Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માટે આનંદના સમાચાર , ડી-બિયર્સ આગામી વર્ષથી રફ હીરાનું ઉત્પાદન વધારશે

હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે સૌથી મોટા ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે.સુરતમાં મોટા ભાગના લોકોનો રોજગાર હીરા પર નિર્ભર છે,અને એમાં પણ વિશ્વમાં સૌથી વધુ રફ હીરાનું ઉત્પાદન કરતી ડી-બિયર્સની ટીડીસી દ્વારા રફ હીરાનું ઉત્પાદન વધારવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્તમાન સમયે ડી-બિયર્સ અને બોત્સ્વાના દેશ વચ્ચે સંયુક્ત કરારમાં દર વર્ષે ૪૫ મિલિયન કેરેટ રફ હીરાની ઉત્પાદàª
હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માટે આનંદના સમાચાર   ડી બિયર્સ આગામી વર્ષથી રફ હીરાનું ઉત્પાદન વધારશે
હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે સૌથી મોટા ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે.સુરતમાં મોટા ભાગના લોકોનો રોજગાર હીરા પર નિર્ભર છે,અને એમાં પણ વિશ્વમાં સૌથી વધુ રફ હીરાનું ઉત્પાદન કરતી ડી-બિયર્સની ટીડીસી દ્વારા રફ હીરાનું ઉત્પાદન વધારવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્તમાન સમયે ડી-બિયર્સ અને બોત્સ્વાના દેશ વચ્ચે સંયુક્ત કરારમાં દર વર્ષે ૪૫ મિલિયન કેરેટ રફ હીરાની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ક્રાંતિ 
સુરત શહેર ડાયમંડ ઉદ્યોગનું હબ છે. સાથે લોકો અહીથી હીરા વેપારીઓ વિદેશોમાં પોતાના હીરા એક્સપોર્ટ કરે છે.અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સ્તર પર સુરતના પોલિશ્ડ હીરા વખણાતા હતા.સુરતમાં અત્યાર સુધી નાની ઘંટીઓ ઉપર ડાયમંડ ઘસાતા હતા. સુરતમાં વિશ્વભરમાંથી આવતા રફ ડાયમંડને ચમક આપવામાં આવે છે.પરંતુ હવે ડાયમંડ ઉદ્યોગ નવી ક્રાંતિ તરફ અગ્રેસર થઈ રહ્યું છે.
ડી- બિયર્સ - બોત્સવા વચ્ચે 50-50 ટકાની ભાગીદારી 
વિશ્વના હીરા ઉદ્યોગમાં ખાણમાંથી કાઢવામાં આવતા રફ હીરાના ઉત્પાદનમાં ડી-બિયર્સ કંપની અગ્રેસર ડી-બિયર્સ સહિત અન્ય વિવિધ દેશોમાં રફ હીરા ઉત્પાદનનું ઓપરેશન ચલાવે છે. જે અંતર્ગત ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના બોત્સ્વાના દેશ તથા ડી- બિયર્સ રફ હીરાની ખાણો માંથી રફના ઉત્પાદન માટે ૫૦- ૫૦ ટકાની ભાગીદારી કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં પોલીશ્ડ ડાયમંડની માગ સામે રફ હીરાનું ઉત્પાદન ઓછું હોવાથી ડી-બિયર્સ દ્વારા આગામી વર્ષે રફ હીરાની ઉત્પાદન વધારવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ડી-બિયર્સ કંપની હવે બોત્સ્વનાથી આગળ વધીને રફ હીરાના અન્ય ક્ષેત્રોમાં ઓપરેશન હાથ ધરશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.