Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંદે વિશ્વના નંબર વન મેગ્રસ કાર્લસન સામે મેળવી જીત, આ વર્ષમાં બીજી વખત હરાવ્યો

ભારતીય ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંદ રમેશબાબુએ 2022માં વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસન સામે બીજી જીત નોંધાવી છે. નોર્વેના ખેલાડી સાથેની મેચ દરમિયાન પાછળથી થયેલી ભૂલનો ફાયદો ઉઠાવીને પ્રજ્ઞાનંદે જીત મેળવી હતી. બંને ખેલાડીઓ શુક્રવારે ચેસેબલ માસ્ટર્સ ઓનલાઈન રેપિડ ચેસ ટૂર્નામેન્ટના પાંચમાં રાઉન્ડમાં મળ્યા હતા અને પ્રજ્ઞાનંદે કાર્લસન સામેની જીત બાદ નોકઆઉટ સ્ટેજમાં આગળ વધવાની તકો જીà
ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંદે વિશ્વના નંબર વન મેગ્રસ કાર્લસન સામે મેળવી જીત  આ વર્ષમાં બીજી વખત હરાવ્યો
ભારતીય ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંદ રમેશબાબુએ 2022માં વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસન સામે બીજી જીત નોંધાવી છે. નોર્વેના ખેલાડી સાથેની મેચ દરમિયાન પાછળથી થયેલી ભૂલનો ફાયદો ઉઠાવીને પ્રજ્ઞાનંદે જીત મેળવી હતી. 
બંને ખેલાડીઓ શુક્રવારે ચેસેબલ માસ્ટર્સ ઓનલાઈન રેપિડ ચેસ ટૂર્નામેન્ટના પાંચમાં રાઉન્ડમાં મળ્યા હતા અને પ્રજ્ઞાનંદે કાર્લસન સામેની જીત બાદ નોકઆઉટ સ્ટેજમાં આગળ વધવાની તકો જીવંત રાખી છે. $150,000ની ઓનલાઈન ટૂર્નામેન્ટમાં પાંચમાં રાઉન્ડની મેચ શુક્રવારે ડ્રોમાં પૂર્ણ થઇ હતી. પરંતુ કાર્લસનની એક ચાલની ભૂલ તેને મોંઘી પડી. તેની 40મી ચાલમાં બ્લેક નાઈટને ખોટી જગ્યાએ મૂકીને તેની ચાલ બગાડી હતી. કાર્લસન ટૂર્નામેન્ટના બીજા દિવસે ચીનના વેઈ યી પછી લીડરબોર્ડ પર બીજા ક્રમે હતો. વિશ્વનો સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર અભિમન્યુ મિશ્રા પણ 16 સભ્યોની ટૂર્નામેન્ટનો ભાગ છે. આ વર્ષની શરૂઆતમાં, પ્રજ્ઞાનંદે ઓનલાઈન રેપિડ ચેસ ટૂર્નામેન્ટ એરથિંગ્સ માસ્ટર્સમાં પ્રથમ વખત મેગ્નસ કાર્લસનને હરાવ્યો હતો. ત્યારપછી ભારતીય ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંદને જ્યારે પૂછવામાં આવ્યું કે, તમે વિજયની ઉજવણી કેવી રીતે કરશો તો કહ્યું, "મને લાગે છે કે હવે મારે બેડ પર જઇને આરામ કરવો જોઇએ." ત્યારે આ બાબત ખૂબ જ લોકપ્રિય બની હતી. 
Advertisement

વાસ્તવમાં પ્રજ્ઞાનંદ ત્રણ નિર્ણાયક પોઈન્ટ હોવા છતાં શુક્રવારે કાર્લસન સામેના તેના પ્રદર્શનથી ખુશ નહોતો. નોંધનીય છે કે, પ્રજ્ઞાનંદ બેસ્ટ ઓફ ફોર હરીફાઈમાં કાર્લસન સામે 3-0થી હારી ગયો હતો. નોર્વેના ખેલાડીએ ફેબ્રુઆરીમાં એપ્રિલમાં ઓસ્લો એસ્પોર્ટ્સ કપમાં આવું કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ચેસેબલ માસ્ટર્સના બીજા દિવસ બાદ કાર્લસન 15ના સ્કોર સાથે ત્રીજા સ્થાને છે જ્યારે પ્રજ્ઞાનંદ 12 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. ચીનના વેઈ યી 18ના સ્કોર સાથે ટોચ પર છે, જ્યારે ડેવિડ એન્ટોન 15ના સ્કોર સાથે બીજા ક્રમે છે.
Tags :
Advertisement

.