Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટ્રેન મારફતે દારૂની હેરાફેરી કડક કાર્યવાહી સાથે બંધ કરાશે, વેસ્ટન રેલવેના જીએમ ગાંધીધામની મુલાકાતે

વેસ્ટન રેલવેના જનરલ મેનેજેર અશોક મિશ્રાએ આજે બુધવારે કચ્છના ગાંધીધામથી  ભચાઉ અને ધાંગ્રધા સુધીના રેલવે મથકોની મુલાકાત લીધી હતી અને જાત માહિતી મેળવી હતી.  ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રેલવે માર્ગે દારૂની તસ્કરીના મુદે  આ ઉચ્ચાધઇકારીઓ કડક કાર્યવાહીનો આદેશ આપીને આ ગેરકાનુની પ્રવતિ સજજડ રીતે બંધ કરાશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાં વધતા પ્રવાસન સાથે  રેલવે વિભાગ પણ પ્રàª
ટ્રેન મારફતે દારૂની હેરાફેરી કડક કાર્યવાહી સાથે બંધ કરાશે  વેસ્ટન રેલવેના જીએમ ગાંધીધામની મુલાકાતે
વેસ્ટન રેલવેના જનરલ મેનેજેર અશોક મિશ્રાએ આજે બુધવારે કચ્છના ગાંધીધામથી  ભચાઉ અને ધાંગ્રધા સુધીના રેલવે મથકોની મુલાકાત લીધી હતી અને જાત માહિતી મેળવી હતી.  ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રેલવે માર્ગે દારૂની તસ્કરીના મુદે  આ ઉચ્ચાધઇકારીઓ કડક કાર્યવાહીનો આદેશ આપીને આ ગેરકાનુની પ્રવતિ સજજડ રીતે બંધ કરાશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાં વધતા પ્રવાસન સાથે  રેલવે વિભાગ પણ પ્રવાસીઓ માટે જરૂરી તમામ પગલા ભરશે તેમ કહયું હતુ. 
જનરલ મેનેજેરની મુલાકાત
ગાંધીધામ રેલવે મથક પર આજે સવારથી જ ભારે ધમાચકડી મચી હતી. દરેક વિભાગ પોતાની તમામ તૈયારીઓ સાથે  જનરલ મેનેજર સમક્ષ ખડું થઈ ગયું હતું. જીએમ અશોક મિશ્રાએ પ્રથમ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ પછી ગુડઝ શેડમાં બનેલા ગોદામોનું નિરીક્ષણ કર્ય હતું ઉપરાંત ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજા કાનગડ સહિતના પ્રતિનિધિ મંડળ, ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટીઝ એસો અને સ્થાનિર રેલ સમિતિના સદસ્યો સાથે મુલાકાત કરી હતી. 
પ્રવાસીઓ માટે સુવિધા ઉભી કરાશે
પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતું, કે પાંચ વર્ષ પછી જનરલ મેનેજરનું ઈન્સપેકશન થઈ રહયુ છે ત્યારે વિવિધ માંગો સામે આવી છે. જેની પર કામ થશે. આ ઉપરાંત  રેલવે માર્ગે દારૂની તસ્કરી મહત્વનો મુદો છે જે માટે તમામ સ્ટેશન પર સખત કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં વધતા પ્રવાસન સાથે રેલવે વિભાગ પણ તાલમેલ બેસાડીની પ્રવાસીઓની વધુમાં વધુ સેવાઓ ઉભી કરશે. 
અન્ય માંગો અને પ્રશ્નોનું નિરાકરણ
ઈલેક્રટીફિકેશનનું કામ ચાલી રહયું છે. આ કામ પુર્ણ થતા  ટાઈમિંગમાં ફેરફાર સાથે સુવિધા વધારી દેવાશે.  વિકાસ સાથે માલ પરીવહન રહયું છે. ત્યારે રેલવે વિભાગ પણ તમામ સુવિધાઓ ઝડપભેરે ઉભી કરી રહયું છે જેથી ટ્રેડની માંગને પહોંચી શકાશે.  ગાંધીધામ અમદાવાદ  ઈન્ટરસિટી ટ્રેન આગામી સમયમાં શરૂ થઈ જશે.  ગોપાલપુરી સ્ટેશનનો વિકાસ કરવાનું પ્લાનિગં છે જેનું કામ ગતિમા છે.  કચ્છમાં રેલવે ફાટકની સમસ્યાઓ સામે સ્થાનિક તંત્રને સાથે રાખીને  જે ફાટકોમાં સમસ્યા છે. તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.