Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નવરાત્રિના ત્રીજો દિવસે દેવી માતા ચંદ્રઘંટાની પૂજા વિધિ, શુભ સમય અને આજના શુભ રંગો

નવરાત્રી ત્રીજો દિવસ 2022 હાલમાં ચાલી રહ્યી છે. નવરાત્રીના પવિત્ર તહેવારમાં માતાના 9 સ્વરૂપોની પૂજન વિધિ પ્રમાણે કરવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રીનું ત્રીજું નોરતું 28 સપ્ટેમ્બર 2022 છે, નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો માતા ચંદ્રઘંટાની પૂજા પદ્ધતિ, શુભ સમય, આનંદ અને શુભ રંગોમા ચંદ્રઘંટા: નવરાત્રીના પવિત્ર તહેવારમાં, મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના ત્રીજા à
12:00 AM Sep 28, 2022 IST | Vipul Pandya
નવરાત્રી ત્રીજો દિવસ 2022 હાલમાં ચાલી રહ્યી છે. નવરાત્રીના પવિત્ર તહેવારમાં માતાના 9 સ્વરૂપોની પૂજન વિધિ પ્રમાણે કરવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રીનું ત્રીજું નોરતું 28 સપ્ટેમ્બર 2022 છે, નવરાત્રિનો ત્રીજો દિવસ, જાણો માતા ચંદ્રઘંટાની પૂજા પદ્ધતિ, શુભ સમય, આનંદ અને શુભ રંગો

મા ચંદ્રઘંટા: નવરાત્રીના પવિત્ર તહેવારમાં, મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. નવરાત્રિનો ત્રીજો દિવસ 28 સપ્ટેમ્બર 2022, બુધવારના રોજ છે. દેવી પુરાણ અનુસાર, દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. દેવીના મસ્તક પર અર્ધચંદ્રાકાર શોભે છે, તેથી તેનું નામ ચંદ્રઘંટા પડ્યું. જાણો નવરાત્રિના ત્રીજા દિવસ માતા ચંદ્રઘંટાનું પૂજન શુભ ફળદાયી છે.
માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ
માતા ચંદ્રઘંટા, માતાના નવરુપોમાંનું ત્રીજું સ્વરૂપ છે., માતા સિંહ પર સવાર છે. તેમને દસ ભૂજા ઓ છે. એક હાથમાં હાથમાં કમળ અને કમંડલ ઉપરાંત શસ્ત્રો છે. કપાળ પરનો અર્ધ ચંદ્ર તેમની ઓળખ છે. આ અર્ધ ચંદ્રને કારણે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે.
 
માતા ચંદ્રઘંટાનો મંત્ર
પિંડજપ્રવરરુદા ચણ્ડકોપસ્ત્રકાર્યુતા ।
પ્રસાદમ્ તનુતે મહાય ચન્દ્રઘન્તેતિ વિશ્રુતા ।
 કેવા વસ્ત્રો પહેરવા
મા ચંદ્રઘંટાની પૂજામાં પૂજારીએ સોનેરી કે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ.
ફૂલ-
માતાને સફેદ કમળ અને પીળા ગુલાબની માળા અર્પણ કરો.

ભોગપ્રસાદ 
આજે માતાને કેસરની ખીર અને દૂધથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ. પંચામૃત, સાકર અને સાકરનો પ્રસાદ પણ માતાને અર્પણ કરવો જોઈએ.
મા ચંદ્રઘંટા માટે કરો આ શુભ મૂહુર્ત
બ્રહ્મ મુહૂર્ત - 04:36 AM થી 05:24 AM.
વિજય મુહૂર્ત - 02:11 PM થી 02:59 PM
સંધિકાળ મુહૂર્ત - 05:59 PM થી 06:23 PM
અમૃત કાલ - 09:12 PM થી 10:47 PM
રવિ યોગ - 05:52 AM, સપ્ટેમ્બર 29  06:13 AM
 
આ પણ વાંચો-જાણો 51 સિદ્ધ શક્તિપીઠની રચના કેવી રીતે થઇ, ક્યાં આવેલા છે આ દૈવી સ્થળો
Tags :
3rdnavratriAstrologyTodayGujaratFirstmachandraghantaNavaratriNvratri2022Nvratripoojanvidhi
Next Article