Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધણીધોરી વિનાનું GPSC! ન ચેરમેન, ન હોદ્દેદારો, સો મણનો સવાલઃ કોણ કરશે ભરતી?

GPSCમાં કોણ કરશે ભરતી?GPSCના ચેરમેન દિનેશ દાસાની જાન્યુઆરીમાં ટર્મ પૂર્ણ થઈ ગયા બાદ પણ હજી સુધી ચેરમેન તરીકે કોઈની નિમણૂક કરવામાં આવી નથી, જેને લઈ સમગ્ર બાબત ચર્ચામાં આવી છે. હાલમાં GPSCમાં કોઈ કર્તા-ધર્તા નથી ત્યારે હવે નવી ભરતીઓ કેવી રીતે થશે તે મુદ્દે પણ સવાલ ઉઠી રહ્યા છે.31 જાન્યુઆરીએ નિવૃત થયા દિનેશ દાસાGPSCના ચેરમેન દિનેશ દાસા 31 જાન્યુઆરીએ નિવૃત થયા હતા, નવા ચેરમેન રાજકીય હશે કે અધિકારà
ધણીધોરી વિનાનું gpsc  ન ચેરમેન  ન હોદ્દેદારો  સો મણનો સવાલઃ કોણ કરશે ભરતી
GPSCમાં કોણ કરશે ભરતી?
GPSCના ચેરમેન દિનેશ દાસાની જાન્યુઆરીમાં ટર્મ પૂર્ણ થઈ ગયા બાદ પણ હજી સુધી ચેરમેન તરીકે કોઈની નિમણૂક કરવામાં આવી નથી, જેને લઈ સમગ્ર બાબત ચર્ચામાં આવી છે. હાલમાં GPSCમાં કોઈ કર્તા-ધર્તા નથી ત્યારે હવે નવી ભરતીઓ કેવી રીતે થશે તે મુદ્દે પણ સવાલ ઉઠી રહ્યા છે.
31 જાન્યુઆરીએ નિવૃત થયા દિનેશ દાસા

GPSCના ચેરમેન દિનેશ દાસા 31 જાન્યુઆરીએ નિવૃત થયા હતા, નવા ચેરમેન રાજકીય હશે કે અધિકારી તેની પણ ચર્ચાએ જોર પકડ્યુ હતું. અત્યાર સુધી ત્રણ ભરતીઓ રાજકીય કરવામાં આવી હતી, GPSCના ચેરમેન બનવા માટે લોબિંગ પણ કરાઈ હતી. વર્ષ 2016માં દિનેશ દાસાની GPSCના ચેરમેન તરીકે નિમણૂક થઈ હતી. બંધારણની જોગવાઈ મુજબ અગાઉ ચેરમેન તરીકે રાજકીય નિમણૂક કરાઈ હોય તો તેને રિપીટ કરી શકાતા નથી. દિનેશ દાસાના બદલે નવી વ્યક્તિની ચેરમેન તરીકે કોની નિમણૂક કરવી તેનો નિર્ણય રાજ્ય સરકાર કરશે.
GPSCના તમામ હોદ્દા ખાલી
GPSCના સભ્ય રાજેશ શુક્લાએ 3-4 દિવસ પહેલા રાજીનામું આપ્યું હતુું તો અન્ય એક સભ્યની પણ મુદત પૂર્ણ થઈ ગઈ છે. હાલમાં GPSCના મોટા ભાગના હોદ્દા ખાલી છે જેના કારણે  ક્લાસ-1 અને અને ક્લાસ-2ની ભરતી થઈ શકતી નથી.  1લી ફેબ્રુઆરીએ નવા ચેરમેનની નિમણૂક થવાની હતી પરંતુ હજી સુધી કોઈ નિમણૂક કરાઈ નથી. નવા ચેરમેન નથી અને મોટાભાગના હોદ્દા ખાલી હોવાથી GPSCની ભરતી જાહેર કરી શકાતી નથી.
Advertisement
Tags :
Advertisement

.