Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદે 5 વખતના વર્લ્ડ ચેમ્પિયનને આપી હાર

ભારતના ગ્રાન્ડ માસ્ટર રમેશબાબૂ પ્રજ્ઞાનંદે (Rameshbabu Praggnanandhaa) દુનિયાના નંબર 1 ચેસ ખેલાડી અને 5 વખતના વર્લ્ડ ચેમ્પિયન મૈગ્નસ કાર્લસનને (Magnus Carlsen) હરાવીને દુનિયામાં મોટો અપસેડ સર્જી દીધો છે. 17 વર્ષીય ભારતીય ખેલાડીએ અમેરીકાના માયામીમાં (Miami) આયોજીત FTX ક્રિપ્ટો કપના ફાઈનલ રાઉન્ડમાં મેગ્નસ કાર્લસનને 4-2થી હરાવીને સૌને ચોંકાવી દીધાં છે.પ્રજ્ઞાનંદે નબળી શરૂઆત  બાદ જોરદાર કમબેક કરી અને સતત ત્રણ મેચà
ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદે 5 વખતના વર્લ્ડ ચેમ્પિયનને આપી હાર
ભારતના ગ્રાન્ડ માસ્ટર રમેશબાબૂ પ્રજ્ઞાનંદે (Rameshbabu Praggnanandhaa) દુનિયાના નંબર 1 ચેસ ખેલાડી અને 5 વખતના વર્લ્ડ ચેમ્પિયન મૈગ્નસ કાર્લસનને (Magnus Carlsen) હરાવીને દુનિયામાં મોટો અપસેડ સર્જી દીધો છે. 17 વર્ષીય ભારતીય ખેલાડીએ અમેરીકાના માયામીમાં (Miami) આયોજીત FTX ક્રિપ્ટો કપના ફાઈનલ રાઉન્ડમાં મેગ્નસ કાર્લસનને 4-2થી હરાવીને સૌને ચોંકાવી દીધાં છે.
પ્રજ્ઞાનંદે નબળી શરૂઆત  બાદ જોરદાર કમબેક કરી અને સતત ત્રણ મેચોમાં કાર્લસનને (Magnus Carlsen) કારમો પરાજય આપ્યો. જોકે આ ઐતિહાસિક જીત છતાં પ્રજ્ઞાનંદ ટૂર્નામેન્ટમાં કાર્લસનની સરખામણીએ ઓછા પોઈન્ટ મેળવવાને કારણે બીજા નંબર પર છે. સમગ્ર ટૂર્નામેન્ટમાં કાર્લસને 16 પોઈન્ટ મેળવ્યા જયારે પ્રજ્ઞાનંદ 15 પોઈન્ટ મેળવી શક્યો.
ટૂર્નામેન્ટના ફાઈનલ રાઉન્ડમાં નૌર્વેના ખેલાડી મેગ્નસ કાર્લસન (Magnus Carlsen) સામે પ્રજ્ઞાનેદં શરૂઆતની બે મેચો ડ્રો રહી. જે બાદ ત્રીજી મેચ જીતીને પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયનની સામે લીડ મેળવી લીધી પરંતુ ત્રીજી મેચમાં કાર્લસનની જીત થયા બાદ પ્રજ્ઞાનંદે ચોથી મેચ જીતીને ટાઈ-બ્રેકરમાં પહોંચાડી દીધી. તે બાદ ટાઈ-બ્રેકરની બંન્ને મેચો જીતીને ભારતીય ગ્રાન્ડ માસ્ટરે વર્લ્ડ ચેમ્પિયન સામે બાજી પલ્ટી દીધી.
કાર્લસન સામે જીત છતાં પણ બીજા ક્રમે રહેલા પ્રજ્ઞાનંદે (Praggnanandhaa) કહ્યું કે, હું છેલ્લા થોડાં દિવસો દરમિયાન સારૂ રમી શક્યો હોત પરતું બીજા નંબરે રહેવું તે પણ સારી વાત છે. પ્રજ્ઞાનંદે આ વર્ષે સતત જબરદસ્ત ફોર્મમાં રહ્યાં છે અને ઓનલાઈન મેચોમાં અગાઉ પણ કાર્લસનને બે વખત હરાવી ચુક્યા છે.
FTX Crypto Cupમાં પ્રજ્ઞાનંદે પોતાની શરૂઆત દુનિયાના નંબર 4 ખેલાડી અલીરેજા ફિરૌજા (Alireza Firouzja) સામે જીત સાથે કરી હતી. તે બાદ તેમણે અનીશ ગિરી અને લેવોન એરોનિયન (Levon Aronian) જેવા અનુભવી ખેલાડીઓને પણ હરાવ્યા. કાર્લસનને હરાવીને ટૂર્નામેન્ટનો શાનદાર અંત લાવ્યા બાદ તેમના કોચ આર. બી. રમેશે ટ્વીટ કર્યું કે, આ ટૂર્નામેન્ટનો અંત સારી રીતે થયો. પ્રજ્ઞાનંદે FTXCryptoCupના અંતિમ રાઉન્ડમાં મૈગ્નસને ટાઈબ્રેકમાં સારી રીતે હરાવ્યા. સારી તકો પર તેણે સારી ડિફેન્સ સ્કિલનો પરિચય આપ્યો. ઓપનિંગ પ્રિપરેશન પણ સારી રહી. ઘણાં ખોટા નિર્ણયો પણ કર્યાં પરંતુ ઓવરઓલ ટૂર્નામેન્ટમાં સંતષજનક પ્રદર્શન.
આઠ ખેલાડીઓ વચ્ચે થયેલી આ ટૂર્નામેન્ટમાં તમામ ખેલાડીઓ એકબીજા સામે રમ્યા. આ ટૂર્નામેન્ટ ચેમ્પિયન ચેસ ટૂરની (Champions Chess Tour) અમેરીકન ફાઈનલ રહી. પ્રજ્ઞાનંદે થોડાં દિવસો પહેલાં ચેન્નઈમાં થયેલા 44માં ચેસ ઓલમ્પિયડમાં ભારતની B ટીમને બ્રોન્ઝ મેડલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Advertisement
Tags :
Advertisement

.