ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

માણસાના ઇટાદરા ગામે યુવતીની છેડતી મુદ્દે મોડી રાત્રે જૂથ અથાડમણ, વાહનોમાં આગજની અને મંદિર પર હુમલો

ગુજરાતની શાંતિને જાણે કે કોઇની નજર લાગી હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં જે ઘટનાઓ બની રહી છે તેના કારણે સામાજિક શાંતિ અને સદ્ભાવ જોખમાયા છે. રામનવમીના અવસર પર હિંમતનગર અને ખંભતમાં થયેલી હિંસા બાદ હવે વધુ એક જગ્યાએ આ પ્રકારની ઘટના બની છે. ગાંધીનગરના માણસના ઇટાદરા ગામે શુક્રવારની રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઇ છે. જેણે ઉગ્ર સ્વરુપ ધારણ કર્યુ હતું.માણસાના ઇટાદરા ગા
08:12 AM Apr 16, 2022 IST | Vipul Pandya
ગુજરાતની શાંતિને જાણે કે કોઇની નજર લાગી હોય તેવું લાગે છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં જે ઘટનાઓ બની રહી છે તેના કારણે સામાજિક શાંતિ અને સદ્ભાવ જોખમાયા છે. રામનવમીના અવસર પર હિંમતનગર અને ખંભતમાં થયેલી હિંસા બાદ હવે વધુ એક જગ્યાએ આ પ્રકારની ઘટના બની છે. ગાંધીનગરના માણસના ઇટાદરા ગામે શુક્રવારની રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઇ છે. જેણે ઉગ્ર સ્વરુપ ધારણ કર્યુ હતું.
માણસાના ઇટાદરા ગામે યુવતીની છેડચતી મુદ્દે બે જૂથ સામસામે આવી ગયા હતા. ત્યારબાદ બંને જૂથ વચ્ચે ઘર્ષણ થયું અને જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ કેટલાક તોફાની તત્વો દ્વારા તોડફોડ અને આગજની પણ કરવામાં આવી હતી. ખાસ કરીને વાહનોમાં તોડફોડ કરીને આગ ચાંપી હતી. લગભગ ત્રણ જેટલા વાહનોમાં આગ ચાંપી હોવાની માહિતિ મળી રહી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. 
તોફાની ટોળાએ વાહનો સિવાય મંદિરમાં પણ તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. મંદિરની બહાર જે સ્ક્રિન લગાવવામાં આવી હતી તેમાં તોડફો કરી હતી. આ સિવાય ગામમાં ધાર્મિક કાર્યક્રમ માટે લગાવામાં આવેલા LEDમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાન કારણે ગામનું વાતાવરણ ઉગ્ર બન્યું હતું.
ઇટાદરામાં આગચાંપી અને તોડફોડ બાદ સમગ્ર ગાંધીનગર જિલ્લાની પોલીસ ગામમાં પહોંચી હતી. SP, ACP, PI  કક્ષાના  અધિકારીઓ સહિત પોલીસનો ખડકલો ગામમાં ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તોફાની તત્વોને પકડવામાં આવ્યા હતા. પોલીસે 6 જેટલા આરોપીને રાઉન્ડઅપ કર્યા છે. આ સિવાય આખી રાતપોલીસે ગામમાં ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું.
Tags :
GandhinagarGroupclashGujaratFirstITADARAVILLAGEMansaઇટાદરાગામગાંધીનગરજુથઅથડામણપોલીસમાણસાયુવતીનીછેડતી
Next Article