Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગૂગલે લોન્ચ કર્યું એન્ડ્રોઇડ 13, જાણો ક્યા ફોનને મળશે આ અપડેટ

થોડા દિવસો પહેલા જ Google એ Google Pixel 7, Google Pixel Watch, Google Pixel 6a અને વધુ વિશે એક મોટી જાહેરાત કરી હતી. આ તમામ મોટા ખુલાસાઓ વચ્ચે, ગૂગલે નેક્સ્ટ જનરેશન ગૂગલ OS  એન્ડ્રોઇડ 13પણ લોન્ચ કર્યું.  જાહેરાત બાદ ઘણા Google સ્માર્ટફોન્સે નવું અપડેટ મળવાનું શરુ થઇ ચૂક્યું છે. જો કે આ એન્ડ્રોઇડ 13 બીટા ડેવલપર પ્રિવ્યૂના રૂપમાં છે. કુલ 12 મોટી બ્રાન્ડ્સ છે જે એન્ડ્રોઇડ 13 બીટા પ્રોગ્રામનો ભાગ છે. જાણો કઈ નવી એન્ડ્રોઇડ 13 બીટા ઓફર
ગૂગલે લોન્ચ કર્યું એન્ડ્રોઇડ 13  જાણો ક્યા ફોનને મળશે આ અપડેટ
થોડા દિવસો પહેલા જ Google એ Google Pixel 7, Google Pixel Watch, Google Pixel 6a અને વધુ વિશે એક મોટી જાહેરાત કરી હતી. આ તમામ મોટા ખુલાસાઓ વચ્ચે, ગૂગલે નેક્સ્ટ જનરેશન ગૂગલ OS  એન્ડ્રોઇડ 13પણ લોન્ચ કર્યું.  જાહેરાત બાદ ઘણા Google સ્માર્ટફોન્સે નવું અપડેટ મળવાનું શરુ થઇ ચૂક્યું છે. જો કે આ એન્ડ્રોઇડ 13 બીટા ડેવલપર પ્રિવ્યૂના રૂપમાં છે. કુલ 12 મોટી બ્રાન્ડ્સ છે જે એન્ડ્રોઇડ 13 બીટા પ્રોગ્રામનો ભાગ છે. જાણો કઈ નવી એન્ડ્રોઇડ 13 બીટા ઓફર કરે છે અને નવીનતમ અપડેટ મેળવતા સ્માર્ટફોનની યાદીમાં Google સ્માર્ટફોન તેમજ નોન-Google સ્માર્ટફોનનો સમાવેશ થાય છે.
આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 13 મળવાનું શરૂ થઇ ચૂક્યું છે 
Google Pixel 4, Google Pixel 4 XL, Google Pixel 4a, Google Pixel 4a 5G, Google Pixel 5, Google Pixel 5a, Google Pixel 6, Pixel 6 Pro, Xiaomi 12, Xiaomi 12 Pro, Xiaomi Pad 5, Oppo Find X5 Pro, Oppo Find N, Asus Zenfone 8, Lenovo Tab P12 Pro, HMD Global, Nokia X20, OnePlus 10 Pro, Realme GT 2 Pro, Sharp Aquos Sense 6, Tecno Camon 19 Pro 5G, Vivo X80 Pro, ZTE Axon 40 Ultra
Android 13 અપડેટમાં એક નવી પરમિશન સેટિંગનો સમાવેશ થાય છે. તે તમને મેનેજ કરવાની સુવિધા આપે છે કે તમે કઈ એપ્લિકેશનને નોટિફિકેશન મોકલો છો. આમાં નજીકના ડિવાઇસ સાથે શેર કરવા માટેની સારી ફેસેલિટી આપવામાં આવી છે. આમાં બિલકુલ નવું 'મટિરિયલ U' ડિઝાઈન લેંગ્વેજ એલિમેન્ટ સામેલ છે. જે તમને એપ આઈકન કલર્સને થીમ્સ સાથે મેચ કરવા દે છે અને અન્ય વસ્તુઓની સાથે પ્રી-એપ ટેક્સ્ટ પસંદ કરી શકે છે.
તે ગોપનીયતા અને સુરક્ષા માટે વધુ સારા નિયંત્રણો સાથે પણ આવે છે. ઉદાહરણ તરીકે, Android 13 સાથે જ્યારે કોઈ એપ્લિકેશન તમને ફાઇલોને ઍક્સેસ કરવાની પરવાનગી માટે પૂછે ત્યારે તમે 'ફોટો અને વીડિયો', 'મ્યુઝીક અને ઑડિઓ' વચ્ચે પસંદગી કરી શકશો. અગાઉ તે 'ફાઈલ્સ અને મીડિયા' પૂરતું મર્યાદિત હતું જે સમગ્ર ઇન્ટરનલ સ્ટોરેજની ઍક્સેસ પ્રદાન કરતું હતું. માત્ર સ્માર્ટફોન માટે જ નહીં, પરંતુ ટેબ્લેટ માટે, Android 13 વધુ મલ્ટિટાસ્કિંગ વિકલ્પો લાવે છે. તે નવા અપડેટેડ ટાસ્કબાર સાથે પણ આવે છે જેના દ્વારા તમે સરળતાથી એપ્સ વચ્ચે સ્વિચ કરી શકો છો. તેમજ સ્પ્લિટ-સ્ક્રીન વ્યૂમાં બે એપ્સનો બાજુમાં ઉપયોગ કરી શકો છો. 
Advertisement
Tags :
Advertisement

.