પ્રથમ T20માં ભારતની શાનદાર જીત, શ્રીલંકાને 2 રનથી હરાવ્યું
આજની પહેલી ટી20 મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેંટિગ કરીને ભારતની ટીમે શ્રીલંકાને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમે આજે 5 વિકેટના નુકશાન પર 162 રન બનાવ્યા હતા. ભારતીય ટીમના ઓપનર ઈશાન કિશને ટીમને સારી શરુઆત અપાવી હતી. ભારતીય ટીમ માટે વર્ષ 2023નો પહેલો છગ્ગો અને ચોક્કો ઈશાન કિશનની બેટથી આવ્યો હતો. ટી20માં ડેબ્યુ કરનાર શુભમન ગિલ 7 રન બનાવી આઉટ થયો હતો.સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસંગ પણ સારી બેંટિગ કરવામાં અસફળ રહ્યા હતા. શ્રીલંકાના સ્પિનરોએ આ ઈનિંગ્સમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ.
સૂર્યકુમાર યાદવ 7 રન અને સંજુ સેમસંગ 5 રન બનાવીને આઉટ થયા હતા. ભારતીય ટીમના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાએ 27 બોલમાં 29 રન ફટકાર્યા હતા. દીપક હુડ્ડાએ મેચમાં 23 બોલમાં 41 રન બનાવ્યા હતા, જેમાં 4 છગ્ગા અને 1 ચોક્કા માર્યા હતા. જ્યારે અક્ષર પટેલે 20 બોલમાં 31 રન બનાવ્યા હતા. આ મેચમાં તેણે 1 છગ્ગા અને 3 ચોક્કા ફટકાર્યો હતો.
શ્લીલંક સામેની ટી 20 સીરિઝમાં પહેલી મેચ આજે મુંબઈમાં રમાઈ હતી. હવે બીજી ટી20 મેચ 5 જાન્યુઆરીના રોજ પુણેમાં રમાશે, જ્યારે અંતિમ અને ત્રીજી ટી20 મેચ ગુજરાતના રાજકોટમાં 7 જાન્યુઆરીના રોજ રમાશે.
હેડ ટુ હેડ રેકોર્ડ
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ભૂતકાળની ટી20 મેચોમાં ભારતીય ક્રિકેટ ટીમનો દબદબો રહ્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 26 ટી20 મેચો રમાઈ છે. જેમાંથી 17 મેચમાં ભારત અને 8 મેચમાં શ્રીલંકાની જીત થઈ છે. જ્યારે 1 મેચ પરિણામ વગરની રહી હતી.
આપણ વાંચો- ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, વન ડે સીરિઝમાં આ ફાસ્ટ બોલની થઈ એન્ટ્રી