Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GMAIL યુઝર્સ હવે મેઈલબોક્સ સાથે નવા ફિચર્ચ જોઇ શકશે, નવો લુક ન ગમે તો પણ વિકલ્પ ઉપલબ્ધ

ગૂગલે જીમેઈલમાં ફરી એકવાર ફેરફાર કર્યો છે. ગૂગલે તેના બ્લોગ પોસ્ટ દ્વારા જીમેલના રી-ડીઝાઈન કરેલા યુઝર ઈન્ટરફેસનો વિડીયો શેર કરીને આ અંગે માહિતી આપી છે. જીમેલ યુઝર્સ હવે તેમના મેઈલબોક્સ સાથે ચેટ, સ્પેસ અને ગૂગલ મીટના ફીચર્સ જોશે. હવે યુઝર્સ આ તમામ સુવિધાઓનો ઉપયોગ તેમના મેઇલ સાથે એક જ જગ્યાએ કરી શકશે. ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે આ સુવિધા ડેસ્કટોપ, એન્ડ્રોઇડ અને iOS વર્ઝન સહિત તમામ પ્લે
gmail યુઝર્સ હવે મેઈલબોક્સ સાથે નવા ફિચર્ચ જોઇ શકશે  નવો લુક ન ગમે તો પણ વિકલ્પ ઉપલબ્ધ
ગૂગલે જીમેઈલમાં ફરી એકવાર ફેરફાર કર્યો છે. ગૂગલે તેના બ્લોગ પોસ્ટ દ્વારા જીમેલના રી-ડીઝાઈન કરેલા યુઝર ઈન્ટરફેસનો વિડીયો શેર કરીને આ અંગે માહિતી આપી છે. જીમેલ યુઝર્સ હવે તેમના મેઈલબોક્સ સાથે ચેટ, સ્પેસ અને ગૂગલ મીટના ફીચર્સ જોશે. હવે યુઝર્સ આ તમામ સુવિધાઓનો ઉપયોગ તેમના મેઇલ સાથે એક જ જગ્યાએ કરી શકશે. ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે આ સુવિધા ડેસ્કટોપ, એન્ડ્રોઇડ અને iOS વર્ઝન સહિત તમામ પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ગૂગલે આ નવા ફીચરને રોલઆઉટ કરવાનું પણ શરૂ કરી દીધું છે. તેની અપડેટ આગામી થોડા દિવસોમાં તમામ યુઝર્સ સુધી પહોંચશે. 
Gmail માં શું બદલાશે
ગૂગલે પોતાના બ્લોગ પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે નવા અપડેટ બાદ યુઝર્સને સ્માર્ટફોન અને વેબ વર્ઝન બંનેમાં સ્માર્ટ કમ્પોઝ સાથે સ્માર્ટ રિપ્લાયની સુવિધા આપવામાં આવી રહી છે. Googleએ Gmailની નવી સંકલિત ડિઝાઇનમાં કસ્ટમ ઇનબોક્સ થીમ, ફિશિંગ, માલવેર પ્રોટેક્શન, AI આધારિત સ્પામ જેવી સુવિધાઓ પણ પ્રદાન કરી છે. આ ફેરફાર Google Workspace ધરાવતા તમામ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. 
આ સુવિધા કેવી રીતે મેળવવી ?
ગૂગલના સપોર્ટ પેજ મુજબ, જીમેલ યુઝર્સ જીમેલમાં ચેટ ઓન કરીને અને ડાબી બાજુની પેનલ પર ચેટ સેટ કરીને નવા વ્યુનો ઉપયોગ કરી શકશે. જો યુઝર્સ પાસે ચેટ ઇનએબલ્ડ ન હોય, તો પણ તેઓ નવા લુકને જોશે. આ સિવાય યુઝર્સ નવા રિડિઝાઈન ઈન્ટરફેસમાં તમામ સેક્શનને કસ્ટમાઈઝ કરી શકશે. આ સાથે ઝડપી સેટિંગ સેક્શન પણ આપવામાં આવશે. 
નવો લુક ન ગમે તો ?
જો તમને નવો લુક નથી ગમતો, તો આ રીતે જૂના પર પાછા ફરી શકો છો.. આ માટે યુઝર્સે નીચે જણાવેલ સ્ટેપ ફોલો કરવા પડશે. 
  • સૌથી પહેલા સેટિંગ્સમાં જાઓ. 
  • તે પછી ક્વિક સેટિંગ્સમાં જાઓ.
  • હવે Go back to the original Gmail વ્યુ પર ક્લિક કરો.
  • જ્યારે નવી વિન્ડો ખુલે, ત્યારે તમે રીલોડ પર ક્લિક કરીને નવા લુકમાંથી બહાર નીકળી શકો છો.
Advertisement
Tags :
Advertisement

.