Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત પોલીસ માટે સારા સમાચાર, પગાર ભથ્થાને લઈને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય

ગુજરાત પોલીસ (Gujarat Police) માટે વધુ એક સારા સમાચાર આવી રહ્યાં છે. રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કરતા સાયકલ એલાઉન્સ અને સ્પેશિયલ પે ને રદ્દ કરી ખાસ વળતર નક્કી કર્યું છે. રાજ્ય સરકારે સામાન્ય ઠરાવ પસાર કરી આ નિર્ણય કર્યો છે. 1લી ઓગસ્ટથી અમલી થશે. એટલે કે આ મહિનાથી જ પગારભથ્થામાં વધારો મળી જશે.સરકારે જાહેર સુરક્ષા પ્રોત્સાહન રકમ નક્કી કરી છે. જેમાં ફિક્સ પગારના LRD અને ASIને રૂ. 3500, પોલીસ કોન્સ્ટેબલ
ગુજરાત પોલીસ માટે સારા સમાચાર  પગાર ભથ્થાને લઈને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય
ગુજરાત પોલીસ (Gujarat Police) માટે વધુ એક સારા સમાચાર આવી રહ્યાં છે. રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કરતા સાયકલ એલાઉન્સ અને સ્પેશિયલ પે ને રદ્દ કરી ખાસ વળતર નક્કી કર્યું છે. રાજ્ય સરકારે સામાન્ય ઠરાવ પસાર કરી આ નિર્ણય કર્યો છે. 1લી ઓગસ્ટથી અમલી થશે. એટલે કે આ મહિનાથી જ પગારભથ્થામાં વધારો મળી જશે.
સરકારે જાહેર સુરક્ષા પ્રોત્સાહન રકમ નક્કી કરી છે. જેમાં ફિક્સ પગારના LRD અને ASIને રૂ. 3500, પોલીસ કોન્સ્ટેબલને રૂ. 4000, હેડ કોન્સ્ટેબલને રૂ. 4500 અને ASIને રૂ. 5000 મળશે. સરકારે સામાન્ય ઠરાવ કરીને આ આદેશ જાહેર કર્યો છે. ઓગસ્ટ મહિનાના પગારમાં જ આ વધારો મળી જશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા ગ્રેડ પે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે 14મી ઓગસ્ટે પોલીસ કર્મીઓના પગારમાં વધારા માટે 550 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. જેમાં LRDથી લઈને ASI સુધીના પોલીસ કર્મીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. . હવે આ મામલે સરકારે સામાન્ય ઠરાવ કરીને પગારભથ્થામાં વધારો કરવાના નિર્ણય પર મંજુરીની મહોર મારી દીધી છે. ગઈકાલે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ મુલાકાત દરમિયાન આ મામલે ચર્ચા કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.