Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધૂળેટીના પર્વમાં અમદાવાદના ગોમતીપુરમાં જૂથ અથડામણ

અમદાવાદના  ગોમતીપુર વિસ્તારમાં ધૂળેટીના પર્વ દરમિયાન  જૂથ અથડામણ થતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ 5 લોડિંગ રીક્ષાના કાચ તોડયા હતા. ઘટનાના પગલે પોલીસે તુરત જ સ્થળ પર ધસી જઇ મામલો સંભાળી લીધો હતો. રંગ રંગવા બાબતે થઇ જૂથ અથડામણ હોળી ધૂળેટીના પર્વ નિમીત્તે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પોલીસ તંત્રને એલર્ટ કરી દેવાયુ હતું. પોલીસનું સઘન ચેકીંગની સાથે  નશો કરીનà«
ધૂળેટીના પર્વમાં અમદાવાદના ગોમતીપુરમાં જૂથ અથડામણ
અમદાવાદના  ગોમતીપુર વિસ્તારમાં ધૂળેટીના પર્વ દરમિયાન  જૂથ અથડામણ થતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ 5 લોડિંગ રીક્ષાના કાચ તોડયા હતા. ઘટનાના પગલે પોલીસે તુરત જ સ્થળ પર ધસી જઇ મામલો સંભાળી લીધો હતો. 
રંગ રંગવા બાબતે થઇ જૂથ અથડામણ 
હોળી ધૂળેટીના પર્વ નિમીત્તે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં પોલીસ તંત્રને એલર્ટ કરી દેવાયુ હતું. પોલીસનું સઘન ચેકીંગની સાથે  નશો કરીને ફરતા તત્વો સામે પણ કડક ચેકીંગ શરુ કરાયું હતું. દરમિયાન, ધૂળેટીની સમી સાંજે અમદાવાદના ગોમતીપુર વિસ્તારનમાં આવેલા  આમ્રપાલી થિયેટર પાસે હોળીના રંગ રંગવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. હોળીના રંગ રંગવાના મુદ્દે બોલાચાલી થયા બાદ ટોળા આમને સામને આવી ગયા હતા અને અથડામણ થતાં ઉશ્કેરાયેલા ટોળાએ ત્યાં પાર્ક કરાયેલી લોડીંગ રીક્ષાઓના કાચ તોડી તોડફોડ કરી હતી  જેમાં 5 લોડિંગ રીક્ષાને નુકશાન થયું હતું. જો કે ઘટનાના પગલે પોલીસ સ્થળ પર ધસી ગઇ હતી અને પરિસ્થિતી સંભાળી લીધી હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલીંગ  કરીને  સ્થિતી પર ચાંપતી નજર રાખી હતી અને આમ્રપાલી થિયેટરની આસપાસ  પોલીસ નો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. 
Advertisement
Tags :
Advertisement

.