Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવુ નાણાકીય વર્ષ સરકારને ફળ્યુ, GSTએ તોડ્યા તમામ રેકોર્ડ

સરકાર માટે નવું નાણાંકીય વર્ષ ખુબ જ લાભદાયી નીવડ્યું છે. GST  કલેક્શને તેના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. ગયા મહિને GST કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ હતું. GST લાગુ થયા પછી પહેલીવાર GST કલેક્શન એક જ મહિનામાં 1.50 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. આ આંકડો નાણા મંત્રાલય દ્વારા રવિવારે જાહેર કરવામાં આવ્યો છે.નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ માર્ચ મહિનામાં જીએસટી કલેક્શન 1.42 લાખ àª
નવુ નાણાકીય વર્ષ સરકારને ફળ્યુ  gstએ તોડ્યા તમામ રેકોર્ડ
સરકાર માટે નવું નાણાંકીય વર્ષ ખુબ જ લાભદાયી નીવડ્યું છે. GST  કલેક્શને તેના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. ગયા મહિને GST કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ હતું. GST લાગુ થયા પછી પહેલીવાર GST કલેક્શન એક જ મહિનામાં 1.50 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. આ આંકડો નાણા મંત્રાલય દ્વારા રવિવારે જાહેર કરવામાં આવ્યો છે.
નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ માર્ચ મહિનામાં જીએસટી કલેક્શન 1.42 લાખ કરોડ રૂપિયા હતું. માર્ચની સરખામણીમાં એપ્રિલમાં જીએસટી કલેક્શન રૂ. 26 લાખ કરોડ વધ્યું છે. આર્થિક દૃષ્ટિકોણથી આ એક સારો સંકેત છે.
Advertisement

એપ્રિલ, 2022ના મહિના માટે એકત્ર કરાયેલ કુલ GST આવક રૂ. 1,67,540 કરોડ છે. જેમાંથી CGST રૂ. 33,159 કરોડ,  SGST રૂ. 41,793 કરોડ, IGST સહિત રૂ. 36,705 કરોડ માલની આયાત પર એકત્રિત (IGST) રૂ. 81,93 કરોડ છે. ઉપકર રૂ. 10,649 કરોડ છે. જેમાં સમાનની આયાત પર એકત્રિત રૂ. 857 કરોડનો સમાવેશ થાય છે.
સરકારે સીજીએસટી તરીકે રૂ. 33,423 કરોડ અને આઇજીએસટીમાંથી રૂ. 26962 કરોડ એસજીએસટી નક્કી કર્યા છે. નિયમિત સેટલમેન્ટ પછી એપ્રિલ 2022માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે રૂ. 66,582 કરોડ અને SGST માટે રૂ. 68,755 કરોડ છે. એપ્રિલ 2022ની આવક ગયા વર્ષના સમાન મહિનાની GST આવક કરતાં 20 ટકા વધુ છે.
માર્ચ 2022માં કુલ 7.7 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા. જે ફેબ્રુઆરી 2022માં જનરેટ થયેલા 68 કરોડ ઈ-વે બિલ કરતાં 13 ટકા વધુ છે. તે દેશમાં વ્યાપારિક ગતિવિધિઓની ઝડપી ગતિ દર્શાવે છે. આ વર્ષે એપ્રિલ દરમિયાન GSTR-3Bમાં 1.06 કરોડ GST રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. જેમાંથી માર્ચમાં 97 લાખ રિટર્ન ફાઈલ થયા હતા. એપ્રિલ 2021 દરમિયાન કુલ 92 લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા.
Tags :
Advertisement

.