Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Googleનું ડેટા સેન્ટર આગની ઝપટમાં આવ્યું, સ્થિતિ ગંભીર

Googleના ડેટા સેન્ટરમાં એક મોટી દુર્ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, સોમવારે અહીં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં સ્ટાફના ત્રણ કર્મચારીઓ ઘાયલ થયા હતા. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર અમેરિકાની કાઉન્સિલ બ્લફ્સમાં છે. કાઉન્સિલ બ્લફ્સ પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવારે સ્થાનિક સમય અનુસાર સવારà
06:11 AM Aug 09, 2022 IST | Vipul Pandya
Googleના ડેટા સેન્ટરમાં એક મોટી દુર્ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, સોમવારે અહીં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં સ્ટાફના ત્રણ કર્મચારીઓ ઘાયલ થયા હતા. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર અમેરિકાની કાઉન્સિલ બ્લફ્સમાં છે. 
કાઉન્સિલ બ્લફ્સ પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવારે સ્થાનિક સમય અનુસાર સવારે 11:59 વાગ્યે બની હતી. અહીં ત્રણ ઇલેક્ટ્રિશિયન ડેટા સેન્ટર બિલ્ડિંગની નજીકના સબસ્ટેશન પર કામ કરી રહ્યા હતા. ત્યારબાદ એક વિસ્ફોટ થયો, જેમાં ત્રણ ઈલેક્ટ્રીશિયન ગંભીર રીતે ઘાયલ થયા હતા. એક અહેવાલ અનુસાર, એક વ્યક્તિને હેલિકોપ્ટર દ્વારા નેબ્રાસ્કા મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યો હતો, જ્યારે અન્ય બે વ્યક્તિને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. નેબ્રાસ્કા મેડિકલ સેન્ટર કાઉન્સિલ બ્લફ્સથી થોડે દૂર છે, જે આયોવા-નેબ્રાસ્કા સરહદ પર આવે છે. કાઉન્સિલ બ્લફ્સ પોલીસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, જ્યારે તેમને મેડિકલ ઈમરજન્સી માટે લઈ જવામાં આવ્યા હતા, ત્યારે ત્રણેય પુરુષો ભાનમાં હતા અને શ્વાસ લઈ રહ્યા હતા. અત્યારે તેમના સ્વાસ્થ્યના નવીનતમ અપડેટની રાહ જોવાઈ રહી છે. જણાવી દઈએ કે, ગૂગલ આ પ્રકારના ડેટા સેન્ટર્સમાં મોટી ડ્રાઈવો અને કોમ્પ્યુટરમાં ડેટા સ્ટોર કરે છે. 
અહીં ગુગલ ડેટા સેન્ટરના રૂપમાં આંતરિક અને બાહ્ય નેટવર્ક સુવિધાઓ, ઠંડકની વ્યવસ્થા અને વિવિધ પ્રકારના સોફ્ટવેરનું વિશાળ ગુપ્ત કેમ્પસ દેખાય છે. આ ડેટા સેન્ટર્સ Google દ્વારા વિશ્વભરમાં ઘણી જગ્યાએ બનાવવામાં આવ્યા છે. ઉત્તર અમેરિકામાં, બર્કલે કાઉન્ટી, કાઉન્સિલ બ્લફ્સ, ડગ્લાસ કાઉન્ટી, જેક્સન કાઉન્ટી, લેનોઈર, મોન્ટગોમરી કાઉન્ટી, મેસ કાઉન્ટી, ધ ડલ્લાસ, હેન્ડરસન અને રેનોમાં ગૂગલ સેન્ટર છે.
આ પણ વાંચો - દુનિયાભરમાં ગૂગલ સર્ચ એન્જિન ડાઉન, હજારો યુઝર્સ પરેશાન
Tags :
caughtgoogleGoogleDataCenterGujaratFirst
Next Article
Home Shorts Stories Videos