Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધાર્મિક અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિશ્રામગૃહ પર નહીં લાગે GST

ધાર્મિક અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવામાં આવતા ધર્મશાળા જ્યાં લોકો રોકાય છે, તેના પર GST નહીં લાગે. નાણામંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, ભાડા ઉપરાંત ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવામાં આવતા વિશ્રામગૃહો પર જીએસટી નહીં આપવો પડે. હકીકતમાં જોઈએ તો, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા ચલાવામાં આવતા વિશ્રામગૃહ જેનું ભાડૂ 1000 રૂપિયા પ્રતિ દિવસ છે, જીએસટી કાઉંસિલના નિર્ણય બàª
ધાર્મિક અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વિશ્રામગૃહ પર નહીં લાગે gst
ધાર્મિક અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવામાં આવતા ધર્મશાળા જ્યાં લોકો રોકાય છે, તેના પર GST નહીં લાગે. નાણામંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, ભાડા ઉપરાંત ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવામાં આવતા વિશ્રામગૃહો પર જીએસટી નહીં આપવો પડે.

હકીકતમાં જોઈએ તો, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા ચલાવામાં આવતા વિશ્રામગૃહ જેનું ભાડૂ 1000 રૂપિયા પ્રતિ દિવસ છે, જીએસટી કાઉંસિલના નિર્ણય બાદ 18 જૂલાઈ 2022 જીએસટી વસૂલવાનું શરૂ કર્યું હતું. હકીકતમાં જીએસટી કાઉંસિલે પોતાની 47 મી બેઠકમાં 1000 રૂપિયા સુધીના હોટલના રૂમ પર 12 ટકા જીએસટી લગાવાનો નિર્ણય કર્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, ધાર્મિક અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવામાં આવતા વિશ્રામગૃહ પર જીએસટી નહીં લાગે. CBIC તેના વિશે કેટલાય ટ્વિટ પણ કર્યા છે. 
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સે પોતાના ટ્વિટમાં કહ્યું કે, ધાર્મિક અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલવામાં આવતા વિશ્રામગૃહ જો ધાર્મિક સ્થળની બાઉન્ડ્રીની બહાર હશે, જે ટ્રસ્ટ દ્વારા ચલાવામાં આવે છએ, તો તેના પર જીએસટી લાગૂ થશે નહીં. સીબીઆઈસીના જણાવ્યા અનુસાર શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટિ ભાડા પર રૂમ આપવા પર જીએસટી છૂટ મેળવી શકે છે. 
Advertisement
Tags :
Advertisement

.