ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સરકારનો સૌથી મોટો નિર્ણય, ટાર્ગેટ કિલિંગ વચ્ચે 177 કાશ્મીરી પંડિત ટીચર્સની કરાઈ બદલી

કાશ્મીરમાં પરિસ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. અહીં ટાર્ગેટ કિલિંગમાં દિવસેને દિવસે વધારો થતા હવે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ભય પણ એટલો કે હવે સ્થાનિકો મોટી સંખ્યામાં પલાયન કરવા મજબૂર બન્યા છે. ટાર્ગેટ કિલિંગ દરમિયાન 177 કાશ્મીરી પંડિત ટીચર્સની બદલી કરી દેવામાં આવી છે. કાશ્મીરી પંડિતોની સુરક્ષાને લઇને જે મહત્વનું સમાચાર મળ્યા તે મુજબ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે 177 શિક્ષકોને સà«
07:24 AM Jun 04, 2022 IST | Vipul Pandya
કાશ્મીરમાં પરિસ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. અહીં ટાર્ગેટ કિલિંગમાં દિવસેને દિવસે વધારો થતા હવે સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ભય પણ એટલો કે હવે સ્થાનિકો મોટી સંખ્યામાં પલાયન કરવા મજબૂર બન્યા છે. ટાર્ગેટ કિલિંગ દરમિયાન 177 કાશ્મીરી પંડિત ટીચર્સની બદલી કરી દેવામાં આવી છે. 
કાશ્મીરી પંડિતોની સુરક્ષાને લઇને જે મહત્વનું સમાચાર મળ્યા તે મુજબ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરે 177 શિક્ષકોને સુરક્ષિત સ્થળોમાં ટ્રાન્સફર કર્યા છે. આ કાશ્મીર પંડિત શિક્ષકોને જિલ્લા મુખ્યાલયમાં તૈનાત કરવામાં આવ્યા છે. ખીણમાં સામાન્ય લોકોને નિશાન બનાવી રહેલા આતંકવાદીઓ પર કાર્યવાહી કરવા માટે વહીવટીતંત્રએ આ મોટો નિર્ણય લીધો છે. ઘણી જગ્યાએ સ્થળાંતરના સમાચાર પણ મળી રહ્યા છે. કાશ્મીરી પંડિતોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ બદલી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરી પંડિત સમુદાય અને સ્થળાંતર કામદારોને નિશાન બનાવતા હુમલાના પગલે મુશ્કેલીગ્રસ્ત કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કર્યાના એક દિવસ બાદ આ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશેષ પેકેજના ભાગરૂપે 2012માં અહીં આવેલા કાશ્મીરી પંડિતોએ મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરા વિસ્તારમાં 12 મેના રોજ આતંકવાદીઓ દ્વારા રાહુલ ભટની હત્યા બાદ સામૂહિક પલાયનની ધમકી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભટની હત્યાને કારણે લગભગ 6,000 કર્મચારીઓ દ્વારા વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શનો થયા, જેમણે ખીણની બહાર તેમની બદલીની માંગણી કરી. ત્યારથી ખીણમાં લક્ષિત આતંકવાદી હિંસા વધી રહી છે. સતત ટાર્ગેટ કિલિંગથી કાશ્મીરમાં લોકો ખૂબ જ ડરના માહોલમાં જીવી રહ્યા છે. ત્યારે ગુરુવારે જ કાશ્મીરમાં બે લોકોને મારી નાખવામાં આવ્યા હતા. ગુરુવારે બેંક મેનેજર આઠમો શિકાર બન્યા અને એક મજૂર નવમો ટાર્ગેટ સાબિત થયો હતો. ગત મહિનાથી જ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે.  
આ પહેલા મંગળવારે જમ્મુ ક્ષેત્રના સાંબા જિલ્લાની એક મહિલા શિક્ષિકાને દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાની એક શાળામાં આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. આ મહિલા કુલગામમાં શિક્ષિકા હતી અને 1990માં પલાયન બાદ તેને ફરીથી બોલાવીને પીએમ એમ્પ્લોયમેન્ટ પેકેજ હેઠળ કાશ્મીરમાં નોકરી આપવામાં આવી હતી. કાશ્મીર ખીણમાં સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ શાળામાં ઘૂસ્યા અને પહેલા શિક્ષિકાને તેનું નામ પૂછ્યું અને પછી તેને AK-47 વડે ગોળી મારી દીધી. આ ઉપરાંત 18 મેના રોજ, આતંકવાદીઓ ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં દારૂની દુકાનમાં ઘૂસી ગયા હતા અને ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં જમ્મુ ક્ષેત્રના એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં જવાનોએ એક આતંકીને ઠાર કર્યો હતો. આ માર્યો ગયેલો આતંકવાદી હિઝબુલ મુઝાહિદ્દીનનો હોવાનું પણ સામે આવ્યું છે. આ સિવાય એક સ્થાનિક પણ આ અથડામણમાં ધાયલ થયો છે. જેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો - જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ અને સેના વચ્ચે ઘર્ષણ, એક આતંકીને સેનાએ ઠાર માર્યો
Tags :
AdministrationsGujaratFirstJ&KJammu-KashmirJammuAndKashmirKashmiriPanditTeachersKashmirPanditkillingPostedinSrinagarSrinagarTargetKillingtransfertransferred
Next Article