ગૂગલે ભારતીય હવામાનશાસ્ત્રી અન્ના મણિને તેમના 104મા જન્મદિવસ પર ડૂડલ બનાવીને સન્માનિત કર્યા
સર્ચ એન્જિન ગૂગલે ભારતના પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી અન્ના મણિની 104મી જન્મજયંતિ (Anna Mani 104th Birth Anniversary) નિમિત્તે ખાસ ડૂડલ (Google Created Doodle In Memory of Anna Mani) બનાવ્યું છે. આ ડૂડલ દ્વારા ગૂગલ તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે.અન્ના મણિ દેશની પ્રથમ મહિલા વૈજ્ઞાનિકોમાંથી એક હતા જેઓએ દેશમાં હવામાનની આગાહી કરવા માટેના સાધનો તૈયાર કર્યા. તેમના જીવનના કાર્ય અને સંશોધને ભારત માટે હવામા
07:54 AM Aug 23, 2022 IST
|
Vipul Pandya
સર્ચ એન્જિન ગૂગલે ભારતના પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી અને હવામાનશાસ્ત્રી અન્ના મણિની 104મી જન્મજયંતિ (Anna Mani 104th Birth Anniversary) નિમિત્તે ખાસ ડૂડલ (Google Created Doodle In Memory of Anna Mani) બનાવ્યું છે. આ ડૂડલ દ્વારા ગૂગલ તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે.
અન્ના મણિ દેશની પ્રથમ મહિલા વૈજ્ઞાનિકોમાંથી એક હતા જેઓએ દેશમાં હવામાનની આગાહી કરવા માટેના સાધનો તૈયાર કર્યા. તેમના જીવનના કાર્ય અને સંશોધને ભારત માટે હવામાનની સચોટ આગાહી કરવાનું સરળ અને શક્ય બનાવ્યું .
કોણ છે અન્ના મણિ
અન્ના મણિનો જન્મ આ દિવસે કેરળમાં વર્ષ 1918માં થયો હતો. તેમને વાંચન અને લખવામાં ખૂબ જ રસ હતો. 12 વર્ષની ઉંમર સુધીમાં, તેમણે તેમની જાહેર પુસ્તકાલયમાં લગભગ તમામ પુસ્તકો વાંચી લીધા હતા. અન્ના મણિએ વર્ષ 1939માં ચેન્નાઈની પ્રેસિડેન્સી કોલેજમાંથી ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી.
અન્ના મણિનો અભ્યાસ :
ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે વર્ષ 1945માં લંડનની ઈમ્પિરિયલ કોલેજમાં પણ પ્રવેશ મેળવ્યો. તેમણે ઈમ્પીરીયલ કોલેજમાંથી હવામાનશાસ્ત્રના સાધનોમાં વિશેષતા પ્રાપ્ત કરી હતી. અન્ના મણિ 1948માં ભારત પાછા આવ્યા અને હવામાન વિભાગમાં નોકરી શરૂ કરી.
ઇન્ડિયાઝ વેધર વુમન તરીકે જાણીતા હતા અન્ના મણિ 1969માં અન્ના મણિને ભારતીય હવામાન વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અન્ના મણીએ બેંગ્લોરમાં એક વર્કશોપ પણ સ્થાપી જે ઓઝોન સ્તર પર સંશોધન કરવા ઉપરાંત પવનની ગતિ અને સૌર ઉર્જાનું માપન કરતી હતી. 1976માં તે ભારતીય હવામાન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટરના પદ પરથી નિવૃત્ત થયા હતા. અન્ના મણિનું 16 ઓગસ્ટ 2001ના રોજ તિરુવનંતપુરમમાં અવસાન થયું હતું.
Next Article