Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે આવ્યા Good News, જાણો

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોને આ દિવાળીમાં બમણો ફાયદો થયો છે. જીહા, મોંઘવારી ભથ્થા માટે છેલ્લા ઘણા દિવસોથી રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે આખરે રાહતના સમાચાર સામે આવ્યા છે. કર્મચારીઓના પગારમાં 6840 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષની શરૂઆતમાં સરકારે DA મા 3 ટકાનો વધારો કર્યો હતો, ત્યારબાદ મોંઘવારી ભથ્થું વધીને 34 ટકા થઈ ગયું હતું. હવે DA મા 4 ટકાના વધારા સાથે મો
08:40 AM Sep 28, 2022 IST | Vipul Pandya
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોને આ દિવાળીમાં બમણો ફાયદો થયો છે. જીહા, મોંઘવારી ભથ્થા માટે છેલ્લા ઘણા દિવસોથી રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે આખરે રાહતના સમાચાર સામે આવ્યા છે. કર્મચારીઓના પગારમાં 6840 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષની શરૂઆતમાં સરકારે DA મા 3 ટકાનો વધારો કર્યો હતો, ત્યારબાદ મોંઘવારી ભથ્થું વધીને 34 ટકા થઈ ગયું હતું. હવે DA મા 4 ટકાના વધારા સાથે મોંઘવારી ભથ્થું વધીને 38 ટકા થઈ જશે.  
મોંઘવારી ભથ્થું વધીને 38 ટકા થઈ જશે
આ વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 34 થી વધીને 38 ટકા થઈ ગઈ છે. વધેલું મોંઘવારી ભથ્થું જુલાઈ 2022થી લાગુ થશે. વળી, આ લોકોને ઑક્ટોબરમાં જુલાઈ અને ઑગસ્ટ એમ બે મહિનાની બાકી રકમ પણ મળી શકે છે. 7મા પગાર પંચમાં લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયા છે અને કેબિનેટ સચિવના સ્તરે 56,900 રૂપિયા છે. 38 ટકાના હિસાબે 18,000 રૂપિયાના મૂળ પગાર પર વાર્ષિક DA મા કુલ વધારો 6,840 રૂપિયા મળશે. કુલ DA મા દર મહિને રૂ.720નો વધારો થશે. 56,900 રૂપિયાના મહત્તમ બેઝિક સેલરી બ્રેકેટમાં વાર્ષિક મોંઘવારી ભથ્થામાં કુલ વધારો 27,312 રૂપિયા થશે. આ સેલરી બ્રેકેટમાં 34 ટકાની સરખામણીમાં 2,276 રૂપિયા વધુ મળશે.
નોંધપાત્ર રીતે, મોંઘવારી ભથ્થામાં વધારો એઆઈસીપીઆઈ (AICPI) ઈન્ડેક્સ સાથે સીધો સંબંધ ધરાવે છે. ફેબ્રુઆરી બાદ AICPI ઇન્ડેક્સમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી 2022 મા AICPI ઇન્ડેક્સનો આંકડો 125.1 હતો, જે ફેબ્રુઆરીમાં ઘટીને 125 પર આવ્યો હતો. જ્યારે માર્ચમાં તે 126 પોઈન્ટ પર પહોંચ્યો હતો. આ પછી, એપ્રિલમાં તે વધીને 127.7 ના સ્તર પર પહોંચી ગયો છે. મે મહિનામાં તે 129 પોઈન્ટ પર પહોંચ્યો હતો, જ્યારે જૂનમાં તે 129.2 પોઈન્ટ પર પહોંચ્યો હતો. પહેલાથી જ એવી અપેક્ષા હતી કે આ વખતે કેન્દ્રીય કર્મચારીઓના DA મા 4 ટકાનો વધારો થઈ શકે છે.
આ પણ વાંચો - ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી વચ્ચે કરાર! એકબીજાના કર્મચારીઓને નોકરી નહીં આપે
Tags :
7thPayCommissionCentralEmployeesDAGujaratFirst
Next Article