Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત વિજયાદશમીની ભવ્ય ઉજવણી, ઠેર ઠેર કરાયું રાવણ દહન

અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમી (Vijayadashami). નવરાત્રિના નવ દિવસ પછી 10માં દિવસે દશેરાની ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં શાનદાર ઉજવણી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને  ભાવનગર (Bhavnagar)માં દશેરાના દિવસે રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું  હતું અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક અલ્ટ્રાટેક સીમેન્ટ કંપની દ્વારા દર વર્ષે દશેરાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. અહીં નવà
ગુજરાત વિજયાદશમીની ભવ્ય  ઉજવણી  ઠેર ઠેર કરાયું રાવણ દહન
અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમી (Vijayadashami). નવરાત્રિના નવ દિવસ પછી 10માં દિવસે દશેરાની ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં શાનદાર ઉજવણી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને  ભાવનગર (Bhavnagar)માં દશેરાના દિવસે રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું  હતું 
અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક અલ્ટ્રાટેક સીમેન્ટ કંપની દ્વારા દર વર્ષે દશેરાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. અહીં નવરાત્રી નું પણ આયોજન કરવામાં આવે છે. આજે દશેરા નિમિતે રાવણ દહન કાર્યક્રમ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો.
ભાવનગરમાં બે સ્થળોએ પરંપરાગત રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો 

ભાવનગરમાં બે સ્થળોએ પરંપરાગત રાવણ દહનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જવાહર મેદાનમાં સિંધી સમાજ અને ચિત્રા યાર્ડમાં બજરંગ વિકાસ સમિતિના ઉપક્રમે બંને જગ્યાએ રાવણ દહન સાથે ભવ્ય આતશબાજી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા પ્રેરિત અને બજરંગ વિકાસ સમિતિ દ્વારા આયોજિત રાવણ દહન કાર્યક્રમ શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો, 
ચિત્રાના માર્કેટિંગ યાર્ડ ખાતે
શહેરના પ્રવેશ દ્વારે આવેલ ચિત્રાના માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા 8 વર્ષથી સતત "વિજયાદશમી મહોત્સવ- રાવણ દહન” કાર્યક્રમ સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી કરવામાં આવી રહ્યું છે, પોતાના મતવિસ્તારના લોકોને તેમજ ભાવનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને નજીકમાંજ આ પૌરાણિક મહત્વ ધરાવતા કાર્યક્રમનો લાભ મળી રહે તેવા હેતુસર શરુ થયેલ કાર્યક્રમ દર વર્ષે રંગ જમાવતો જાય છે. આ કાર્યક્રમમાં રાજકીય રાજકીય, સામાજિક અગ્રણીઓ, ઉધાયોગપતિઓની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
સુરતના ભટાર વિસ્તારમાં રાવણન દહન
સુરતના ભટાર વિસ્તારમાં  35 ફૂટના રાવણના દહનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રામલીલા ભજવ્યા બાદ રાવણનું દહન કરાયું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકો રાવણ દહનને જોવા ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે ડ્રગ્સની લડાઈમાં ભગવાન શ્રીરામને પ્રાર્થના કરીશ કે ગુજરાત પોલીસને હજુ હિંમત અને શક્તિ મળે
Advertisement
Tags :
Advertisement

.