Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત સરકાર એકશન મોડમાં, વિરોધી 10 યૂટયૂબ ચેનલ પર લગાવ્યો પ્રતિબંધ

ભારત સરકાર દેશની સુરક્ષાને લઈને ખુબ જ સર્તક છે. છેલ્લા કેટલાક વર્ષોથી સરહદ પર અને સોશિયલ મીડિયા (Social media)પર થતી ભારત વિરોધી પ્રવૃતિઓને અસફળ કરવા માટે ભારત સરકારે મહત્ત્વના પગલા ભર્યા છે. હાલમાં મળતી માહિતી અનુસાર આજે ભારત સરકારે ભારતમાં ધાર્મિક ઘૃણા ફેલાવતા અને ભારત વિરોધી વીડિયો ચલાવનાર 10 યૂટયૂબ ચેનલ (10 anti-India YouTube channels) અને 45 વીડિયો પર પ્રતિબંધ મુક્યો છે. ભારત સરકારના સૂચના અને પ્રસારણ àª
ભારત સરકાર એકશન મોડમાં  વિરોધી 10 યૂટયૂબ ચેનલ પર લગાવ્યો પ્રતિબંધ
ભારત સરકાર દેશની સુરક્ષાને લઈને ખુબ જ સર્તક છે. છેલ્લા કેટલાક વર્ષોથી સરહદ પર અને સોશિયલ મીડિયા (Social media)પર થતી ભારત વિરોધી પ્રવૃતિઓને અસફળ કરવા માટે ભારત સરકારે મહત્ત્વના પગલા ભર્યા છે. હાલમાં મળતી માહિતી અનુસાર આજે ભારત સરકારે ભારતમાં ધાર્મિક ઘૃણા ફેલાવતા અને ભારત વિરોધી વીડિયો ચલાવનાર 10 યૂટયૂબ ચેનલ (10 anti-India YouTube channels) અને 45 વીડિયો પર પ્રતિબંધ મુક્યો છે. ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે (Broadcasting Minister Anurag Thakur)તેની માહિતી આપી છે. સરકારને જાસૂસ એજન્સી દ્વારા મળેલી સૂચનાના આધારે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

ભારતના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTubeને નિર્દેશ આપ્યા હતા છે કે તે 23 સપ્ટેમ્બરે સૂચના પ્રૌદ્યોગિકી નિયમ 2021ના નિયમો અનુસાર તે 45 વીડિયોને તરત બ્લોક કરે. ભારત સરકારના (Government of India) સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ મોટી કાર્યવાહીની જાણકારી આપતા કહ્યુ છે કે, ભારતના સૂચના અને પ્રસારણ મંત્રાલયે 10 યૂટયૂબ ચેનલ પર પ્રતિબંધ લગાવ્યો છે. જે ભારત વિરુદ્ધ ઝેર ઓંકી રહ્યા હતા. ખોટી માહિતીના માધ્યમથી તે અન્ય દેશો સાથેના ભારતના સંબંધોને નુકશાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ પહેલા પર ભારત સરકાર દ્વારા આવા પગલા લેવામાં આવ્યા છે અને ભવિષ્યમાં પણ લેવામાં આવશે.

Advertisement

કરોડો લોકો એ જોયા હતા તે વીડિયો

ભારત સરકારના સૂચના અને પ્રસારણ અનુસાર આ પ્રતિબંધિત વીડિયો 1.30 કરોડથી વધારે લોકોએ જોયા હતા. આ વીડિયોમાં ધાર્મિક સમુદાયો વચ્ચે લડાઈ કરવાના લક્ષ્ય સાથે ખોટા સમાચાર અને વીડિયો પણ સામેલ છે. તેની સાથે સાથે તે વીડિયોમાં ભારત સરકાર દ્વારા કેટલાક સમુદાયના ધાર્મિક અધિકારો છીનવવા, હિંસાની ધમકી, ભારતમાં ગૃહ યુદ્ધની ઘોષણા જેવા અનેક ખોટા સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા હતા.

Advertisement

ભારત સરકારના સૂચના અને પ્રસારણ અનુસાર આ વીડિયો દ્વારા સાંપ્રદાયિક ઘૃણા ફેલાવવાના પ્રયાસ થઈ રહ્યા હતા. આ વીડિયોનો ઉપયોગ કરીને અગ્નિપથ યોજના, કાશ્મીર, રાષ્ટ્રીય તંત્ર, ભારતીય સેના સંબધિત મુદ્દાઓ પર ખોટા સમાચાર ફેલાવાવમાં આવી રહ્યા હતા. કેટલાક વીડિયોમાં જમ્મુ અને કશ્મીર તથા લદ્દાખને ભારત બહારના રાજ્ય ઘણાવવામાં આવી રહ્યા હતા. તેથી તે તમામ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Advertisement

Tags :
Advertisement

.