Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દૂધ ઉત્પાદકો માટે ખુશખબર,પ્રતિ ફેટના ભાવ વધતા પશુપાલકોને થશે ફાયદો

ગાંધીનગર (Gandhinagar)જિલ્લાના દૂધ ઉત્પાદકો (Milk Producers)માટે ચૂંટણી બાદ સૌથી સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળીએ દૂધના પ્રતિ ફેટના ભાવમાં વધારો કર્યો  છે. ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા પ્રતિ કિલો ફેટના ભાવ 815 રૂપિયાથી  વધારીને  850 રૂપિયા કરવામાં આવ્યા છે. આ ભાવ 35  રૂપિયાનો વધારાથી ગાંધીનગર જિલ્લાના કુલ 45 હજાર પશુપાલકોને લાભ થશે. મધુર ડેરીએ દાવો ક
દૂધ ઉત્પાદકો માટે ખુશખબર પ્રતિ ફેટના ભાવ વધતા પશુપાલકોને થશે ફાયદો
ગાંધીનગર (Gandhinagar)જિલ્લાના દૂધ ઉત્પાદકો (Milk Producers)માટે ચૂંટણી બાદ સૌથી સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળીએ દૂધના પ્રતિ ફેટના ભાવમાં વધારો કર્યો  છે. ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા પ્રતિ કિલો ફેટના ભાવ 815 રૂપિયાથી  વધારીને  850 રૂપિયા કરવામાં આવ્યા છે. આ ભાવ 35  રૂપિયાનો વધારાથી ગાંધીનગર જિલ્લાના કુલ 45 હજાર પશુપાલકોને લાભ થશે. મધુર ડેરીએ દાવો કર્યો હતો કે ગુજરાતના(Gujarat) તમામ જિલ્લા દૂધ ઉત્પાદક કરતાં આ સૌથી વધુ ભાવ છે. આવતીકાલથી જ આ ભાવ વધારો લાગુ પાડવામાં આવશે. 
ગાંધીનગર જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે મોટા સમાચાર
નોંધનીય છે કે દૂધમાં ભાવ વધારો મળતા પશુપાલકોના જીવન ધોરણમાં સુધારો આવશે. 815ના સ્થાને 850 રૂપિયાનો વધારો મળતા દૂધ ઉત્પાકોને હવે 35 રૂપિયાનો વધારો મળશે.
મધુર ડેરી દ્વારા સહકારી ધોરણે વેચવામાં આવે છે શાકભાજી

મધુર ડેરી દ્વારા ‘પ્રધાનમંત્રી કિશાન સંપદા યોજન  હેઠળ ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે મધુર ડેરી ગાંધીનગર દ્વારા, દૂધની સાથે સાથે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ પશુપાલકો અને ખેડૂતોને દૂધની જેમ તેમની કૃષિ પેદાશોમાં પણ ભાવ વધારાનો ફાયદો થાય તે માટે મિશન બિયોન્ડ મિલ્ક પહેલ રૂપે વિવિધ વસ્તુઓ મળી રહે તે માટે ફળ, શાકભાજી અને મીનરલ વોટરના વેચાણનું પણ ભૂતકાળમાં આયોજન  કરવામાં આવ્યું હતું.
મધુર શાકભાજી સેતુ કાર્યક્રમ હેઠળ મધુર ડેરી દ્વારા આ ખેડૂતોને શાકભાજીના બિયારણથી માંડી બજાર સુધીની પ્રક્રિયામા ટેકનિકલ માર્ગદર્શન, બજાર વ્યવસ્થા પૂરી પાડી પોષણક્ષમ ભાવ મળી રહે અને ગાંધીનગરના ગ્રાહકોને યોગ્યભાવે ગુણવત્તાવાળા, સ્વચ્છ પાણીમાં ધોયેલા, તાજા શાકભાજી સમારેલા કે ફોલેલા મળી રહે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.