Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પૈસા, પાણી અને ટોર્ચ હંમેશા સાથે રાખો, યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે ભારત સરકારની નવી એડવાઈઝરી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ભારતે ખારકીવમાં ફસાયેલા ભારતીયો માટે નવી એડવાઈઝરી જારી કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે મુશ્કેલીમાં ફસાયેલા તમામ લોકોએ પોતાની સાથે ટોર્ચ, પૈસા અને પાણીની વ્યવસ્થા રાખવી ખુબ જ જરૂરી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાં ફસાયેલા તમામ લોકોએ પોતાના હાથમાં જરૂરી વસ્તુઓની એક નાની કિટ ચોવીસ કલાક તૈયાર રાખવી જોઈએ. આ સિવાય
પૈસા  પાણી અને ટોર્ચ
હંમેશા સાથે રાખો  યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે ભારત સરકારની નવી એડવાઈઝરી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ભારતે ખારકીવમાં ફસાયેલા ભારતીયો માટે નવી એડવાઈઝરી જારી કરી છે. જેમાં
તેમણે કહ્યું છે કે મુશ્કેલીમાં ફસાયેલા તમામ લોકોએ પોતાની સાથે ટોર્ચ
, પૈસા
અને પાણીની વ્યવસ્થા રાખવી ખુબ જ જરૂરી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે
યુક્રેનમાં ફસાયેલા તમામ લોકોએ પોતાના હાથમાં જરૂરી વસ્તુઓની એક નાની કિટ ચોવીસ
કલાક તૈયાર રાખવી જોઈએ. આ સિવાય એડવાઈઝરીમાં ચેતવણી પણ આપવામાં આવી છે. આ ઈમરજન્સી
કીટમાં પાસપોર્ટ
, આઈડી કાર્ડ, આવશ્યક દવા, જીવન
રક્ષક દવાઓ
, ટોર્ચ, લાઈટર, મીણબત્તી, રોકડ, પાવર બેંક, પાણી, પ્રાથમિક
સારવાર કીટ
, હેડગિયર, મફલર, મોજા, ગરમ જેકેટ હોવું જોઈએ.

Advertisement

 

સરકારે એડવાઈઝરીમાં કહ્યું છે કે તમામ ભારતીયોએ ત્યાં એક
વોટ્સએપ ગ્રુપ બનાવવું જોઈએ.
જેમાં તેમની સંપૂર્ણ
વિગતો શેર કરવી જોઈએ. નવી દિલ્હીમાં એમ્બેસી અથવા કંટ્રોલ રૂમ સાથે
WhatsApp પર ભૌગોલિક સ્થાન શેર કરો. આ સિવાય દર 08
કલાકે માહિતી અપડેટ કરતા રહો. આ સિવાય સતત હેડ કાઉન્ટ એટલે તમારા લોકોની ગણતરી
જાળવી રાખો.

Advertisement

 

સરકારે જાહેર કરી એડવાઈઝરી

Advertisement

 

-        
હુમલા
હવાઈ હુમલા
, એરક્રાફ્ટ અથવા ડ્રોન દ્વારા થઈ શકે છે

 

-        
મિસાઈલ
હુમલો

 

-        
આર્ટિલરી
તોપમારો

 

-        
નાના
હથિયારો/ફાયરપાવર

 

-        
ગ્રેનેડ
વિસ્ફોટ

 

-        
મોલોટોવ
કોકટેલ (પેટ્રોલ બોમ્બ)

 

-        
ઇમારતો
પડી શકે છે

 

-        
કાટમાળ
પડી શકે છે

 

-        
ઇન્ટરનેટ
જામિંગ

 

-        
વીજળી/ખોરાક/પાણીનો
અભાવ

 

-        
તાપમાન પણ
વધુ ઘટી શકે છે

 

-        
માનસિક
આઘાતનું કારણ બની શકે છે

 

-        
ઇજાઓ/તબીબી
મદદનો અભાવ

 

-        
વાહનવ્યવહારનો
અભાવ

 

-        
સશસ્ત્ર
લડવૈયાઓ અથવા લશ્કરી કર્મચારીઓ સાથે સામ-સામે આવી શકે છે.

 

શું ન કરવું જોઈએ

 

આ સિવાય સરકારે ચેતવણી આપી છે કે તમારા
બંકર/બેઝમેન્ટ/આશ્રયસ્થાનમાંથી હંમેશા બહાર નીકળવાનું ટાળો. કોઈપણ પ્રકારના
સ્થાનિક વિરોધનો ભાગ ન બનો. સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ટિપ્પણી ટાળો. આ
સિવાય કોઈપણ પ્રકારના હથિયાર સાથે ન રાખો. તેથી યુદ્ધના મેદાનમાંથી કોઈપણ પ્રકારની
તસવીર ક્લિક કરશો નહીં અથવા તેને સોશિયલ મીડિયા પર શેર કરશો નહીં. અને એડવાઈઝરીમાં
યુદ્ધના મેદાનમાંથી લાઈવ જવા અંગે પણ ચેતવણી આપવામાં આવી છે.

Tags :
Advertisement

.