Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'આજનો યુગ યુદ્ધનો નથી : ગ્લોબલ મંચ પર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી

SCO સમિટમાં આજે ભારત રશિયા વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઇ હતી. જેમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ભારતના વિદ્યાર્થીઓને યુદ્ધ વખતે પરત મોકલવામાં મદદ કરવા માટે રશિયા તેમજ યુક્રેન બન્ને દેશોનો આભાર માન્યો હતો, સાથે  PM મોદીએ દુનિયાને યુદ્ધ નહીં શાંતિની જરૂર છે તેવું કહ્યું હતું. તેમણે  ડેમોક્રેસી અને ડિપ્લોમસીના રસ્તે ચાલવા મિત્ર દેશ રશિયાને સાચા મિત્ર તરીકે અનુરોધ પણ કર્યો હતà«
 આજનો યુગ યુદ્ધનો નથી   ગ્લોબલ મંચ પર  વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
SCO સમિટમાં આજે ભારત રશિયા વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઇ હતી. જેમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ભારતના વિદ્યાર્થીઓને યુદ્ધ વખતે પરત મોકલવામાં મદદ કરવા માટે રશિયા તેમજ યુક્રેન બન્ને દેશોનો આભાર માન્યો હતો, સાથે  PM મોદીએ દુનિયાને યુદ્ધ નહીં શાંતિની જરૂર છે તેવું કહ્યું હતું. તેમણે  ડેમોક્રેસી અને ડિપ્લોમસીના રસ્તે ચાલવા મિત્ર દેશ રશિયાને સાચા મિત્ર તરીકે અનુરોધ પણ કર્યો હતો.

'આજનો યુગ યુદ્ધનો નથી ' PM નરેન્દ્ર મોદી
આજે પણ વિશ્વની સૌથી મોટી સમસ્યાઓ, ખાસ કરીને વિકાસશીલ દેશો માટે, ખાદ્ય સુરક્ષા, બળતણ સુરક્ષા, ખાતરની સમસ્યાઓ છે, આપણે તેનો માર્ગ શોધવાનો છે. તમારે તેના પર પણ પહેલ કરવી પડશે, સમરકંદમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ આ વાત કરી હતી. રશિયાએ ખાદ્ય-બળતણ સુરક્ષાની સમસ્યાઓ પર પણ પહેલ કરવી જોઈએ, પીએમ નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું કે આજે પણ વિશ્વની સામે સૌથી મોટા પડકારો વિકાસશીલ દેશો માટે ખાદ્ય સુરક્ષા, બળતણ સુરક્ષા, ખાતરની સમસ્યાઓ છે. આપણે તેનો પણ માર્ગ શોધવો પડશે. તેના પર પણ તમારે પહેલ કરવી પડશે.
આખું વિશ્વ ભારત અને રશિયાની મિત્રતાની મિસાલ આપે છે : વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની દ્વિપક્ષીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજનો યુગ યુદ્ધનો નથી. લોકશાહી, મુત્સદ્દીગીરી અને સંવાદ વિશ્વને કેવી રીતે સ્પર્શે છે તે અંગે અમે તમારી સાથે ફોન પર ઘણી વખત વાત કરી છે. આજનો યુગ યુદ્ધનો નથી PM મોદીએ કહ્યું કે યુક્રેન સાથેના સંઘર્ષ પર તમારી સ્થિતિ અને તમારી ચિંતાઓ વિશે પણ જાણું છું. એક મિત્ર તરીકે અમે ઇચ્છીએ છીએ કે આ  સમસ્યાનો શક્ય તેટલી વહેલી તકે અંત આવે.
रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन के साथ पीएम नरेंद्र मोदी ने की बैठक

તુર્કી-ભારત વચ્ચે અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા
આ પહેલાં તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન સાથે પણ પીએમ મોદીની મુલાકાત દરમિયાન ઘણા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે બંને નેતાઓએ ફળદાયી ચર્ચા કરી. તેમણે ટ્વીટ કર્યું, "નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને દ્વિપક્ષીય વેપારમાં તાજેતરના  હિતોની પ્રશંસા કરી, તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર વિચારોની આપલે કરી હતી.
Advertisement


ભારત આવતા વર્ષે SCO સમિટની યજમાની કરશે
ભારત આવતા વર્ષે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટનું આયોજન કરશે. ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રી વ્લાદિમીર નોરોવીએ કહ્યું કે આગામી વર્ષ માટે એસસીઓની અધ્યક્ષતા ભારતને સોંપવામાં આવી છે. તેમણે કહ્યું- અમે આગામી SCO સમિટની યજમાની માટે ભારતને દરેક રીતે સમર્થન કરીશું.

આ વર્ષે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ શુક્રવારે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શરૂ થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે હિન્દીમાં ભાષણ આપ્યું હતું. આ બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, ઉઝબેકના રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોયેવ સહિતના દેશોના વડાઓએ હાજરી આપી છે.
 આ પણ વાંચો- 

SCO મીટિંગમાં PM મોદી અને જિનપિંગ ત્રણ વર્ષ બાદ એક મંચ પર જોવા મળ્યાં

Advertisement
Tags :
Advertisement

.