Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વીજળીના સંકટ વચ્ચે સરકારે કર્યો મહત્વનો નિર્ણય, સરકારે કોલસાને જલદી પહોંચાડવા માટે 657 ટ્રેન..

ભારતમાં છેલ્લા ઘણા સમયથી વીજળીનું મોટા પાયે સંકટ પેદા થયું છે.અનેક રાજ્યો વીજળીના સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. ત્યારે આજે ભારત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મોદી સરકારે 657 પેસેન્જર ટ્રેન રદ્દ કરી છે. કોલસાની આપૂર્તી પૂર્ણ કરવા માટે અને કોલસાને જલદીથી પહોંચાડી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એકબાજુ દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તો બીજી તરફ વીજળી સંકટના પગ
વીજળીના સંકટ વચ્ચે સરકારે
કર્યો મહત્વનો નિર્ણય  સરકારે કોલસાને જલદી પહોંચાડવા માટે 657  ટ્રેન

ભારતમાં
છેલ્લા ઘણા સમયથી વીજળીનું મોટા પાયે સંકટ પેદા થયું છે.અનેક રાજ્યો વીજળીના સંકટ
સામે ઝઝૂમી રહ્યા છે. ત્યારે આજે ભારત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો
છે. મોદી સરકારે 657 પેસેન્જર ટ્રેન રદ્દ કરી છે. કોલસાની આપૂર્તી પૂર્ણ કરવા માટે
અને કોલસાને જલદીથી પહોંચાડી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એકબાજુ
દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તો બીજી તરફ વીજળી સંકટના પગલે અને શહેરોમાં વીજ
કાપ મુકવામાં આવી રહ્યો છે. જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો
છે. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ,
ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં લોકોને વીજળી સંકટનો
સામનો કરવો પડી રહ્યો છે.

Advertisement

As several states face power outages, 657 train trips cancelled to prioritise movement of coal rakes

Read @ANI Story | https://t.co/n9Jgk2YN3r#Poweroutage #CoalCrisis pic.twitter.com/BmW2Ih9jW2

— ANI Digital (@ani_digital) April 29, 2022

" title="" target="">javascript:nicTemp();

મળતી
માહિતી મુજબ દેશભરમાં થર્મલ પાવર સ્ટેશનો સુધી કોલસાને ઝડપી પહોંચાડી શકાય તે માટે
કેન્દ્ર સરકારે પેસેન્જર ટ્રેનો રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. પેસેન્જર ટ્રેન રદ્દ
થવાથી કોયલા ભરેલી માલગાડીઓને રસ્તો મળી જાય અને તે થર્મલ સ્ટેશન સુધી તાત્કાલિક
પહોંચાડી શકાય. કોલસાની અછતના પગલે અનેક રાજ્યોમાં વીજળી સંકટની સમસ્યા ઉદ્ભવી છે.
ગરમીના સમયમાં વીજળી ન હોય તો લોકોને ભારે હાલાકી પડે છે. જેના પગલે સરકાર એક્શનમાં
આવી છે અને જલદી કોલસો સ્ટેશન પર પહોંચે તે માટે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


દેશના
કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ કોસલા સંકટ પર નિવેદન આપતા કહ્યું છે કે હાલમાં
કોલસાની કોઈ અછત નથી. આપણી પાસે અંદાજીત 30 લાખ ટન કોલસાનો જથ્થો છે. જ્યારે થર્મલ
પાવર પ્લાન્ટની પાસે 21 મિલિયન ટન કોલસાનો ભંડાર છે. રશિયા યુક્રેન યુદ્ધના પગલે
ગેસની સપ્લાઈ બંધ થઈ ગઈ છે. એવામાં હવે કાળઝાળ ગરમીના પગલે તેની માંગ ડબલ થઈ ગઈ
છે. જો કે હાલમાં 2.5 મિલિયન યૂનિટના દરરોજના વપરાશને જોતા અંદાજીત 3.5 બિલિયન
યૂનિટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. 

Advertisement

Tags :
Advertisement

.