ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મે મહિનામાં GST કલેક્શન ₹1.40 લાખ કરોડને વટાવી ગયું, જે વાર્ષિક ધોરણે 44 ટકાનો વધારો

છેલ્લા મહિના એટલે કે મે 2022ના GST કલેક્શનના આંકડા આવી ગયા છે અને તેમાં વાર્ષિક ધોરણે વધારો જોવા મળ્યો છે પરંતુ મહિનાના આધારે ઘટાડો જોવા મળ્યો છે. મે મહિનામાં જીએસટી કલેક્શન રૂ. 1,40,885 કરોડ થયું છે. વાર્ષિક ધોરણે, મે 2021માં GST કલેક્શન રૂ. 97,821 કરોડની સરખામણીમાં 44 ટકા વધારે છે. મે મહિનામાં કુલ રૂ. 1,40,885 કરોડના જીએસટી કલેક્શનમાંથી સીજીએસટી રૂ. 25,036 કરોડ હતું. GST કલેક્શનમાં SGST રૂ. 32,001 કરોડ રહ્યું. IGST રૂ. 73,345 કà
11:27 AM Jun 01, 2022 IST | Vipul Pandya

છેલ્લા મહિના એટલે કે મે 2022ના GST કલેક્શનના આંકડા આવી ગયા છે અને તેમાં
વાર્ષિક ધોરણે વધારો જોવા મળ્યો છે પરંતુ મહિનાના આધારે ઘટાડો જોવા મળ્યો છે. મે
મહિનામાં જીએસટી કલેક્શન રૂ.
1,40,885 કરોડ થયું છે.
વાર્ષિક ધોરણે
, મે 2021માં GST કલેક્શન રૂ. 97,821 કરોડની સરખામણીમાં 44 ટકા વધારે છે. મે મહિનામાં કુલ રૂ. 1,40,885 કરોડના જીએસટી
કલેક્શનમાંથી સીજીએસટી રૂ.
25,036 કરોડ હતું. GST કલેક્શનમાં SGST રૂ. 32,001 કરોડ રહ્યું. IGST રૂ. 73,345 કરોડ હતો (જેમાંથી રૂ. 37469 કરોડ માલની
આયાતમાંથી) તો સેસ રૂ.
10,502 કરોડ હતું (રૂ. 931 કરોડ માલની આયાતમાંથી આવ્યો હતો).




GST સિસ્ટમ લાગુ થયા બાદ આ ચોથી વખત છે
જ્યારે
GST કલેક્શન 1.40 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. માર્ચ 2022 થી સતત જીએસટી
કલેક્શન રૂ.
1.40 લાખ કરોડથી વધુના આંકડા પર આવી ગયું
છે.
નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર મહિના દર મહિનાના આધાર પર GST કલેક્શનમાં 16 ટકાનો ઘટાડો થયો છે. મે મહિનામાં રૂ. 1.40 લાખ કરોડનો GST જે એપ્રિલમાં રૂ. 1.68 લાખ કરોડ હતો તે અગાઉના મહિના કરતાં 16 ટકા ઓછો છે.

સતત 11મા મહિને GST કલેક્શન રૂ. 1 લાખ કરોડને વટાવી ગયું

ઉલ્લેખનીય છે કે, આ સતત 11મો મહિનો છે જ્યારે દેશનું GST કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. નાણા
મંત્રાલયના જણાવ્યા અનુસાર
, આ ખૂબ જ પ્રોત્સાહક છે અને જીએસટી
કલેક્શનમાં વધુ વેગ આવી શકે છે.

Tags :
BusinessGSTGSTcollectionGujaratFirstIndiangoverment
Next Article