ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Google એ Play Store ઉપર બ્લોક કરી દીધી સરકારી મીડિયા એપ્લિકેશન

રશિયાએ હથિયાર તો ઉપાડી લીધા જ છે અને હવે કોઈપણ સંજોગે હથિયાર મુકવા પણ નથી માંગતું. પછી ભલે તેને કોઈપણ સ્થિતિનો સામનો કેમ ન કરવો પડે. રશિયા દ્વારા કરવામાં આવી રહેલી તાનાશાહી બદલ તમામ જગ્યાએ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સાઈબર જગતમાં પણ તેના પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગૂગલે રશિયન મીડિયા ચેનલોને બ્લોક કરી દીધી છે. ગૂગàª
02:18 PM Mar 02, 2022 IST | Vipul Pandya

રશિયાએ હથિયાર તો
ઉપાડી લીધા જ છે અને હવે કોઈપણ સંજોગે હથિયાર મુકવા પણ નથી માંગતું. પછી ભલે તેને
કોઈપણ સ્થિતિનો સામનો કેમ ન કરવો પડે. રશિયા દ્વારા કરવામાં આવી રહેલી તાનાશાહી
બદલ તમામ જગ્યાએ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સાઈબર જગતમાં પણ તેના પર
કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગૂગલે રશિયન મીડિયા ચેનલોને
બ્લોક કરી દીધી છે. ગૂગલ
દ્વારા જ આ વાતની જાણકારી આપવામાં આવી છે.
કંપનીએ ગૂગલ પ્લે સ્ટોર પર
RT ન્યૂઝ
અને સ્પુટનિકથી સંબંધિત મોબાઈલ એપ્સને બ્લોક કરી દીધી છે. આ પહેલા
યુટ્યુબે આ બંને મીડિયા આઉટલેટ્સ સાથે
સંકળાયેલી યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો.
ઉલ્લેખનિય છે કે ઘણી ટેક કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પર
રશિયન રાજ્ય મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. ગૂગલની જેમ એપલે પણ એપ સ્ટોરમાંથી આ બે
ન્યૂઝ આઉટલેટ્સની એપ્સ હટાવી દીધી છે. યુક્રેન વિશે ખોટી માહિતી ફેલાવવા બદલ આ
ન્યૂઝ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


આરટી
ન્યૂઝે તેનું સ્ટેન્ડ રજૂ કર્યું


બાબતે
RTના ડેપ્યુટી એડિટર-ઈન-ચીફ અન્ના
બેલ્કીનાએ જણાવ્યું કે ટેક કંપનીઓએ કોઈપણ પુરાવા વિના તેમના મીડિયા આઉટલેટ્સ પર
પ્રતિબંધ મૂક્યો છે. જો કે
સ્પુટનિકે હજુ સુધી આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી. તમને જણાવી દઈએ કે
ગૂગલે યુરોપમાં પ્લે સ્ટોર પર આ બંને ન્યૂઝ સાઇટ્સની એપ્સને બ્લોક કરી દીધી છે. 
રશિયાના
રાજ્ય મીડિયાને અવરોધિત કરતા પહેલા
YouTube એ જાહેરાતો દ્વારા તેમની કમાણી અટકાવી દીધી હતી. ફેસબુકની કંપની મેટા
દ્વારા પણ આવા પગલા લેવામાં આવ્યા છે. મેટાએ માહિતી આપી હતી કે યુરોપિયન દેશોની
માંગ પર
યુરોપમાં તેના તમામ પ્લેટફોર્મ પર
રશિયન મીડિયાને બ્લોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

ગૂગલ-એપલની
ઘણી સેવાઓ બંધ


સિવાય ગૂગલે યુક્રેનમાં ગૂગલ મેપ્સના લાઈવ ટ્રાફિક ફીચરને બંધ કરી દીધું છે.
Apple Apple Maps ની ટ્રાફિક અને લાઇવ ઇન્સિડેન્ટ સુવિધાને પણ બંધ કરી દીધી છે. આ
સિવાય એપલે રશિયામાં તેના ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે અને
Apple Payની સેવા પણ બંધ કરી દીધી છે.

Tags :
blockApplicationCyberAtteckgoogleGujaratFirstplaystorerussiaRussiaKhersonrussiaukrainewarukraine
Next Article