ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નવા વર્ષથી નાની બચત યોજનામાં વધારે ફાયદો થશે, કેન્દ્ર સરકારે વ્યાજ દરોમાં કર્યો વધારો

કેન્દ્ર સરકારે દેશવાસીઓને નવા વર્ષની ભેટ આપી છે. સરકારે NSC, પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ, સિનિયર સિટિઝ સેવિંગ્ઝ સ્કિમ પર મળતા વ્યાજદરોમાં વધારો કર્યો છે. જોકે પીપીએફના વ્યાજદરોમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી.1લી જાન્યુઆરીથી નવા દર લાગૂઆ નવા વ્યાજ દરો 1લી જાન્યુઆરી 2023થી લાગુ પડશે. નાણાં મંત્રાલયના એક નોટિફિકેશન અનુસાર જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રિમાસિક ગાળામાં કેટલીક સેવિંગ
02:38 PM Dec 30, 2022 IST | Vipul Pandya
કેન્દ્ર સરકારે દેશવાસીઓને નવા વર્ષની ભેટ આપી છે. સરકારે NSC, પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ, સિનિયર સિટિઝ સેવિંગ્ઝ સ્કિમ પર મળતા વ્યાજદરોમાં વધારો કર્યો છે. જોકે પીપીએફના વ્યાજદરોમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી.
1લી જાન્યુઆરીથી નવા દર લાગૂ
આ નવા વ્યાજ દરો 1લી જાન્યુઆરી 2023થી લાગુ પડશે. નાણાં મંત્રાલયના એક નોટિફિકેશન અનુસાર જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રિમાસિક ગાળામાં કેટલીક સેવિંગ સ્કિમના વ્યાજદરોમાં 0.20 થી 1.10% સુધીનો વધારો કર્યો છે.
PPF અને SSYમાં કોઈ ફેરફાર નહી 
જ્યારે સરકારે જાહેર ભવિષ્ય નિધિ (PPF) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) જેવી નાની બચત યોજનાઓના વ્યાજ દરોને જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિકગાળા માટે સંશોધિત કરી નથી. દિકરીઓ માટે શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃદ્ધિ યોજના પર પણ વ્યાજ દર 7.6% રાખવામાં આવ્યો છે.
આ સ્કિમના વ્યાજદરો વધ્યા
કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસના એકથી પાંચ વર્ષની ટર્મ ડિપોઝિટ પર મળનારા વ્યાજ દરોમાં પણ વધારો કર્યો છે. તે સિવાય સિનિયર સિટિઝન્સ સ્કિમ, મંથલી ઈનકમ સ્કિમ, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર માટેના વ્યાજદરો પણ વધ્યા છે.
આ પણ વાંચો - OBC અનામતને લઈને યોગી સરકાર પહોંચી સુપ્રીમ કોર્ટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstHikeInterestRatesNSCPostOfficeScheme
Next Article