ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મેસ્સીના ફેન માટે આવ્યા Good News, રિટાયર્મેન્ટને લઇને આપ્યું સૌથી મોટું નિવેદન

ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022) નો વર્લ્ડ કપ અંતે આર્જેન્ટિના (Argentina) ના નામે થઇ ગયો છે. 36 વર્ષ બાદ આર્જેન્ટિનાની ટીમ વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી છે. આખરે લિયોનેલ મેસ્સી (Lionel Messi) નું સપનું પૂરુ થયું છે. મહત્વનું છે કે, આર્જેન્ટિનાએ છેલ્લી વખત 1986માં ટાઈટલ પોતાના નામે કર્યુ હતું. હવે 2022માં આર્જેન્ટિનાએ ઈતિહાસનું પુનરાવર્તન કર્યું અને ત્રીજી વખત ટાઈટલ જીતવામાં સફળતા મેળવી. જણાવી દઇએ કે, વરà
06:38 AM Dec 19, 2022 IST | Vipul Pandya
ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022) નો વર્લ્ડ કપ અંતે આર્જેન્ટિના (Argentina) ના નામે થઇ ગયો છે. 36 વર્ષ બાદ આર્જેન્ટિનાની ટીમ વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી છે. આખરે લિયોનેલ મેસ્સી (Lionel Messi) નું સપનું પૂરુ થયું છે. મહત્વનું છે કે, આર્જેન્ટિનાએ છેલ્લી વખત 1986માં ટાઈટલ પોતાના નામે કર્યુ હતું. હવે 2022માં આર્જેન્ટિનાએ ઈતિહાસનું પુનરાવર્તન કર્યું અને ત્રીજી વખત ટાઈટલ જીતવામાં સફળતા મેળવી. જણાવી દઇએ કે, વર્લ્ડ કપ ફાઈનલ પહેલા મેસ્સીએ પોતાના સંન્યાસ વિશે વાત કરતા કહ્યું હતું કે ફાઈનલ મેચ આર્જેન્ટિના માટે તેની છેલ્લી મેચ હશે. પરંતુ ફાઈનલ મેચ બાદ તેણે પોતે જ પોતાની નિવૃત્તિ અંગે અપડેટ આપી છે.

મેસ્સી ફેન્સ માટે Good News
આ વર્લ્ડ કપની જીત સાથે લિયોનેલ મેસ્સીનું તે સપનું પણ પૂરું થયું જે તેણે 16 વર્ષ પહેલા 2006માં તેના પ્રથમ વર્લ્ડ કપ દરમિયાન જોયું હતું. મેસ્સીનો આ 5મો વર્લ્ડ કપ હતો અને 2021માં બ્રાઝિલને હરાવીને કોપા અમેરિકા જીત્યા બાદ તેની બીજી મોટી સિદ્ધિ હતી. ઉલ્લેખનીય છે કે, ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022)  ની ફાઈનલ પહેલા એવા સમાચાર હતા કે લિયોનેલ મેસ્સી તેની અંતિમ મેચ આ વર્લ્ડ કપની ફાઈનલમાં રમશે અને ત્યારબાદ તે સંન્યાસ લઇ લેશે અને તે પછી તે ફરી રમશે નહીં. વળી લોકોને ફાઈનલ શરૂ થયા પહેલા એવી પણ આશા કે મેસ્સી ખિતાબ સાથે જ વિદાઇ લેશે. પરંતુ હવે જે માહિતી સામે આવી રહી છે તે મેસ્સી ફેન્સ માટે Good News છે. જીહા, ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીએ કહ્યું છે કે તે સંન્યાસ લઇ રહ્યો નથી. તેણે કહ્યું કે તે રમવાનું ચાલુ રાખશે. છેલ્લા ઘણા સમયથી ચાલતી અટકળોનો લિયોનેલ મેસ્સીએ આખરે અંત લાવ્યો છે. હવે મેસ્સીએ પોતે એક નિવેદન આપીને તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂક્યો છે. મીડિયા રિપોર્ટ્સથી મળેલી માહિતી અનુસાર મેસ્સીએ ફાઈનલ મેચ બાદ સ્પષ્ટ કર્યું હતું કે તે આર્જેન્ટિના માટે વર્લ્ડ ચેમ્પિયન તરીકે રમવાનું ચાલુ રાખશે. જે બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે કદાચ મેસ્સીએ નિવૃત્તિ અંગેનો પોતાનો વિચાર બદલી નાખ્યો છે. 

ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસીએ શું કહ્યું?
થોડા સમય પહેલા મેસ્સીએ પોતે કહ્યું હતું કે, કતારમાં આયોજિત આ ટૂર્નામેન્ટ તેનો છેલ્લો ફિફા વર્લ્ડ કપ હશે અને તે ફાઈનલ મેચ તેની છેલ્લી મેચ તરીકે રમશે. પરંતુ સપાટી પર આવેલા તેના તાજેતરના નિવેદનમાં તેણે કહ્યું કે, 'ના, હું મારી રાષ્ટ્રીય ટીમ (આર્જેન્ટિના)માંથી નિવૃત્તિ લઈ રહ્યો નથી. હું આર્જેન્ટિનાની જર્સીમાં વર્લ્ડ ચેમ્પિયનની જેમ રમવાનું ચાલુ રાખીશ. આર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ સતત એવું કહેવામાં આવી રહ્યું હતું કે મેસ્સી ગમે ત્યારે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે, પરંતુ હવે કદાચ વલણ સ્પષ્ટ થઈ ગયું છે. અને આ નિવેદન બાદ મેસ્સીના ફેન પણ ઘણા ખુશ થયા હશે. 

કેવી રહી આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની મેચ?
ઉલ્લેખનીય છે કે, રવિવારે ફ્રાન્સ સાથે રમાયેલી સેમિફાઇનલ મેચમાં લિયોનેલ મેસ્સીએ આર્જેન્ટિના માટે ગોલની શરૂઆત કરી હતી. મેચ શરૂ થતાં જ આર્જેન્ટિનાને પેનલ્ટી મળી હતી. મેસ્સીએ તેને ગોલ બોક્સમાં નાખ્યો અને પોતાની ટીમને લીડ અપાવી. આ પછી તેણે બીજો ગોલ કર્યો. બંને ટીમોને વધારાનો સમય મળ્યા બાદ પણ મેચનું પરિણામ જાણી શકાયું ન હોતું. સ્કોર 3-3ની બરાબરી પર રહ્યો હતો. Mbappeએ 3 ગોલ ફટકારીને ફ્રાન્સ માટે હેટ્રિક લીધી હતી. વધારાના સમયમાં કોઈ પરિણામ ન આવતા મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી. ત્યાં પણ મેસ્સીએ આર્જેન્ટિના માટે શરૂઆત કરી હતી. શૂટઆઉટમાં મેસ્સીએ પહેલો ગોલ કર્યો હતો. આ પછી, અન્ય ખેલાડીઓએ પણ તેમની જવાબદારી નિભાવતી વખતે કઇંક આવું જ કર્યું. આર્જેન્ટિનાએ આ મેચ 4-2થી જીતીને 36 વર્ષ બાદ ટાઈટલ જીત્યું હતું. 1986 માં, આર્જેન્ટિનાએ મારાડોનાની કપ્તાની હેઠળ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો હતો. બસ આ જ ક્ષણ લોકો માટે એકવાર ફરી જીવંત બન્યો હતો. આર્જેન્ટિનાના મેસ્સીએ આ ટૂર્નામેન્ટમાં કુલ 7 ગોલ કર્યા હતા, જ્યારે ફ્રાન્સના એમ્બાપ્પેએ આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 8 ગોલ કર્યા હતા અને અંતે તેણે ગોલ્ડન બૂટ એવોર્ડ જીત્યો હતો. 
આ પણ વાંચો - FIFA વર્લ્ડ કપનો ખિતાબ આર્જેન્ટીનાએ જીત્યો, પેનલ્ટી શુટઆઉટમાં જીતી મેચ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ArgentinaFIFAWorldCupFIFAWorldCup2022FootballWorldCupGujaratFirstLionelMessiretirement
Next Article