ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઓનલાઈન ગેમિંગ પર સરકારની લાલ આંખ, 58 હજાર કરોડ ઇનામી રકમ પર ટેક્સ બાકી

ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી પર કેન્દ્ર સરકારે કડકાઇ દાખવી છે. સરકારે કરચોરી અને છેતરપિંડીની ગેમનો પર્દાફાશ થયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના વડા નીતિન ગુપ્તાએ આજે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં 58,000 કરોડ રૂપિયાની ઈનામી રકમ જીત્યા બાદ આવકવેરા વિભાગને કર મળ્યોનથી તેથી હવે જવાબદાર વિજેતાઓ અને કંપનીઓ સામે કાર્યવાહી કરાઇ છે.છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 58,000 કરોડની ઈનામી
04:05 PM Sep 28, 2022 IST | Vipul Pandya
ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી પર કેન્દ્ર સરકારે કડકાઇ દાખવી છે. સરકારે કરચોરી અને છેતરપિંડીની ગેમનો પર્દાફાશ થયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના વડા નીતિન ગુપ્તાએ આજે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં 58,000 કરોડ રૂપિયાની ઈનામી રકમ જીત્યા બાદ આવકવેરા વિભાગને કર મળ્યોનથી તેથી હવે જવાબદાર વિજેતાઓ અને કંપનીઓ સામે કાર્યવાહી કરાઇ છે.
છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 58,000 કરોડની ઈનામી રકમ પર કર બાકી
ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી પર કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના વડા નીતિન ગુપ્તાએ આજે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 58,000 કરોડની ઈનામી રકમ જીત્યા બાદ આવકવેરા વિભાગે ઓનલાઈન ગેમ રમતા અને જીતનારા લોકોને નોટિસ આપવાનું શરૂ કર્યું છે.
 

આવકવેરા ડેશબોર્ડ પર નોટિસ મોકલવાનું શરૂ કર્યું
વિભાગે એવા વિજેતાઓને આવકવેરા ડેશબોર્ડ પર નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે, કારણકે  આ તમામની આવક અને કર ચૂકવણીઓ મેળ ખાતી નથી. ગુપ્તાએ કહ્યું, “અમે આ (ઓનલાઈન ગેમિંગ) ક્ષેત્રમાં કાર્યવાહી કરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં લોકોએ ઓનલાઈન ગેમિંગથી 58,000 કરોડ રૂપિયા જીત્યા છે. અમારી પાસે તે તમામનો ડેટા છે. હાલમાં અમે નોટિસ આપવાની પ્રક્રિયામાં છીએ.


ટૂંક સમયમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ મુદ્દે કાર્યવાહી કરશે
તેમણે કહ્યું કે નોટિસ ટેક્સ પોર્ટલ પર મૂકવામાં આવી રહી છે અને વિજેતાઓને બાકી ટેક્સ ચૂકવવા માટે કહેવામાં આવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યાં પણ વિભાગને જણાય છે કે વિગતો અને પુરાવા દ્વારા આધારભૂત છે, તો આવા કિસ્સાઓમાં નોટિસ  ઇશ્યુ કરવામાં આવે છે અને ટૂંક સમયમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ મુદ્દે કાર્યવાહી કરશે. હાલમાં,  ઓનલાઈન ગેમ્સ પર 18 ટકા જીએસટી લાગે છે જ્યારે આર્ખિક જોખમ ધરાવતી ઓનલાઈન ગેમ્સ પર 28 ટકા જીએસટી લાગે છે.
Tags :
CBDTCentralGovernmentGujaratFirstNitinGuptaOnlineGaming
Next Article