Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોંઘવારી વચ્ચે સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો, જાણો શું છે આજનો ભાવ

છેલ્લા ઘણા સમયથી સોનાની કિંમત ફુગાવાને માપવા માટે શ્રેષ્ઠ બેન્ચમાર્ક છે. રોકાણકારો સોનાને એક મહત્વપૂર્ણ રોકાણ માની રહ્યા છે. ભારતમાં જેટલું ચલણ સોનાના આભૂષણોનું છે એટલું જ ચલણ ચાંદીથી બનેલા આભૂષણોનું છે. ચાંદી સોનાની સાપેક્ષે ઘણું સસ્તું પણ છે અને એમ માનવામાં આવે છે કે 1 કિલો ચાંદીની કિંમત 15 ગ્રામ સોના બરાબર હોઈ છે. નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે શુક્રવારે સોના અને ચાંદીના ભાવàª
04:54 AM Apr 01, 2022 IST | Vipul Pandya
છેલ્લા ઘણા સમયથી સોનાની કિંમત ફુગાવાને માપવા માટે શ્રેષ્ઠ બેન્ચમાર્ક છે. રોકાણકારો સોનાને એક મહત્વપૂર્ણ રોકાણ માની રહ્યા છે. ભારતમાં જેટલું ચલણ સોનાના આભૂષણોનું છે એટલું જ ચલણ ચાંદીથી બનેલા આભૂષણોનું છે. ચાંદી સોનાની સાપેક્ષે ઘણું સસ્તું પણ છે અને એમ માનવામાં આવે છે કે 1 કિલો ચાંદીની કિંમત 15 ગ્રામ સોના બરાબર હોઈ છે. નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. MCX પર સોનુ 0.41 ટકા ઘટીને રૂ. 51,954 પ્રતિ દસ ગ્રામ જ્યારે ચાંદીમાં 0.27 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ચાંદીની કિંમત ઘટીને 67,306 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
જ્વેલરી બનાવવા માટે મોટાભાગે 22 કેરેટ સોનાનો  જ ઉપયોગ થાય છે. કેટલાક લોકો 18 કેરેટ સોનુ પણ વાપરે છે. હોલ માર્ક જ્વેલરી પરના કેરેટ અનુસાર બનાવવામાં આવે છે. 24 કેરેટ સોના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. 
Tags :
GoldGoldPriceGujaratFirstsilverSILVERPRICE
Next Article