જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષા દળો પર ગ્રેનેડ એટેક, બે પોલીસકર્મી ઘાયલ
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા થોડા સમયથી સેના અને પોલીસના જવાનો પર આતંકીઓ દ્વારા હુમલા થવાની ઘટનામાં નોંધપાત્ર થઇ રહ્યો છે. પોલીસ અને સેના દ્વારા આતંકીઓ સાને જે અભિયાન શરુ કરાયું છે, તેનાથી ગભરાયેલા આતંકવાદીઓ હવે તેમને જ નિશાન બનાવી રહ્યા છે. બુધવારે આ પ્રકારની વધારે એક ઘટના બની છે. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા પરી એક વખત સુરક્ષા દળો પર હુમલો કરવામાં આવ્યો છે.શ્રીનગરમાં ગ્રેનેડ એàª
05:06 PM Mar 23, 2022 IST
|
Vipul Pandya
જમ્મુ કાશ્મીરમાં છેલ્લા થોડા સમયથી સેના અને પોલીસના જવાનો પર આતંકીઓ દ્વારા હુમલા થવાની ઘટનામાં નોંધપાત્ર થઇ રહ્યો છે. પોલીસ અને સેના દ્વારા આતંકીઓ સાને જે અભિયાન શરુ કરાયું છે, તેનાથી ગભરાયેલા આતંકવાદીઓ હવે તેમને જ નિશાન બનાવી રહ્યા છે. બુધવારે આ પ્રકારની વધારે એક ઘટના બની છે. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા પરી એક વખત સુરક્ષા દળો પર હુમલો કરવામાં આવ્યો છે.
શ્રીનગરમાં ગ્રેનેડ એટેક
શ્રીનગર જિલ્લાના રૈનાવારી વિસ્તારમાં આતંકીઓ દ્વારા સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો છે. આ હુમલાની અંદર બે પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ઘાયલ થયેલા પોલીસકર્મીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવ્યા બાદ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
આ અંગે માહિતી આપતા જમ્મુ-કાશ્મીરના એક અધિકારીએ જણાવ્યું કે બુધવારે રાત્રે મધ્ય કાશ્મીરના શ્રીનગર જિલ્લાના રૈનાવારી વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યો હતો. આ ગ્રેનેડ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ બંને પોલીસકર્મીઓની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
સેનાની કાર્યવાહીથી આતંકીઓ ડર્યા
જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેના બંને છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકવાદ વિરોધી અભિયાન ચલાવી રહ્યા છે. જેના કારણે આતંકીઓમાં ભય જોવા મળી રહ્યો છે. જેથી આતંકવાદીઓએ હવે છુપાઈને હુમલાઓ કરવાનું શરૂ કરી દીધું છે. જેના ભાગરુપે તેઓ પોલીસના વાહનો પર ગ્રેનેડ ફેંકે છે. આ સિવાય સુરક્ષાદળોની ટુકડી પર ગોળીબારની પણ ઘટના બની છે.
Next Article