Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોવા પોલીસે સોનાલી ફોગાટની હત્યાનો કેસ નોંધ્યો, શરીર પર મળ્યા શંકાસ્પદ નિશાન

ગોવા પોલીસે બીજેપી નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટના મૃત્યુના સંબંધમાં તેના ભાઈ રિંકુ ઢાકાની ફરિયાદના આધારે IPCની કલમ 302 (હત્યા) હેઠળ કેસ નોંધ્યો છે. ભાઈએ આરોપ લગાવ્યો હતો કે તેની બહેનનું મૃત્યુ પૂર્વયોજિત હત્યા સોનાલી ફોગાટના શરીર પર ધારદાર વસ્તુથી ઈજાના નિશાન મળી આવ્યા છે આ વાતનો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયા બાદ આ મુદ્દે હત્યાની FIR નોંધાઈઅંજુના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધàª
12:28 PM Aug 25, 2022 IST | Vipul Pandya
ગોવા પોલીસે બીજેપી નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટના મૃત્યુના સંબંધમાં તેના ભાઈ રિંકુ ઢાકાની ફરિયાદના આધારે IPCની કલમ 302 (હત્યા) હેઠળ કેસ નોંધ્યો છે. 
ભાઈએ આરોપ લગાવ્યો હતો કે તેની બહેનનું મૃત્યુ પૂર્વયોજિત હત્યા 
સોનાલી ફોગાટના શરીર પર ધારદાર વસ્તુથી ઈજાના નિશાન મળી આવ્યા છે આ વાતનો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયા બાદ આ મુદ્દે હત્યાની FIR નોંધાઈઅંજુના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મંગળવારે સવારે સોનાલીનું મૃત્યુ થયું હતું. એક પોલીસ અધિકારીએ પુષ્ટિ કરતા કહ્યું, "અમે તેના ભાઈની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. તપાસ ચાલુ છે."સોનાલીના ભાઈ ઢાકાએ આરોપ લગાવ્યો હતો કે તેની બહેનનું મૃત્યુ પૂર્વયોજિત હત્યા છે. તેમણે કહ્યું, "મંગળવારે સાંજે રાજ્યમાં પહોંચ્યા પછી, પાસેથી કેટલીક પૂછપરછ કરી છે. આ કોઈ સામાન્ય મૃત્યુ નથી. આ એક પૂર્વ આયોજિત હત્યા છે. હું માનું છું કે સુધીર સાંગવાન (ફોગાટના મેનેજર) અને તેની પાછળ એક અપરાધીનો હાથ છે." તે સુખવિંદર સિંઘ છે. તેઓ ઘણા દિવસોથી આ મુદ્દે યોજના બનાવી રહ્યા હતા. જે દિવસે હત્યા થઈ તે દિવસે તેણે તેની માતા, બહેન, મને અને અન્ય લોકો સાથે વાત કરી. વાતચીત પરથી અમને ખાતરી છે કે તે મુશ્કેલીમાં હતી. તેની સાથે કંઈપણ ગમે ત્યારે થઈ શકે તેવું લાગતું હતું."
 
તેણે બે સહયોગીઓ સામે ફરિયાદ કરી હતી
ફોગટના ભાઈ રિંકુ ઢાકાએ આરોપ મૂક્યો હતો કે તેના મૃત્યુના થોડા સમય પહેલા સોનાલી ફોગાટે તેની માતા, બહેન અને અન્ય સંબંધી સાથે વાત કરી હતી જે દરમિયાન તે નારાજ હતી અને તેણે તેના બે સહયોગીઓ સામે ફરિયાદ કરી હતી. તેણે દાવો કર્યો હતો કે તેના મૃત્યુ બાદ હરિયાણામાં તેના (ફોગટના) ફાર્મહાઉસમાંથી સીસીટીવી કેમેરા, લેપટોપ અને અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ ગુમ થઈ ગઈ છે. 

અંજુના સેન્ટ એન્થોની હોસ્પિટલમાં મંગળવારે સવારે મૃત હાલતમાં લવાઇ
હરિયાણાના હિસારના બીજેપી નેતા ફોગાટ, 42, ઉત્તર ગોવાના અંજુના સેન્ટ એન્થોની હોસ્પિટલમાં મંગળવારે સવારે મૃત લાવવામાં આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એવી આશંકા છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. જોકે હવે અંજુના પોલીસે અકુદરતી મોતનો ગુનો નોંધ્યો હતો. ફોગાટના પરિવારના સભ્યો મંગળવારે રાત્રે ગોવા પહોંચ્યા હતા.
Tags :
BJPLeaderSonaliPhogatGoaPoliceGujaratFirstSonaliPhogatSonaliPhogatAutopsySonaliPhogatDeathCase
Next Article