દેવાયત ખવડના 2 દિવસના રિમાન્ડ મંજુર, હવે આ દિશામાં પોલીસ કરશે તપાસ
રાજકોટમાં જુની અદાવતે ગત 7મી ડિસેમ્બરના રોજ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા મયુરસિંહ રાણા પર હુમલો કરનારા દેવાયત ખવડ 10 દિવસ ફરાર રહ્યાં બાદ ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયાં હતા અને આજે પોલીસે તેમને કોર્ટમાં રજુ કર્યાં હતા.2 દિવસના રિમાન્ડ મંજુરપોલીસે કોર્ટ સમક્ષ દેવાયત ખવડની રિમાન્ડની માંગણી કરતા કોર્ટે તેમના 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા અને હવે પોલીસે 10 દિવસ ફરાર રહ્યાં તે
રાજકોટમાં જુની અદાવતે ગત 7મી ડિસેમ્બરના રોજ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા મયુરસિંહ રાણા પર હુમલો કરનારા દેવાયત ખવડ 10 દિવસ ફરાર રહ્યાં બાદ ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયાં હતા અને આજે પોલીસે તેમને કોર્ટમાં રજુ કર્યાં હતા.
2 દિવસના રિમાન્ડ મંજુર
પોલીસે કોર્ટ સમક્ષ દેવાયત ખવડની રિમાન્ડની માંગણી કરતા કોર્ટે તેમના 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા અને હવે પોલીસે 10 દિવસ ફરાર રહ્યાં તે સમય દરમિયાન કોણે તેમને મદદ કરી જેવા મુદ્દાઓની તપાસ કરશે.
ગઈકાલે સરન્ડર
જણાવી દઈએ કે ગઈકાલે દેવાયત ખવડ રાજકોટ ક્રાઈમબ્રાંચ સમક્ષ નાટ્યાત્મક રીતે હાજર થયાં હતા. જે બાદ રાજકોટ A ડિવિઝન પોલીસે તેનો કબ્જો લઈ આજે કોર્ટમાં રજુ કર્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement