Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત સરકારે ભારત-યુક્રેન ફ્લાઇટ પરનો પ્રતિબંધ હટાવ્યો

ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે એર બબલ વ્યવસ્થા હેઠળ ભારત અને યુક્રેન વચ્ચેની ફ્લાઇટ્સ અને સીટોની સંખ્યા પરના નિયંત્રણો હટાવ્યા છે.  હવે ગમે તેટલી ફ્લાઈટ્સ અને ચાર્ટર ફ્લાઈટ્સ ઓપરેટ કરી શકાશે. મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, તેમણે  વિદેશ મંત્રાલય સાથે સંકલન કરી રહ્યું છે.યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતના વિદ્યારà«
ભારત સરકારે ભારત યુક્રેન ફ્લાઇટ પરનો પ્રતિબંધ હટાવ્યો
ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે એર બબલ વ્યવસ્થા હેઠળ ભારત અને યુક્રેન વચ્ચેની ફ્લાઇટ્સ અને સીટોની સંખ્યા પરના નિયંત્રણો હટાવ્યા છે.  હવે ગમે તેટલી ફ્લાઈટ્સ અને ચાર્ટર ફ્લાઈટ્સ ઓપરેટ કરી શકાશે. મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, તેમણે  વિદેશ મંત્રાલય સાથે સંકલન કરી રહ્યું છે.
યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતના વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને સરળતાથી બહાર કાઢવાની સુવિધા આપવા માટે મંત્રાલયે ભારત અને યુક્રેન વચ્ચેની ફ્લાઈટ્સ અને સીટોની સંખ્યા પરના નિયંત્રણો હટાવવા માટે આ નિર્ણય લીધો છે. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, રશિયાના યુક્રેન જવાથી માંગ વધી હોવાથી ભારતીય એરલાઈન્સને ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો કરવાનું કહેવામાં આવ્યું છે. ભારતે યુક્રેનમાં રહેતા તેના નાગરિકોને દેશ છોડવા કહ્યું છે, પરંતુ 20 ફેબ્રુઆરી પહેલા કોઈ ફ્લાઈટ ઉપલબ્ધ નથી.
એર ઇન્ડિયા ચલાવશે સ્પેશિયલ ફ્લાઇટ 
રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે યુક્રેન ભણતા લગભગ 20 હજાર ભારતીય વિદ્યાર્થીઓ કિવમાં ફસાયેલા છે. આ વિદ્યાર્થીઓ સતત કેન્દ્ર સરકાર પાસે મદદની વિનંતી કરી રહ્યા છે.જેને પગલે સરકાર દ્વારા ગુરુવારે ફ્લાઈટ્સ પર લગાવવામાં આવેલા નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે. આ સાથે તમને જણાવી દઈએ કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના આ નિર્ણય બાદ તરત જ એર ઈન્ડિયાએ યુક્રેન માટે સ્પેશિયલ  ફ્લાઈટ ચલાવવાની જાહેરાત કરી છે.
શું છે બબલ કરાર
ભારત અને યુક્રેન વચ્ચે એર બબલ કરાર છે, જેના હેઠળ બંને દેશો દર અઠવાડિયે ચોક્કસ સંખ્યામાં ફ્લાઇટ્સનું સંચાલન કરી શકે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય મુસાફરી સ્થગિત કરવામાં આવી ત્યારે કોરોના મહામારી સમયે આ કરાર થવો જરૂરી હતો પરંતુ હવે જ્યારે હજારો ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે, ત્યારે મંત્રાલયે અગાઉની મર્યાદા દૂર કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે, એરલાઇન્સ ગમે તેટલી ફ્લાઇટ ચલાવી શકે છે. ભારત અને યુક્રેન વચ્ચે ચાર્ટર્ડ ફ્લાઈટ પણ ચલાવી શકાશે. 
Advertisement
Tags :
Advertisement

.