પદ્મશ્રી મેળવનાર 90 વર્ષના કલાકારને ખાલી કરાવાયું સરકારી મકાન, જાણો કેમ
કેન્દ્ર સરકારે આઠ મશહૂર કલાકારોને 2 મે સુધીમાં સરકારી આવાસ ખાલી કરવાનું જણાવ્યું છે. આ તમામ કલાકારોને વર્ષો પહેલાં સરકારી મકાનો ફાળવાયા હતા પણ 2014માં આ મકાનો પરત લઇ લેવાયા હતા. પદ્મશ્રીથી સન્માનિત ઓડીસ નર્તક 90 વર્ષના ગુરુ માયાધર રાઉતને પણ સરકારી મકાન ખાલી કરાવાયુ હતું. કેન્દ્રીય આવાસ અને શહેરીકરણ મંત્રાલય દ્વારા મળેલી માહિતી મુજબ ઘણી વખત નોટિસ આપ્યા પછી પણ 28 કલાકારોમાંથી 8 કલાકાà
Advertisement
કેન્દ્ર સરકારે આઠ મશહૂર કલાકારોને 2 મે સુધીમાં સરકારી આવાસ ખાલી કરવાનું જણાવ્યું છે. આ તમામ કલાકારોને વર્ષો પહેલાં સરકારી મકાનો ફાળવાયા હતા પણ 2014માં આ મકાનો પરત લઇ લેવાયા હતા. પદ્મશ્રીથી સન્માનિત ઓડીસ નર્તક 90 વર્ષના ગુરુ માયાધર રાઉતને પણ સરકારી મકાન ખાલી કરાવાયુ હતું.
કેન્દ્રીય આવાસ અને શહેરીકરણ મંત્રાલય દ્વારા મળેલી માહિતી મુજબ ઘણી વખત નોટિસ આપ્યા પછી પણ 28 કલાકારોમાંથી 8 કલાકારોએ હજી સુધી પોતાનું સરકારી મકાન ખાલી કર્યું નથી. આ આઠ કલાકારોએ વિભાગને આશ્વાસન આપ્યું હતું કે તેઓ સરકારી મકાન ખાલી કરવાની પ્રક્રિયા કરી રહ્યા છે અને તેમણે થોડો વધુ સમય માંગ્યો છે. તેમણે લેખીતમાં જણાવ્યું છે કે તેઓ 2 મે સુધીમાં પોતાનું મકાન ખાલી કરી દેશે અને તેમને આ સમય આપવામાં આવ્યો છે.
સરકારી નીતિ મુજબ સંસ્કૃતી મંત્રાલયની ભલામણ પર એક ખાસ ક્વોટામાં 40 કલાકારોને સરકારી મકાન આપવામાં આવે છે. તે મહિને 20 હજાર રુપિયા કમાતા હોયો તો તેમને મકાન આપવામાં આવે છે.
એપ્રિલ માસની શરુઆતમાં દિલ્હી હાઇકોર્ટે ભારતીય શાસ્ત્રીય કલાકાર રીટા ગાંગુલીને વધુ સમય આપવાનો ઇન્કાર કરી દીધો હતો. કેન્દ્ર સરકારે પરિસર ખાલી કરવા માટે 31 ડિસેમ્બરસ, 2020 સુધીનો સમય આપ્યો હતો પણ અરજી કરાયા બાદ હાઇકોર્ટે નોટિસ પર રોક લગાવી હતી.
ન્યાયાધીશે નર્તક ભારતી શિવાજી, કુચુપુડી નર્તક ગુરુ વી જયરામ રાવ, માયાધર રાઉત, ધ્રુપદ ગાયક ઉસ્તાદ એફ વસીફુદ્દીન ડાગર, ભરત નાટયમ નૃંત્યાગના રાની સિંઘલ, ગીતાજંલી લાલ, તથા કેઆર સુબન્ના સહિત કલાકારોની દલીલો પર ચુકાદો આપ્યો હતો.
ઉલ્લેખનિય છે કે ગેરકાયદેસર રીતે મકાન પચાવી પાડનારાઓ સામે સરકારે અભિયાન શરુ કર્યું છે અને તે અભિયાન અંતર્ગત લોકસભા સાંસદ ચિરાગ પાસવાનને પણ પોતાનું મકાન ખાલી કરવું પડયું હતું. આ મકાન તેમના પિતા રામવિલાસ પાસવાનને ફાળવાયુ હતું.