ગીર-સોમનાથમાં ગુરુ દ્રોણેશ્વરને આંગણે ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, 14 થી 18 જાન્યુઆરી દરમ્યાન આયોજન
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર એસ.જી.વી.પી અમદાવાદની શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વરને આંગણે ભવ્ય રામ ,શ્યામ અને ઘનશ્યામની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજરોજ દ્રોણેશ્વર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ના આંગણે સ્વામીજી દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. સ્વામીજીના જણાવ્યા અનુસાર તારીખ 14 થી 18 જાન્યુઆરી દરમિયાન રામ , શ્યામ અને ઘનશ્યામની મૂàª
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર એસ.જી.વી.પી અમદાવાદની શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વરને આંગણે ભવ્ય રામ ,શ્યામ અને ઘનશ્યામની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજરોજ દ્રોણેશ્વર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ના આંગણે સ્વામીજી દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. સ્વામીજીના જણાવ્યા અનુસાર તારીખ 14 થી 18 જાન્યુઆરી દરમિયાન રામ , શ્યામ અને ઘનશ્યામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવશે. જેમાં દેશ-વિદેશ તેમજ ગુજરાતમાંથી અનેક ભક્તજનો આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે.
પાંચ યજ્ઞ હવન કુંડ ની આહુતિ સાઉથના બ્રાહ્મણો દ્વારા આપવામાં આવશે અને 25 હવન કુંડી હોમાત્મક યજ્ઞની આહુતિ અહીંના બ્રાહ્મણો દ્વારા આપવામાં આવશે. આ સાથે અન્ય પાંચ ગામોમાં પણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તેમ જ આ સંસ્થા દ્વારા વિશ્વની ટોચ રેવલની શૈક્ષણિક સ્કૂલ ચલાવવામાં આવી રહ્યું છે જેમાં 30 થી વધારે દેશના બાળકો હાલ અભ્યાસ કરી રહ્યા છે. આ કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલવાનો છે. જેમાં સ્વામિનારાયણ સંકુલ દ્વારા રક્તદાન કેમ્પ ,આયુર્વેદ કેમ્પ તેમજ સર્વરોગ મેડિકલ કેમ્પનું પણ આયોજન આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે જેમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા તદ્દન ફ્રી સારવાર તેમજ દવાઓ પણ ફ્રી આપવામાં આવશે. તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સંપૂર્ણ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવશે. અન્ય વિશેષ કાર્યકર્મો પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં મુખ્ય આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ આશીર્વાદ આપશે તેમની સાથે માધવ પ્રેયદાસજી સ્વામી અને બાળકૃષ્ણ દાસજી સ્વામી પણ માર્ગદર્શન પૂરું પાડશે. પ્રેસ કોન્ફરન્સમાં ઉના તેમજ ગીર ગઢડા ના પત્રકારો ફારૂકભાઈ કાજી, વિનોદભાઈ બાંભણીયા, માવજીભાઈ વાઢેર ,ઉપેન્દ્રભાઈ રોજાસરા, મનુભાઈ કવાડ ,જેન્તીભાઈ વાંઝા, દિલીપભાઈ મોરી, હિંમતભાઈ બાંભણીયા હર્ષદભાઈ બાંભણીયા, મહેતાભાઈ, યશવંત દાદા, જયંતીભાઈ, ભાવેશભાઈ ઠાકર , કિશનભાઇ બાંભણીયા, વગેરે પત્રકારોએ હાજરી આપી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement