Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહિનાના પ્રથમ દિવસે આવ્યા Good News, LPG સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ધરખમ ઘટાડો

દેશમાં મોંઘવારીથી ત્રસ્ત લોકોને સપ્ટેમ્બરના પ્રથમ દિવસે ગેસ સિલિન્ડરના ભાવને લઈને મોટી રાહત મળી છે. 1લી સપ્ટેમ્બરે LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. LPG સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, કિંમતમાં આ ઘટાડો માત્ર કોમર્શિયલ સિલિન્ડર પર જ થયો છે. જ્યારે 14.2 કિલોના ઘરેલું LPG ગેસ સિલિન્ડર એ જ જૂના ભાવે ઉપલબ્ધ છે. તેની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આàª
03:26 AM Sep 01, 2022 IST | Vipul Pandya
દેશમાં મોંઘવારીથી ત્રસ્ત લોકોને સપ્ટેમ્બરના પ્રથમ દિવસે ગેસ સિલિન્ડરના ભાવને લઈને મોટી રાહત મળી છે. 1લી સપ્ટેમ્બરે LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. LPG સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, કિંમતમાં આ ઘટાડો માત્ર કોમર્શિયલ સિલિન્ડર પર જ થયો છે. જ્યારે 14.2 કિલોના ઘરેલું LPG ગેસ સિલિન્ડર એ જ જૂના ભાવે ઉપલબ્ધ છે. તેની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 
ઈન્ડિયન ઓઈલ દ્વારા આજે એટલે કે 1લી સપ્ટેમ્બરે LPGના નવા દરો જાહેર કરવામાં આવ્યા છે, જે મુજબ ઈન્ડેન સિલિન્ડર દિલ્હીમાં 91.50 રૂપિયા, કોલકતામાં 100 રૂપિયા, મુંબઈમાં 92.50 રૂપિયા અને ચેન્નાઈમાં 96 રૂપિયા સસ્તું થશે. આ ઘટાડો દિલ્હીથી પટના, જયપુરથી દિસપુર, લદ્દાખથી કન્યાકુમારી સુધી થયો છે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડાનો ફાયદો દેશના લગભગ દરેક મોટા શહેરમાં મળશે. આજથી દિલ્હીમાં 19 કિલોના LPG સિલિન્ડરની કિંમત 1976.50 થી વધીને 1885 રૂપિયા થઈ ગઈ છે. વળી, હવે કોલકતામાં કિંમતો ઘટીને 1995.5 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 2095 રૂપિયા હતી. બીજી તરફ દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં સિલિન્ડરની કિંમત 1844 રૂપિયા થઈ ગઈ છે.

કોમર્શિયલ સિલિન્ડરની અછતને કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને મોટા લગ્ન સમારોહમાં બનેલા રસોડા સસ્તા થશે. કારણ કે આવી જગ્યાએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે. આ રીતે, જ્યાં ગ્રાહકોને ઘરેલુ ગેસ સિલિન્ડરનો સીધો ફાયદો થાય છે. વળી, જો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો થાય છે, તો હોટેલોમાંથી મંગાવેલું ભોજન મોંઘું થઈ જાય છે. પરંતુ જો કિંમતો સસ્તી હોય તો તેનો આડકતરી રીતે સામાન્ય ગ્રાહકોને પણ ફાયદો થાય છે. ઉલ્લેખનીય છે કે, ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. આ જ કારણ છે કે ગયા મહિને એટલે કે 1લી ઓગસ્ટે પણ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત પહેલા 2012.50 પૈસા હતી, આ ઘટાડા પછી કિંમત ઘટીને 1976.50 રૂપિયા થઈ ગઈ છે.

આ પણ વાંચો - મોંઘવારીથી ત્રસ્ત જનતા માટે આવ્યા Good News, સસ્તા થયા ગેસ સિલિન્ડર
Tags :
GujaratFirstLPGLPGCylinderPriceDown
Next Article