ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચીનમાં ડેલ્ટાક્રોને હાહાકાર મચાવતા ભારત સરકાર આવી એક્શનમાં, બોલાવી તાબડતોબ બેઠક

હાલમાં ફરી કોરોનાનો કહેરી ચાલુ થઈ ગયો છે. ચીનમાં ફરી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. જેના પગલે હવે ભારત સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ચીનમાં વધતા કોરોના વાયરસના કેસોને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયના ઓફિસરો સાથે બુધવારે સાંજે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતુ. જેમાં કોરોના પર સખત નરજ રાખવા આદેશ આપવામાં આવ્યા હતા. તેમણે ડેલ્ટાકà«
03:53 PM Mar 16, 2022 IST | Vipul Pandya

હાલમાં ફરી કોરોનાનો કહેરી ચાલુ થઈ ગયો છે. ચીનમાં ફરી
કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. જેના પગલે હવે ભારત સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. ભારતના
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ચીનમાં વધતા કોરોના વાયરસના કેસોને
લઈને સ્વાસ્થ્ય મંત્રાલયના ઓફિસરો સાથે બુધવારે સાંજે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું
આયોજન કર્યું હતુ. જેમાં કોરોના પર સખત નરજ રાખવા આદેશ આપવામાં આવ્યા હતા. તેમણે
ડેલ્ટાક્રોન વેરિએન્ટના રિપોર્ટ પર નજ રાખવાનું કહ્યું છે જે અન્ય દેશોમાં લોકોને
સંક્રમિત કરી રહ્યો છે. 
આ અધિકારીઓ સાથેની બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ
ઈન્ટરનેશનલ ટ્રાવેલ પોઈન્ટ એટલે કે એરપોર્ટ અને બંદરો પર ફરી સખત નજર રાખવા અને
ટેસ્ટીંગ વધારવા આદેશ આપવામાં આવ્યા છે.
ભારતમાં સંક્રમિત કોરોનાની જીનોમ સિક્વન્સિંગ કરવાનું પણ કહેવામાં આવ્યું
છે
. જેથી એ જાણી
શકાય કે શું નવો વેરિઅન્ટ એટલે કે ડેલ્ટાક્રોન દેશમાં ઉદ્ભવ્યું છે કે નહીં
?


ચીન અને યુરોપના ઘણા દેશોમાં કોરોનાના નવા પ્રકાર
ડેલ્ટાક્રોનના કેસો વધવા લાગ્યા છે. ચીનના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર
ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.2 ના કારણે
કેસ વધ્યા છે. જો કે
ભારતમાં BA.2 થી નવી તરંગ આવવાની શક્યતા વિશે નિષ્ણાતો ઓછા આશંકિત છે. WHO મુજબ કોવિડ-19ના
વાયરસના 5 પેટા પ્રકાર છે -
BA.1, BA.1.1, BA.2, BA.2.2 અને BA.3. હવે જે વાયરસે ચિંતા વધારી છે તેનું
વૈજ્ઞાનિક નામ
BA.1 B.1.617.2 છે.
ડેલ્ટાક્રોન એક જ સમયે ડેલ્ટા અને ઓમિક્રોનથી સંક્રમિત દર્દીમાંથી બહાર આવ્યું
હોવાનું માનવામાં આવે છે. તેના કેસો સૌપ્રથમ બ્રિટનમાં નોંધાયા હતા.


કોરોનાને લઈને ભારતની વાત કરીએ તો બુધવારે
બપોર સુધીમાં દેશમાં કોવિડ-19ના 2 હજાર 877 કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં
98 લોકોના મોત થયા છે. આ દરમિયાન 3 હજાર 928 દર્દીઓ સાજા પણ થયા છે. દેશમાં સક્રિય
કેસની સંખ્યા 26 હજાર 66 થઈ ગઈ છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 4 કરોડ 29 લાખ
98 હજાર 606 લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે
, જેમાંથી 4
કરોડ 24 લાખ 38 હજાર 455 દર્દીઓએ આ રોગચાળો જીતી લીધો છે. તે જ સમયે
, આ રોગચાળામાં 5 લાખ 16 હજાર 72 સંક્રમિત
લોકોના મોત થયા છે.

 

Tags :
ChinaCoronaCoronaUpdatesCoronaVirusDeltacronGujaratFirstIndiaCoronaMANSUKHMANDAVIYA
Next Article