોગી તરફથી કોઈ  ગિફ્ટ મળી નથી.
Advertisement
Tags :
Advertisement

.