સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર" રાજકોટ જિલ્લા ક્લેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરીય કાર્યશાળા યોજાઈ
સુશાસન સપ્તાહની ઉજવણીતા. ૨૫ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં સુશાસન સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને 'સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર' અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્તરીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ. જે. ખાચર દà
10:33 AM Dec 23, 2022 IST
|
Vipul Pandya
સુશાસન સપ્તાહની ઉજવણી
તા. ૨૫ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં સુશાસન સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને "સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર" અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્તરીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ. જે. ખાચર દ્વારા સ્વાગત પ્રવચન કરાયું હતું.
પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી રજૂઆત
આ વર્કશોપમાં તંત્રની વિશેષ સિદ્ધિ તથા જાહેર હિત માટેની નવતર પહેલની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મદદનીશ નિયામક રોજગાર વિભાગ દ્વારા સૈન્ય ભરતીમાં સૌરાષ્ટ્રના ઉમેદવારોની ભાગીદારી તેમજ અનુબંધન પોર્ટલ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી દ્વારા ઈ-સરકાર પોર્ટલ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ. જે. ખાચર દ્વારા ગુડ ગવર્નન્સ વિશે તમામ જાણકારી આપવામાં આવી હતી.
વિઝન ફોર ઇન્ડિયા - ૨૦૪૭
આ વર્કશોપમાં ક્લેકટરશ્રી અરુણ મહેશ બાબુએ વહીવટી તંત્રની પ્રસંશનીય કામગીરીને વર્ણવી હતી. તેમજ વિઝન ફોર ઇન્ડિયા - ૨૦૪૭ની સફળતા માટે ગ્રામ્ય કક્ષાએ છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડી લોકભોગ્ય વહીવટ બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. આ સાથે 'મીનીમમ ગવર્ન્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ'ની થીયરીને અમલમાં મૂકી તમામ વિભાગો ગામડાંઓના વિકાસ તરફ વિશેષ ધ્યાન આપવા અને ગામડાંઓમાં આંગણવાડીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ડીજીટલ સેવાસેતુ, ગ્રામસભા-રાત્રિસભા સહિતની પ્રવૃત્તિઓ દ્વારા ગ્રામજનોનું જીવનધોરણ ઊંચું લાવવાના પ્રયાસ હાથ ધરવા જણાવાયું હતું. તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે વિવિધ સરકારી વિભાગો કામગીરીમાં પારદર્શકતા લાવીને તેમજ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવા વિચારો થકી નવા કાર્યોનું અમલીકરણ પ્રજા કલ્યાણ માટે કરવા સૂચન કરવામાં આવ્યા..
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article