Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલ નગરપાલિકા વેરો ઉઘરાવવા માટે આધુનિક બની, વેરો ભરવા લોકોએ હવે લાઈનોમાં નહી ઉભું રહેવું પડે

ગોંડલ (Gondal) નગરપાલિકા નો વસ્તી અને વ્યાપ દિવસે ને દિવસે વધી રહી હોય વેરા વસુલાત (Tax Collection) માટે લોકોને લાંબી લાઈનો કે કતારોમાં ઉભું રહેવું ન પડે તે માટે POS મશીનની સુવિધા શરૂ કરવામાં આવી છે જેને લઇ પાલિકાના કર્મચારીઓ ઘરે-ઘરે દુકાને દુકાને ફરી વેરો ઉઘરાવી શકશે અને તાકીદે જ લોકોને પહોંચ પણ આપી દેશે.11 વોર્ડ માટે 11 પીઓએસ મશીનની સુવિધા શરૂ કરવામાં આવશેગોંડલ નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ ભાવનàª
ગોંડલ નગરપાલિકા વેરો ઉઘરાવવા માટે આધુનિક બની  વેરો ભરવા લોકોએ હવે લાઈનોમાં નહી ઉભું રહેવું પડે
ગોંડલ (Gondal) નગરપાલિકા નો વસ્તી અને વ્યાપ દિવસે ને દિવસે વધી રહી હોય વેરા વસુલાત (Tax Collection) માટે લોકોને લાંબી લાઈનો કે કતારોમાં ઉભું રહેવું ન પડે તે માટે POS મશીનની સુવિધા શરૂ કરવામાં આવી છે જેને લઇ પાલિકાના કર્મચારીઓ ઘરે-ઘરે દુકાને દુકાને ફરી વેરો ઉઘરાવી શકશે અને તાકીદે જ લોકોને પહોંચ પણ આપી દેશે.

11 વોર્ડ માટે 11 પીઓએસ મશીનની સુવિધા શરૂ કરવામાં આવશે
ગોંડલ નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી ઉપર પ્રમુખ ગૌતમભાઈ સિંધવ કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા અને ધિમંત કુમાર વ્યાસ, RCMની હાજરીમાં શહેરમાં પ્રજાજનો માટે ઘરે ઘરે ડોર ટુ ડોર પીઓએસ મશીનની મદદથી ટેક્ષ કલેક્શનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે  કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો.
ફેડરલ બેન્ક સાથે ટાઈપ કરાતા બેન્ક દ્વારા 11 મશીન આપવામાં આવ્યા
ઉપરોક્ત સંદર્ભે ફેડરલ બેંક સાથે ટાઇપ કરવામાં આવતા બેંક દ્વારા  પીઓએસ મશીન પુરા પાડવામાં આવ્યા હતા, પીઓએસ મશીનનો વોર્ડ વાઈઝ ઉપયોગ કરી નગરપાલિકાના કર્મચારી મશીન લઈ ડોર ટુ ડોર ઘરે-ઘરે દુકાને દુકાને ફરશે અને ત્યાં લોકોની પાસેથી જે બાકી ટેક્સ હોય એ લોકો ત્યાં ઓન ધ સ્પોટ ટેક્સ ભરે તો તરત ત્યાં ને ત્યાં પહોંચ પણ આપી દેશે.

પ્રજાજનોને લાઈન માં ઉભું નહીં રહેવું પડે અને કર્મચારીઓ ઘરે ઘરે દુકાને દુકાને ફરી વેરો ઉઘરાવસે
ગોંડલ નગરપાલિકાને ટેક્સ કલેક્શનની ઝુંબેશ માં સુવિધા મળશે લોકોને પણ એવી સુવિધાનો લાભ મળશે જેથી કોઈ લાઈનમાં નહિ ઉભા રહેવું પડે તેમજ કોઈ ને ઓનલાઇન પોતાની જાતે કરવાનો કોઈ પ્રયત્ન પણ નહીં કરવો પડે, લોકો ટેક્ષ ભરે તેની પહોંચ આપી દેવામાં આવશે અને બીજા દિવસે પાલિકાની અધિકૃત પહોંચ પણ પહોંચતી કરી દેવામાં આવશે અને આ માટે અલગથી કોઈ સર્વિસ ચાર્જ પણ ભરવાનો રહેશે નહીં તેવું અંતમાં જણાવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.